android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat: મહિલા તબીબ સાથે 58 લાખની મોટી ઠગાઈ, આયુર્વેદિક દવાના ધંધામાં રોકાણના નામે ખેલ ખેલાયો
calendar_today March 3, 2026

Surat: મહિલા તબીબ સાથે 58 લાખની મોટી ઠગાઈ, આયુર્વેદિક દવાના ધંધામાં રોકાણના નામે ખેલ ખેલાયો

ડાયમંડ સિટી સુરતમાં ઠગબાજોએ હવે ભણેલા-ગણેલા તબીબોને પણ નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. સુરતના સરથાણા વિસ્તારમાં રહેતી એક મહિલા તબીબ સાથે આયુર્વેદિક દવાના ધંધામાં ઊંચા વળતર અને રોકાણની લાલચ આપી રૂપિયા 58 લાખની છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. આ મામલે સરથાણા પોલીસે મુખ્ય સૂત્રધાર મુકેશ ઉકાણી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.સુરતમાં મહિલા તબીબ સાથે 58 લાખની ઠગાઈ મળતી માહિતી મુજબ, ઠગબાજ મુકેશ ઉકાણી મહિલા તબીબના મહિધરપુરા સ્થિત ક્લિનિક પર અવારનવાર આવતો હતો. વાતો-વાતોમાં તેણે મહિલા ડોક્ટરનો વિશ્વાસ જીતી લીધો હતો અને પોતે આયુર્વેદિક દવાના મોટા ધંધા સાથે સંકળાયેલો હોવાનું જણાવ્યું હતું. તેણે આ વ્યવસાયમાં રોકાણ કરવાથી ટૂંકા સમયમાં મોટો નફો મળશે તેવી લાલચ આપી હતી.ટુકડે-ટુકડે 58 લાખ પડાવ્યાલાલચમાં આવીને મહિલા તબીબે આયુર્વેદિક દવાના ધંધામાં રોકાણ કરવાનું નક્કી કર્યું હતું. ઠગબાજે અલગ-અલગ બહાના હેઠળ ડોક્ટર પાસેથી કુલ 58 લાખ રૂપિયાની માતબર રકમ મેળવી લીધી હતી. જોકે, લાંબો સમય વિતવા છતાં નફો તો દૂર, પોતાની મૂળ રકમ પણ પાછી ન મળતા મહિલા તબીબને છેતરપિંડીનો અહેસાસ થયો હતો.પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા મહિલા તબીબે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. સરથાણા પોલીસે ભોગ બનનારની ફરિયાદના આધારે મુકેશ ઉકાણી નામના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.આ પણ વાંચો: Ahmedabad: દાણીલીમડામાં LCBનો દરોડો, બેરલ માર્કેટ પાસે હથિયાર સાથે એક શખ્સ ઝડપાયો

Read Full Story arrow_forward
Rajkot News: શેરબજારમાં ઊંચું વળતર આપવાની લાલચે 87 લાખની ઠગાઈ
calendar_today March 3, 2026

