android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat : મકાનના ટાઇટલ ક્લિયર બતાવીને 42 લાખની છેતરપિંડી કરનારા 2 ભેજાબાજ ઝડપાયા
calendar_today March 3, 2026

Surat : મકાનના ટાઇટલ ક્લિયર બતાવીને 42 લાખની છેતરપિંડી કરનારા 2 ભેજાબાજ ઝડપાયા

સુરતમાં છેતરપિંડી કરનારા બે આરોપીને વરાછા પોલીસે ઝડપી પાડ્યા છે અને તેમના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરુ કરી છે.42 લાખ રુપિયાની છેતરપિંડીનો ગુનો સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં 42 લાખ રુપિયાની છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. પોલીસે ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ આદરી હતી. આરોપીઓ લાંબા સમયથી ફરાર હતા પોલીસે લાખોની છેતરપિંડી કરનારા બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. બંને આરોપીઓ લાંબા સમયથી નાસતા ફરતા હતા પણ પોલીસે ચોક્કસ બાતમીના આધારે બંનેને ઝડપી પાડ્યા હતા. મકાનના ટાઈટલ ક્લિયર બતાવી લાખોની છેતરપિંડી કરી આરોપીઓએ ફરિયાદીને મકાનના ટાઈટલ ક્લિયર બતાવી લાખોની છેતરપિંડી કરી હતી. પોલીસે બંનેની ધરપકડ કરી સમગ્ર મામલાની તપાસ શરુ કરી હતી.આ પણ વાંચો----     Ahmedabad ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ચર્ચાસ્પદ ધમકીભર્યા મેઈલ કેસમાં આરોપીને પશ્ચિમ બંગાળથી દબોચી લેવામાં આવ્યો

Read Full Story arrow_forward
Bharuch : પીપલીયામાં પૌત્રને બચાવવા વચ્ચે પડેલા વૃદ્ધની હત્યા, પોલીસે ત્રણ આરોપીને દબોચી લીધા
calendar_today March 3, 2026

Bharuch : પીપલીયામાં પૌત્રને બચાવવા વચ્ચે પડેલા વૃદ્ધની હત્યા, પોલીસે ત્રણ આરોપીને દબોચી લીધા

