લખતર ગ્રામ્યમાં મધમાખીનું ઝુંડ ત્રાટકયું : 4 સારવાર હેઠળ
ઈજાગ્રસ્તોમાં 2 વીજ કર્મીઓ અને 2 ડેરવાળાના સ્થાનિકોનો સમાવેશ, તમામ સારવાર હેઠળલખતર ગ્રામ્યમાં મંગળવારના રોજ બપોરના સમયે કડુ ગામના બસ સ્ટેશન પાસે અચાનક મધમાખીઓનું ઝુંડ ત્રાટકયુ હતુ. જેમાં 4 લોકોને મધમાખીઓએ દંશ દેતા સારવાર માટે દવાખાને લઈ જવાયા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં ખાસ કરીને મધમાખીઓ દંશ દેવાના બનાવો ચિંતાજનક રીતે બની રહ્યા છે. તાજેતરમાં જ ચોટીલા ગ્રામ્યમાં મધમાખીઓના દંશથી બચવા તળાવમાં કુદેલા આધેડનું ડુબી જતા મોત થયુ હતુ. ત્યારે તા. 3ને મંગળવારે મધમાખીઓએ દંશ દેતા 4ને સારવાર માટે લઈ જવાયા છે. મળતી માહીતી મુજબ પીજીવીસીએલ વીજ કંપનીના લાઈનમેન શૈલેષભાઈ વાસુદેવભાઈ મહેતા અને સ્માર્ટ મીટરના હાર્દીક કાંતીભાઈ વાઘેલા નવા વીજ જોડાણ માટે લખતરના ડેરવાળા જતા હતા. ત્યારે કડુ ગામના બસ સ્ટેશન પાસે અચાનક મધમાખીઓનું ઝુંડ આવી ચડયુ હતુ. અને આ બન્ને ઉપરાંત ડેરવાળાના હર્ષદગીરી કૈલાસગીરી ગોસ્વામી તથા દીપક મેલાભાઈ સહિતનાઓને મધમાખીઓએ દંશ માર્યા હતા. આ અંગે 108ને જાણ થતા ટીમ તુરંત દોડી ગઈ હતી. અને ચારેયને સારવાર માટે લખતર સરકારી દવાખાને લઈ જવાયા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam
Read Full Story arrow_forward