ચેક રિટર્ન થવાના કેસમાં મહિલાને એક વર્ષની સજા
ચેકની રકમ ફરિયાદીને 2 માસમાં ચુકવવા પણ કોર્ટે હુકમ કર્યોસુરેન્દ્રનગરની મહિલાને નાણાની જરૂર પડતા શહેરની શિવશકિત ફાઈનાન્સમાંથી વ્યાજે નાણા લીધા હતા. જેની ભરપાઈ કરવા માટે આપેલ ચેક રીટર્ન થતા કોર્ટમાં કેસ કરાયો હતો. આ કેસ તાજેતરમાં ચાલી જતા કોર્ટે આરોપી મહિલાને 1 વર્ષની સજા ફટકારી છે. સુરેન્દ્રનગરના શકિતસિંહ પ્રવીણસિંહ ચાંચુ નાણા ધીરધારના લાયસન્સ સાથે શિવશકિત ફાઈનાન્સ નામે શાહુકારીનો વ્યવસાય કરે છે. શહેરની જુની રામ ટોકીઝ પાસે રહેતા સરોજબેન પ્રમોદભાઈ સોમૈયાને નાણાની જરૂર પડતા 15-1-25ના રોજ તેઓએ શિવશકિત ફાઈનાન્સમાંથી 20 હજાર રૂપીયા 12 માસ માટે વ્યાજે લીધા હતા. આ રકમ ભરપાઈ કરવા તા. 14-2-25ના રોજ સરોજબેને રૂપીયા 20 હજારનો ચેક આપ્યો હતો. આ ચેક ફરિયાદીએ બેંકમાં નાંખતા અપુરતા ભંડોળના શેરા સાથે પરત ફર્યો હતો. આથી શકિતસિંહે વકીલ ટી.એમ.પરમાર મારફત તા. 12-5-25ના રોજ સુરેન્દ્રનગરની બીજી એડીશનલ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ કોર્ટમાં કેસ કર્યો હતો. આ કેસ તાજેતરમાં ચાલી જતા ફરિયાદીના વકીલની દલીલો, 1 મૌખીક અને 8 દસ્તાવેજી પુરાવાને આધારે જજ બી.સી.વાજાએ આરોપી સરોજબેનને દોષીત ઠેરવી 1 વર્ષની સજા ફટકારાઈ હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam
Read Full Story arrow_forward