ભરૂચ જિલ્લાના વાગરાના પીપલીયા ગામે વૃદ્ધની હત્યાના બનાવમાં પોલીસે ત્રણેય હત્યારાઓને દબોચી જેલના સળિયા પાછળ ધકેલ્યા છે, વૃદ્ધનું સારવાર દરમિયાન મોત વાગરા તાલુકાના પીપલીયા ગામે પૌત્રને ગાળો બોલવા બાબતે ઠપકો આપવો એક વૃદ્ધ દાદા માટે કાળ સાબિત થયો છે. ગત ૨૪ ફેબ્રુઆરીના રોજ થયેલા લોહિયાળ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. જોકે, આ મામલે વાગરા પોલીસે સક્રિયતા દાખવી ગણતરીના કલાકોમાં જ હત્યાના ત્રણેય આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કરી દીધા છે. પૌત્રને બચાવવા દાદા વચ્ચે પડ્યા બનાવની વિગત અનુસાર ગત તારીખ 24/02/2026 ના રોજ રાત્રિના આશરે આઠેક વાગ્યાના અરસામાં પીપલીયા ગામના જૂના ફળિયામાં આવેલી મહમદભાઈની દુકાન પાસે આ હિંસક મારામારી સર્જાઈ હતી. ફરિયાદી સોમાભાઈ મગનભાઈ રાઠોડનો પૌત્ર જગદીશ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે ગામના જ ત્રણ શખ્સો તેને સામાન્ય બાબતમાં ગાળો બોલી ઝઘડો કરી રહ્યા હતા. પોતાના પૌત્રને મુશ્કેલીમાં જોઈ ૬૦ વર્ષીય સોમાભાઈ વચ્ચે પડ્યા હતા. અને હુમલાખોરોને શાંત રહેવા સમજાવતા પૂછ્યું હતું કે, તમે મારા પૌત્રને કેમ ગાળો બોલીને મારો છો? આટલો ઠપકો આપતા જ આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા. વૃદ્ધ સોમાભાઈ પર જીવલેણ હુમલો આરોપીઓ નગીન હીરા વસાવા, વિનોદ રમેશ વસાવા અને બિપિન રમેશ વસાવાએ લોખંડની પાઇપ અને લાકડાના સપાટા વડે વૃદ્ધ સોમાભાઈ પર જીવલેણ હુમલો કરી દીધો હતો. વૃદ્ધને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. સારવારમાં વૃદ્ધનું મોત  જોકે શરૂઆતમાં ગામમાં સામાજિક સ્તરે સમાધાનના પ્રયાસો થયા હતા, પરંતુ બીજા દિવસે સોમાભાઈને અસહ્ય દુખાવો ઉપડતા તેમને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. ત્યાં તેમની હાલત વધુ નાજુક જણાતા ડોક્ટરોએ તેમને વડોદરાની SSG હોસ્પિટલમાં રિફર કર્યા હતા. જીવન અને મરણ વચ્ચેની જંગ લડ્યા બાદ આખરે સોમાભાઈએ દમ તોડી દીધો હતો. પોલીસે ત્રણ આરોપીને દબોચી લીધા વાગરા પોલીસે શરૂઆતમાં આ મામલે BNS ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. પરંતુ વૃદ્ધનું મોત થતા જ તપાસનો દોર તેજ કરી દેવામાં આવ્યો હતો. અને ફરિયાદમાં હત્યાની કલામનો ઉમેરો કરવામાં આવ્યો હતો. વાગરા પોલીસની ટીમે અલગ-અલગ દિશાઓમાં તપાસ હાથ ધરી આ ત્રણેય હત્યારાઓને આખરે દબોચી લીધા છે. વાગરા પોલીસે પીપલીયા ગામના વૃદ્ધ સોમાભાઈ રાઠોડની હત્યાના ગુનામાં ઝડપાયેલા ત્રણેય આરોપીઓ જેમાં નગીન વસાવા, વિનોદ વસાવા અને બિપિન વસાવાને કાયદેસરની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે. આ પણ વાંચો----    Ahmedabad ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ચર્ચાસ્પદ ધમકીભર્યા મેઈલ કેસમાં આરોપીને પશ્ચિમ બંગાળથી દબોચી લેવામાં આવ્યો

Read Full Story arrow_forward
Dwarka News: ભાણવડના ગુંદા ગામે 25 વર્ષના યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
calendar_today March 3, 2026

Dwarka News: ભાણવડના ગુંદા ગામે 25 વર્ષના યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ગુંદા ગામે એક કરુણ ઘટના સામે આવી છે, જેમાં 25 વર્ષીય યુવકે પોતાના જ ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. ગુંદા ગામે રહેતા મિત રમણીકભાઈ માણાવદરીયા નામના યુવકે ઘરના ઉપરના માળે આવેલા રૂમમાં જઈ અંતિમ પગલું ભર્યું હતું. યુવાન પુત્રના નિધનથી પરિવાર પર આભ ફાટ્યું છે અને ગ્રામજનોમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે.યુવકના આપઘાતનું કારણ મિતના આપઘાત પાછળનું કારણ તેની સગાઈ ન થતી હોવાની બાબત હોવાનું સામે આવ્યું છે. લાંબા સમયથી પ્રયત્નો કરવા છતાં યોગ્ય પાત્ર ન મળવાને કારણે કે સગાઈમાં વિલંબ થવાને કારણે મિત માનસિક રીતે વ્યથિત હતો. આ બાબત તેને મગજમાં લાગી આવતા, તેણે હતાશામાં આવીને આત્મહત્યા કરવાનું નક્કી કર્યું હતું. ઘટના સમયે તે ઉપરના રૂમમાં એકલો હતો અને ત્યાં તેણે પંખા સાથે ગળેફાંસો ખાઈ લીધો હતો. યુવકના પરિચિતો અને મિત્રવર્તુળમાં આક્રંદ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે અને અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર સામાજિક દબાણ અને યુવાનોમાં વધતી જતી માનસિક હતાશા સામે લાલબત્તી ધરી છે. 25 વર્ષની નાની ઉંમરે સગાઈ જેવી બાબતે જીવ ગુમાવનાર મિતના પરિચિતો અને મિત્રવર્તુળમાં આક્રંદ જોવા મળી રહ્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward