android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Junagadh News: વંથલીના રમણીક વામજાની આગાહી, દરિયાકાંઠાના વિસ્તારોમાં વિનાશક વાવાઝોડાના સંકેત
calendar_today March 2, 2026

Junagadh News: વંથલીના રમણીક વામજાની આગાહી, દરિયાકાંઠાના વિસ્તારોમાં વિનાશક વાવાઝોડાના સંકેત

જૂનાગઢના વંથલી પંથકના જાણીતા આગાહીકાર રમણીક વામજાએ હોળીની જ્યોત અને અખાત્રીજના પવનના આધારે વર્ષ 2026 માટે ભવિષ્યવાણી જાહેર કરી છે. આ આગાહી મુજબ આગામી વર્ષ કુદરતી હોનારતો અને આર્થિક ઉતાર-ચઢાવથી ભરેલું રહેવાની શક્યતા છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો અને કૃષિ ક્ષેત્ર માટે આ વરતારો સાવચેતીના સંકેત આપી રહ્યો છે, કારણ કે હોળીની જ્વાળાઓ પરથી અતિવૃષ્ટિના પ્રબળ યોગ દેખાઈ રહ્યા છે.અખાત્રીજના પવને સૂચવી અતિશય ગરમી કુદરતી આફતોના વરતારા મુજબ, આ વર્ષે સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની શક્યતા છે, જેમાં વેરાવળ અને પોરબંદર જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં 60 ઈંચ જેટલો ભારે વરસાદ પડી શકે છે. અખાત્રીજના પવનો સૂચવે છે કે ઉનાળામાં અસહ્ય ગરમી પડશે, જ્યારે ચોમાસા દરમિયાન દરિયાકાંઠે વિનાશક વાવાઝોડાનો ખતરો મંડરાશે. ભાદરવા માસમાં હાથિયા નક્ષત્રનો વરસાદ ખેતીના પાકને મોટું નુકસાન પહોંચાડી શકે છે, જેના કારણે ખેડૂતો માટે આ વર્ષ 'મિશ્રિત ફળદાયી' રહેશે તેવું અનુમાન છે. ઓગસ્ટમાં ગ્રહણોથી વેપારમાં ભારે મંદી આર્થિક અને રાજકીય દ્રષ્ટિએ પણ આ વર્ષ પડકારજનક રહેવાની આગાહી છે. ઓગસ્ટ મહિનામાં આવનારા ગ્રહણોને કારણે વેપાર-ધંધામાં ભારે મંદીનો માહોલ જોવા મળી શકે છે, જ્યારે દેશમાં કોઈ મોટી અને પ્રભાવશાળી વ્યક્તિના અવસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય સ્તરે સરહદો પર તણાવ વધશે અને યુદ્ધના ભણકારા વાગવાની શક્યતા છે. આ પરંપરાગત આગાહીઓ ગ્રામીણ જનતામાં ચર્ચાનો વિષય બની છે, જે લોકોના આગામી આયોજનો પર મોટી અસર પાડી શકે છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Navsari : ચીખલીમાં લુખ્ખા તત્વોનો આતંક, ટેમ્પો ચાલકને પાછળથી હોર્ન મારી હેરાન કર્યા બાદ માર મરાયો
calendar_today March 2, 2026

Navsari : ચીખલીમાં લુખ્ખા તત્વોનો આતંક, ટેમ્પો ચાલકને પાછળથી હોર્ન મારી હેરાન કર્યા બાદ માર મરાયો

