android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
વડોદ પાસે મોબાઈલમાં અપશબ્દો કહેનારના ભાઈને 4 શખ્સોએ માર્યો
calendar_today March 2, 2026

વડોદ પાસે મોબાઈલમાં અપશબ્દો કહેનારના ભાઈને 4 શખ્સોએ માર્યો

ચુડા તાલુકાના ખાંડીયા ગામે રહેતા કરણભાઈ આબુભાઈ જીલીયા મજુરી કરે છે. તેમના ભાઈ રણજીતે વઢવાણ તાલુકાના વડોદ ગામે રહેતા અંબારામ સામતભાઈ મંદુરીયાને ફોનમાં અપશબ્દો કહ્યા હતા. તા. 26-2ના રોજ કરણભાઈ તેમના પિતરાઈ ભાઈ વિજય સાથે વઢવાણ તાલુકાના કારીયાણી ગામે પશુઓ જોવા ગયા હતા. જયાંથી બન્ને બાઈક પર પરત ખાંડીયા જતા હતા. જેમાં વડોદ ગામ પાસે એક હોટલ નજીક અંબારામ મંદુરીયા, જયસુખ સામતભાઈ મંદુરીયા, મેહુલ અંબારામભાઈ મંદુરીયા અને જયસુખનો દિકરો કટુ ઉભા હતા. તેઓએ કરણભાઈને ઉભા રખાવી તારો ભાઈ કેમ ફોનમાં અપશબ્દો કહે છે તેમ કહી લોખંડના પાઈપ, લાકડાના ધોકા, પ્લાસ્ટીકના પાઈપ વડે કરણભાઈનેમાર્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
Surat : ટેક્સટાઇલ માર્કેટમાં ફાગોત્સવ કાર્યક્રમ વિવાદમાં, બહારથી આવેલી યુવતીઓનો અશ્લિલ ડાન્સનો વીડિયો વાયરલ
calendar_today March 2, 2026

Surat : ટેક્સટાઇલ માર્કેટમાં ફાગોત્સવ કાર્યક્રમ વિવાદમાં, બહારથી આવેલી યુવતીઓનો અશ્લિલ ડાન્સનો વીડિયો વાયરલ

સુરતના ટેક્સટાઈલ માર્કેટમાં ફાગોત્સવના નામે આયોજિત એક કાર્યક્રમ વિવાદોમાં સપડાયો છે . સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ફાગોત્સવ દરમિયાન અશ્લિલ ડાન્સ થતો જોવા મળ્યો હતો. આ વીડિયોની ભારે ચર્ચા જોવા મળી રહીયુવતીઓનો અશ્લિલ ડાન્સ જોવા મળ્યો ફાગોત્સવમાં બહારથી આવેલી યુવતીઓનો અશ્લિલ ડાન્સ જોવા મળ્યો હતો અને કપાળે ચંદનના ટીક્કા અને 'તૂ ચીઝ બડી હૈ... ગીત પર ઠુમકા લગાવ્યા હતા  વેપારીઓએ મહિલાને આઈટમ સોંગ પર નચાવી સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓએ મહિલાને આઈટમ સોંગ પર નચાવી હતી અને ટોળું વળી સાથે મળીને મોજ માણી બહારથી યુવતીઓને બોલાવવામાં આવી ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓ દ્વારા આયોજિત ફાગોત્સવમાં બહારથી યુવતીઓને બોલાવવામાં આવી હોવાનું જાણવા મળે છે. વીડિયોમાં જોવા મળે છે કે વેપારીઓએ મહિલાઓની સાથે નાચતા-નાચતા અશ્લીલ હરકતો પણ કરી હતી. આ ઘટનાને ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન એટલે કે ફોસ્ટાના પ્રમુખે નિંદનીય ગણાવી છે.આ પણ વાંચો----    Gandhinagar : પ્રદેશ ભાજપે મોરચા પ્રભારીઓના નામની કરી જાહેરાત, ઘણા જૂના નેતાઓને પ્રભારી બનાવવામાં આવ્યા

Read Full Story arrow_forward
Pakistanના રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારીનો મોટો દાવો, કહ્યું 'ભારત વધુ એક યુદ્ધની તૈયારીમાં'
calendar_today March 2, 2026

Pakistanના રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારીનો મોટો દાવો, કહ્યું 'ભારત વધુ એક યુદ્ધની તૈયારીમાં'

પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારીએ દાવો કર્યો છે કે ભારત વધુ એક યુદ્ધની તૈયારી કરી રહ્યું છે. તેમને કહ્યું કે ભારતના નેતા યુદ્ધની વાતો કરી રહ્યા છે પણ એક એવા વ્યક્તિ તરીકે જે હંમેશા ક્ષેત્રીય શાંતિનું સમર્થક રહ્યું છે. તે આ રસ્તાની ભલામણ નહીં કરે. જરદારીએ સાથે જ કહ્યું કે પાકિસ્તાન ભારતની સાથે વાતચીત કરવા તૈયાર છે અને ક્ષેત્રીય સુરક્ષા માટે યુદ્ધની જગ્યાએ વાતચીત જ એકમાત્ર રસ્તો છે.દક્ષિણ એશિયામાં સુરક્ષાની સ્થિતિને લઈ તણાવ ઉભો થયો આસિફ અલી જરદારીએ કહ્યું કે મારો સંદેશ ભારત માટે છે કે તે યુદ્ધના માહોલમાંથી બહાર આવે અને સાર્થક વાતચીત કરે, કારણ કે તે શાંતિ અને સ્થિરતાનો રસ્તો છે. આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે, જ્યારે દક્ષિણ એશિયામાં સુરક્ષાની સ્થિતિને લઈ તણાવ ઉભો થયો છે. વિપક્ષના વિરોધ વચ્ચે જરદારીએ અફઘાનિસ્તાન માટે પણ નિવેદન આપ્યું છે. પાકિસ્તાનની શાંતિ ભંગ કરવાની પરવાનગી કોઈને આપવામાં નહીં આવે તેમને કહ્યું કે સરહદ પાર હુમલાને લઈ પાકિસ્તાનની સહનશીલતાની સરહદ પૂર્ણ થઈ ચૂકી છે. તેમને અફઘાન નેતૃત્વ પર દોહા કરારનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે અને કહ્યું કે અફઘાનિ ધરતીથી TTP અને બલોચિસ્તાન લિબરેશન આર્મી જેવા આતંકી સંગઠનોને આશ્રય મળી રહ્યો છે. કોઈને પણ ઘરેલુ કે વિદેશી તાકાતને પાડોશી ક્ષેત્રને પાકિસ્તાનની શાંતિ ભંગ કરવાની પરવાનગી આપવામાં નહીં આવે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ ઈરાનની વિરૂદ્ધ કરવામાં આવેલી સૈન્ય કાર્યવાહીની નિંદા કરી છે. તેમને ઈરાનની સંપ્રભુતાનું સમર્થન કર્યું અને ખામેનેઈના મોત પર શોક વ્યક્ત કર્યો છે. આ પણ વાંચો : Iran વિરૂદ્ધ અમેરિકાનું ઓપરેશન ચાલુ રહેશે, જરૂર પડશે તો સેના પણ ઉતારાશે: ડોનાલ્ડ ટ્રમ્પ

Read Full Story arrow_forward