android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
શ્રી જગન્નાથ મંદિરમાં ડોલા પૂર્ણિમા ઉત્સવની ઉજવણી
calendar_today March 3, 2026

શ્રી જગન્નાથ મંદિરમાં ડોલા પૂર્ણિમા ઉત્સવની ઉજવણી

ઓડિશામાં ખાસ કરીને પુરીમાં ડોલા પૂર્ણિમાનો તહેવાર વિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે

Read Full Story arrow_forward
Rajkot: ડ્રીમ સિટી એપાર્ટમેન્ટમાં ભીષણ આગ, પાર્કિંગમાં પડેલા 20 જેટલા વાહનો બળીને ખાખ
calendar_today March 3, 2026

Rajkot: ડ્રીમ સિટી એપાર્ટમેન્ટમાં ભીષણ આગ, પાર્કિંગમાં પડેલા 20 જેટલા વાહનો બળીને ખાખ

રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં આવેલા કણકોટ રોડ પર આજે વહેલી સવારે એક ભયાનક આગની ઘટના સામે આવી છે. અહીં આવેલા 'ડ્રીમ સિટી' એપાર્ટમેન્ટના પાર્કિંગમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં પાર્કિંગમાં રહેલા વાહનો લપેટમાં આવી ગયા હતા.20 જેટલા વાહનો સ્વાહાઆગની લપેટમાં આવતા પાર્કિંગમાં પાર્ક કરેલા અંદાજે 15 થી 20 જેટલા વાહનો (ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર) બળીને ખાખ થઈ ગયા છે. વાહનોમાં લાગેલી આગને કારણે કાળા ધુમાડાના ગોટા આકાશમાં ઉડતા દેખાયા હતા, જેના કારણે એપાર્ટમેન્ટના રહિવાસોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.વૃદ્ધાનું દિલધડક રેસ્ક્યુઆગ લાગી ત્યારે ફ્લેટના ઉપરના માળે એક વૃદ્ધા ફસાઈ ગયા હતા. ધુમાડાના કારણે નીચે ઉતરવું મુશ્કેલ બન્યું હતું. જોકે, ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ અને સ્થાનિકોની મદદથી વૃદ્ધાને સમયસર રેસ્ક્યુ કરી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આ મિલકતની નુકસાની વચ્ચે જાનહાનિ ટળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.આગનું કારણ અકબંધઆગ લાગવા પાછળનું પ્રાથમિક કારણ હજુ સુધી જાણી શકાયું નથી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શંકા સેવવામાં આવી રહી છે. હાલમાં ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને કુલિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. પોલીસ અને એફએસએલ (FSL) ની ટીમ દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણની તપાસ કરવામાં આવશે.આ પણ વાંચો: Ahmedabd: પોલીસ દ્વારા વિમેન ફિટનેસ વોકાથોનનું ભવ્ય આયોજન, મહિલા પોલીસ ફોર્સ માટે CPની ખાસ અપીલ

Read Full Story arrow_forward
Ahmedabad: દાણીલીમડામાં LCBનો દરોડો, બેરલ માર્કેટ પાસે હથિયાર સાથે એક શખ્સ ઝડપાયો
calendar_today March 3, 2026

Ahmedabad: દાણીલીમડામાં LCBનો દરોડો, બેરલ માર્કેટ પાસે હથિયાર સાથે એક શખ્સ ઝડપાયો

શહેરમાં ગેરકાયદે હથિયારોની હેરફેર રોકવા માટે અમદાવાદ પોલીસ સતર્ક બની છે. જે અંતર્ગત ઝોન-6 એલસીબી (LCB) ની ટીમે ચોક્કસ બાતમીના આધારે દાણીલીમડા વિસ્તારમાં ઓપરેશન પાર પાડી એક શખ્સને જીવતા કારતુસ અને હથિયાર સાથે ઝડપી પાડ્યો છે.બેરલ માર્કેટ પાસે કાર્યવાહીમળતી માહિતી મુજબ, એલસીબીની ટીમને બાતમી મળી હતી કે એક શખ્સ હથિયાર સાથે દાણીલીમડાના બેરલ માર્કેટ પાસે ફરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ હાલતમાં જણાતા રફિયુદ્દીન ઉર્ફે રફીક શેખ નામના શખ્સની અટકાયત કરી હતી.હથિયારોનો જથ્થો કબ્જેપોલીસે આરોપી રફીકની તલાશી લેતા તેની પાસેથી 01 દેશી તમંચો, 01 જીવતો કારતુસ આ મુદ્દામાલ કબ્જે કરી પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ હથિયાર તે ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો અથવા તેનો શું ઉપયોગ કરવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.વધુ તપાસ ચાલુઝોન-6 એલસીબી હવે એ તપાસ કરી રહી છે કે આરોપી રફીક અગાઉ કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ છે કે કેમ? આ સાથે જ હથિયાર સપ્લાય કરનાર મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.આ પણ વાંચો:Rajkot: ડ્રીમ સિટી એપાર્ટમેન્ટમાં ભીષણ આગ, પાર્કિંગમાં પડેલા 20 જેટલા વાહનો બળીને ખાખ

Read Full Story arrow_forward