android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
US Israel war on Iran Live : ઈઝરાયેલે બૈરૂત પર વધુ હુમલા શરૂ કર્યા, એક કલાકમાં બે હુમલા કરાયા
calendar_today March 3, 2026

US Israel war on Iran Live : ઈઝરાયેલે બૈરૂત પર વધુ હુમલા શરૂ કર્યા, એક કલાકમાં બે હુમલા કરાયા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 03 માર્ચના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : આણંદમાં હોળીની આગ ગેરેજ સુધી પ્રસરી, શેડ સહિત પાર્ક કરેલી 3 મોંઘીદાટ કાર બળીને ખાખ

Botad: સાળંગપુર કષ્ટભંજન દેવના દ્વારે કેસરીયો રંગોત્સવ, 500 કલર બ્લાસ્ટ અને નાસિક ઢોલના નાદ સાથે અદભુત ઉજવણી
calendar_today March 3, 2026

Botad: સાળંગપુર કષ્ટભંજન દેવના દ્વારે કેસરીયો રંગોત્સવ, 500 કલર બ્લાસ્ટ અને નાસિક ઢોલના નાદ સાથે અદભુત ઉજવણી

બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આજે વર્ષનો સૌથી મોટો અને ભવ્ય રંગોત્સવ ઉજવવામાં આવ્યો હતો. દાદાના સાનિધ્યમાં હોળી-ધૂળેટીના પર્વને યાદગાર બનાવવા માટે મંદિર વહીવટી તંત્ર અને સંતો દ્વારા અભૂતપૂર્વ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.ભવ્ય આરતી અને રંગોની વર્ષાઉત્સવની શરૂઆત હનુમાનજી દાદાની ભવ્ય આરતીથી કરવામાં આવી હતી. આરતી બાદ મંદિરના પ્રાંગણમાં રંગોત્સવનો પ્રારંભ થયો હતો. સંતો દ્વારા ખાસ તૈયાર કરાયેલા 51 હજાર કિલો ઓર્ગેનિક રંગોનો એર પ્રેશર મશીનો દ્વારા ભક્તો પર છંટકાવ કરવામાં આવ્યો હતો. આકાશમાં ઉડતા અબીલ-ગુલાલને કારણે સમગ્ર સાળંગપુર નગરી રંગીન બની ગઈ હતી.હાઈટેક આતશબાજી અને બ્લાસ્ટઆ વર્ષનો રંગોત્સવ ટેકનોલોજી અને પરંપરાનો અદભુત સંગમ હતો. ઉત્સવ દરમિયાન70 થી 80 ફૂટ ઊંચા 500 કલર બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. 100 રિબિન બ્લાસ્ટ અને આકાશમાં રંગીન ફાયરવર્ક્સના નજારા જોવા મળ્યા હતા. હવામાં એકસાથે 10 હજાર ફુગ્ગા છોડીને વાતાવરણને ઉત્સવમય બનાવી દેવાયું હતું.નાસિક ઢોલના તાલે ભક્તોની રમઝટરંગોત્સવના આ માહોલમાં નાસિક ઢોલના ધબકારે ઢોલીઓએ ધૂમ મચાવી હતી. ઢોલના તાલે હજારો ભક્તો મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા. ભક્તોના ચહેરા પર છવાયેલા રંગો અને 'જય કષ્ટભંજન દેવ'ના નાદથી મંદિર પરિસર ગાજી ઉઠ્યું હતું. સંતોએ પણ એર પ્રેશર ગન વડે દૂર-દૂર સુધી ઉભેલા ભક્તો સુધી રંગો પહોંચાડી સૌને દાદાના ભક્તિના રંગે રંગ્યા હતા.આ પણ વાંચો: Dwarka: ફુલડોલ ઉત્સવે કાળિયા ઠાકોરના સાનિધ્યમાં લાખો ભક્તો ઉમટ્યા, ગોમતી સ્નાન કરી શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી

Read Full Story arrow_forward