Rajkot News: શેરબજારમાં ઊંચું વળતર આપવાની લાલચે 87 લાખની ઠગાઈ

રાજકોટ શહેરમાં શેરબજારમાં ઊંચું વળતર આપવાની લાલચે એક વ્યક્તિ સાથે 87 લાખ રૂપિયાની ઑનલાઇન ઠગાઈ થયાનો બનાવ સામે આવ્યો છે.સમગ્ર મામલે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. રાજકોટમાં શેરબજારમાં ઉંચા વળતરની લાલચે ઠગાઈ ફરિયાદ મુજબ ફરિયાદીને અજાણ્યા WhatsApp ગ્રુપમાં એડ કરવામાં આવ્યા હતા. જ્યાં સામે વાળાએ પોતાને સ્ટોક માર્કેટ નિષ્ણાત જણાવી ગેરંટીવાળું ઊંચું વળતર આપવાનો વિશ્વાસ આપ્યો હતો. ગ્રુપમાં રોજિંદા નફાના સ્ક્રીનશૉટ્સ અને ટ્રેડિંગ સલાહ શેર કરીને વિશ્વાસ જીતી લીધો હતો. ઠગોએ ફરિયાદીને પુટ અને કોલ ઓપ્શન ટ્રેડિંગમાં પૈસા રોકવા પ્રેરિત કર્યા હતાં. શરૂઆતમાં નફો દેખાડવામાં આવ્યો હતો પછી મોટા ટ્રાન્ઝેક્શન કરાવી લેવામાં આવ્યા હતાં. પુટ કોલ ઓપ્શનમાં પૈસા રોકતા મોટી નુકસાની નફાના પૈસા એક ચોક્કસ ઑનલાઇન વોલેટમાં ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતાં.પરંતુ બાદમાં રકમ ઉપાડવાનો પ્રયાસ કરતાં તે વિડ્રોઅલ ન થવાથી છેતરપિંડીનો ભાંડા ફોડ થયો હતો. ફરિયાદી દ્વારા કુલ 87 લાખ જેટલી રકમ અલગ-અલગ હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.વોલેટ બેલેન્સમાં રકમ દેખાતી હતી નફો પણ દર્શાવવામાં આવતો હતો.પરંતુ ઉપાડ વિકલ્પ કામ કરતો નહોતો. આ મામલે સાઇબર ક્રાઇમ શાખામાં ફરિયાદ નોંધાઈ છે.પોલીસે IP એડ્રેસ બેંક ટ્રાન્ઝેક્શન અને વોલેટ ડિટેલ્સની તપાસ શરૂ કરી છે. આ પણ વાંચોઃ Ahmedabad: દાણીલીમડામાં LCBનો દરોડો, બેરલ માર્કેટ પાસે હથિયાર સાથે એક શખ્સ ઝડપાયો

Read Full Story arrow_forward
Dwarka: ફુલડોલ ઉત્સવે કાળિયા ઠાકોરના સાનિધ્યમાં લાખો ભક્તો ઉમટ્યા, ગોમતી સ્નાન કરી શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી
calendar_today March 3, 2026

Dwarka: ફુલડોલ ઉત્સવે કાળિયા ઠાકોરના સાનિધ્યમાં લાખો ભક્તો ઉમટ્યા, ગોમતી સ્નાન કરી શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી

યાત્રાધામ દ્વારકામાં આજે ફાગણી પૂનમ નિમિત્તે ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. ભગવાન દ્વારકાધીશના પરમ પ્રિય એવા ફુલડોલ ઉત્સવમાં સહભાગી થવા માટે દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ દ્વારકા નગરીમાં ઉમટી પડ્યા હતા. સમગ્ર દ્વારકા 'જય દ્વારકાધીશ'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.ગોમતી સ્નાન અને મનોહર દર્શનઆજ વહેલી સવારથી જ ભક્તોએ પવિત્ર ગોમતી નદીના ઘાટ પર સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું. ત્યારબાદ ભગવાન દ્વારકાધીશના મનોહર દર્શન કરવા માટે ભક્તોની કિલોમીટરો લાંબી લાઈનો જોવા મળી હતી. શ્રદ્ધાળુઓ શિસ્તબદ્ધ રીતે 56 સીડી (સ્વર્ગ દ્વાર) ચઢીને જગતગુરુના દર્શન કરી મોક્ષ દ્વારથી બહાર નીકળ્યા હતા.ફુલડોલ ઉત્સવની ભવ્યતાભગવાન દ્વારકાધીશના મંદિરમાં ફુલડોલ ઉત્સવ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યો હતો. ઠાકોરજીને અબીલ-ગુલાલ અને ફૂલોથી હોળી રમાડવામાં આવી હતી, જેના દર્શન કરી ભક્તો ભાવવિભોર બન્યા હતા. મંદિર પરિસરમાં અને દ્વારકાના ચોકમાં ભક્તોએ ઢોલના તાલે રાસ-ગરબાની રમઝટ બોલાવીને ઉત્સવની ઉજવણી કરી હતી.યાત્રીઓનો ભારે ધસારોઆ પૂનમ નિમિત્તે હજારો પદયાત્રીઓ પગપાળા ચાલીને દ્વારકા પહોંચ્યા હતા. તંત્ર દ્વારા ભક્તોની સુરક્ષા અને સુવિધા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. ભક્તો માટે ઠેર-ઠેર પ્રસાદ અને પાણીની પરબો પણ ઉભી કરવામાં આવી હતી.આ પણ વાંચો: Surat: મહિલા તબીબ સાથે 58 લાખની મોટી ઠગાઈ, આયુર્વેદિક દવાના ધંધામાં રોકાણના નામે ખેલ ખેલાયો

Read Full Story arrow_forward