android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live: મહેસાણાના સિહી ગામમાં 24 હજાર કિલો શંકાસ્પદ જીરું જપ્ત, સફેદ પાવડરનું મિશ્રણ કરાતું હતું
calendar_today March 3, 2026

Gujarat Latest News Live: મહેસાણાના સિહી ગામમાં 24 હજાર કિલો શંકાસ્પદ જીરું જપ્ત, સફેદ પાવડરનું મિશ્રણ કરાતું હતું

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 03 માર્ચના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Vadodara News: માંજલપુરના એપાર્ટમેન્ટની દુકાનમાં લાગી આગ, શોર્ટ સર્કિટના કારણે દુકાન ખાખ
calendar_today March 3, 2026

Vadodara News: માંજલપુરના એપાર્ટમેન્ટની દુકાનમાં લાગી આગ, શોર્ટ સર્કિટના કારણે દુકાન ખાખ

વડોદરાના માંજલપુર વિસ્તારમાં આજે એક રહેણાંક એપાર્ટમેન્ટના નીચેના ભાગમાં આવેલી દુકાનમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બપોરના સમયે લાગેલી આ આગને કારણે આસપાસના રહીશોમાં ગભરાટ ફેલાયો હતો અને લોકો જીવ બચાવવા માટે એપાર્ટમેન્ટની બહાર દોડી આવ્યા હતા. આગના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાતા હોવાથી લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.એપાર્ટમેન્ટના નીચે આવેલ દુકાનમાં આગ ઘટનાની જાણ થતા જ વડોદરા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ફાયર ફાઈટરો સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. ફાયર વિભાગની આ સમયસૂચકતાને કારણે આગ એપાર્ટમેન્ટના ઉપરના માળ સુધી પ્રસરે તે પહેલાં જ ઠારી દેવામાં આવી હતી, જેના પરિણામે મોટી જાનહાનિ ટળી હતી. જોકે, આ દુર્ઘટનામાં દુકાનમાં રાખેલો ફર્નિચર અને અન્ય કિંમતી માલ-સામાન બળીને ખાખ થઈ ગયો છે. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન પ્રાથમિક તપાસમાં આ આગ લાગવાનું મુખ્ય કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. ઉનાળાની શરૂઆતમાં વીજ વપરાશ વધવાને કારણે ઘણીવાર આવી ઘટનાઓ બનતી હોય છે. સદનસીબે આ ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા કે જાનહાનિ થઈ નથી, પરંતુ દુકાનદારને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હાલમાં ફાયર વિભાગ દ્વારા એપાર્ટમેન્ટમાં ફાયર સેફ્ટીના સાધનોની સ્થિતિ અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad : દુબઈ, વિએતનામ મોકલવાના બહાને 10.31 લાખ રૂપિયાની ઠગાઈ કરનારા ટૂર ઓપરેટર સામે ફરિયાદ
calendar_today March 3, 2026

Ahmedabad : દુબઈ, વિએતનામ મોકલવાના બહાને 10.31 લાખ રૂપિયાની ઠગાઈ કરનારા ટૂર ઓપરેટર સામે ફરિયાદ

અમદાવાદમાં વિદેશ મોકલવાના બહાને છેતરપિંડી આચરનારા ટૂર ઓપરેટર સામે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે છેતરપિંડીના મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.દુબઈ, વિએતનામ મોકલવાના બહાને લઇ લીધા બાદ ઠગાઇ કરી પોલીસ સુત્રોના જણાવાયા મુજબ ટ્રીપ સાથી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનાં સંચાલક સામે ફરિયાદ નોંધાઈ છે. ટૂર ઓપરેટરે લોકોને દુબઈ, વિએતનામ મોકલવાના બહાને લઇ લીધા બાદ ઠગાઇ કરી હતી ટૂર ઓપરેટરે 10.31 લાખ રૂપિયા લઈ લીધા ટૂર ઓપરેટરે 10.31 લાખ રૂપિયા લઈ લીધા હતા આથી ટ્રીપ સાથી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક રાહીલ પાણખાણિયા સામે પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. આ પણ વાંચો----     Ahmedabad ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ચર્ચાસ્પદ ધમકીભર્યા મેઈલ કેસમાં આરોપીને પશ્ચિમ બંગાળથી દબોચી લેવામાં આવ્યો

Read Full Story arrow_forward