નવસારીના ચીખલી તાલુકામાં લુખ્ખા તત્વો દ્વારા ટેમ્પો ચાલક પર થયેલા હુમલાના મુદ્દે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે..ટેમ્પો ચાલકને માર માર્યો ચીખલી અટગામ માર્ગ પર આવેલ ખરેરા નદીના બ્રિજ પર આ ઘટના બની હતી, જ્યાં ધવલ આહિર નામના ટેમ્પો ચાલકને 10 થી વધુ લુખ્ખા તત્વોએ માર માર્યો હતો  પાછળથી હોર્ન મારીને હેરાન કરવામાં આવ્યો ઘટના મુજબ, ટેમ્પો ચાલક ધવલ આહિરને કારણ વગર પાછળથી હોર્ન મારીને હેરાન કરવામાં આવ્યો હતો અને ટેમ્પોના કાચ પથ્થર મારી તોડી નાંખ્યા હતાટેમ્પો ચાલકને લાકડાના ફટકા માર્યાત્યારબાદ 10થી વધુ લોકોએ ટેમ્પો ચાલકને લાકડાના ફટકા માર્યા હતા જેમાં ટેમ્પો ચાલક ધવલ આહિરની આંગળીમાં ફ્રેક્ચર થઇ ગયું હતું ચીખલી પોલીસમાં લેખિત રજૂઆત ટેમ્પો ચાલકે આ બાબતની ચીખલી પોલીસમાં લેખિત રજૂઆત કરી છે, અને આ લુખ્ખા તત્વોને ઝડપી લેવા અને કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ પણ વાંચો---    Gandhinagar : પ્રદેશ ભાજપે મોરચા પ્રભારીઓના નામની કરી જાહેરાત, ઘણા જૂના નેતાઓને પ્રભારી બનાવવામાં આવ્યા

Read Full Story arrow_forward
Rajkotના ગોંડલમાં ભેળસેળિયા તત્વો પર ત્રાટકી SOG: ડેરી પ્રોડક્ટના એકમમાં દરોડો પાડી લાખોનું શંકાસ્પદ ઘી જપ્ત
calendar_today March 2, 2026

Rajkotના ગોંડલમાં ભેળસેળિયા તત્વો પર ત્રાટકી SOG: ડેરી પ્રોડક્ટના એકમમાં દરોડો પાડી લાખોનું શંકાસ્પદ ઘી જપ્ત

રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. ગોંડલ તાલુકાના ગોમટા ચોકડી પાસે આવેલી 'કોરોવા મિલ્ક પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ' નામની કંપનીમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ ઓચિંતો દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી રાજકોટ રેન્જ આઈ.જી. અને જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ હાથ ધરવામાં આવી હતી, જેમાં નકલી કે શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો મળી આવતા પંથકમાં ખળભળાટ મચી ગયો છે.કુલ રૂ.1.59 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો દરોડા દરમિયાન SOG અને ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ વિભાગની સંયુક્ત ટીમે સ્થળ પરથી આશરે રૂ.1.59 લાખની કિંમતનો મુદ્દામાલ સીલ કર્યો છે. જેમાં 150 લિટર શંકાસ્પદ છુટું (લુઝ) ઘી અને 'પ્રસંગ દેશી ગાયનું ઘી' ના નામે વેચાતા પેકિંગનો સમાવેશ થાય છે. તપાસનીશ ટીમે ડેરી સંચાલક મુકેશભાઈ જમનભાઈ બાલધાની કડક પૂછપરછ હાથ ધરી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘીમાં વનસ્પતિ તેલ કે અન્ય જોખમી પદાર્થોની ભેળસેળ હોવાની શંકા સેવાઈ રહી છે, જેના કારણે સુરક્ષાના ભાગરૂપે તમામ જથ્થો કબ્જે લેવામાં આવ્યો છે. શંકાસ્પદ ઘીના નમૂના રિપોર્ટ માટે મોકલાયા આગળની કાયદેસરની કાર્યવાહી માટે ફૂડ વિભાગ દ્વારા શંકાસ્પદ ઘીના નમૂનાઓ લઈને પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, જો લેબ રિપોર્ટમાં ભેળસેળની પુષ્ટિ થશે તો જવાબદાર સંચાલકો વિરુદ્ધ કડક કાયદાકીય પગલાં ભરવામાં આવશે. હાલમાં આ ફેક્ટરીમાં ઉત્પાદન થતા અન્ય પદાર્થોની પણ તપાસ ચાલી રહી છે. આ કામગીરીથી સમગ્ર જિલ્લામાં ભેળસેળનો કાળો કારોબાર કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward