android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Sabarkantha : ખેડબ્રહ્માના આગિયામાં હોળીની અનોખી પંરપરા, ધગધગતા અંગારા પર લોકો ઉઘાડા પગે ચાલે છે
calendar_today March 2, 2026

Sabarkantha : ખેડબ્રહ્માના આગિયામાં હોળીની અનોખી પંરપરા, ધગધગતા અંગારા પર લોકો ઉઘાડા પગે ચાલે છે

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના આગિયામાં હોળીની અનોખી પંરપરા છે. અહી ધગધગતા અંગારા પર લોકો ઉઘાડા પગે ચાલે છે અને અંગારા પર ચાલવા છતાં કોઇ દાઝતા ન હોવાનો દાવો કરાયો છે. આ ચમત્કાર પાછળ હોલિકાદેવીનો પ્રતાપવાની માન્યતા છે.પાંડવકાળથી ચાલતી અંગારાં ઉપર ચાલવાની પરંપરા સમગ્ર વિશ્વમાં હોળીનો પર્વ ઉજવાઈ રહ્યો છે ત્યારે ખેડબ્રહ્માના આગિયામાં અનોખી હોળીનું દ્રશ્ય જોવા મળે છે. વનવાસી વિસ્તારમાં પાંડવકાળથી ચાલતી અંગારાં ઉપર ચાલવાની પરંપરા આજે પણ યથાવત છે. અદ્દભુત શ્રદ્ધા અને વિશ્વાસ હોલિકા દહન બાદ ધગધગતા અંગારાં પર લોકો ઉઘાડા પગે નિર્ભયતાથી ચાલે છે.અંગારાંની જ્વાળાઓ વચ્ચે ચાલતા ભક્તોમાં અદ્દભુત શ્રદ્ધા અને વિશ્વાસ જોવા મળે છે. હોલિકા દેવીનો પ્રતાપ માનવામાં આવે છે અંગારાં પર ચાલ્યા છતાં કોઈને ઈજા ન થતી હોવાનો દાવો સ્થાનિકો કરે છે.સ્થાનિકોના માનવા મુજબ આ ચમત્કાર પાછળ હોલિકા દેવીનો પ્રતાપ માનવામાં આવે છે. અંગારાં પર ચાલવાની પ્રતિજ્ઞા સાથે અહીં પહોંચે છે. આ અનોખી પરંપરા જોવા માટે રાજસ્થાન અને મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાંથી પણ ભક્તો ઉમટી પડે છે..હજારો લોકો માનતાઓ પૂર્ણ કરવા અને અંગારાં પર ચાલવાની પ્રતિજ્ઞા સાથે અહીં પહોંચે છે.... અનોખી હોળી આજે પણ લોકોમાં ભારે કુતૂહલ જગાવે છે. અંગારાંની ગરમી વચ્ચે ભક્તોના ચહેરા પર અડગ આસ્થા અને ઉત્સાહ છલકાય છે.શ્રદ્ધા, પરંપરા અને રોમાંચથી ભરપૂર આગિયાની આ અનોખી હોળી આજે પણ લોકોમાં ભારે કુતૂહલ જગાવે છે. આ પણ વાંચો----    Gandhinagar : પ્રદેશ ભાજપે મોરચા પ્રભારીઓના નામની કરી જાહેરાત, ઘણા જૂના નેતાઓને પ્રભારી બનાવવામાં આવ્યા

Read Full Story arrow_forward
Rajkotના ભગવતીપરામાં બે જૂથ વચ્ચે અથડામણ, વાહન પાર્કિંગના વિવાદમાં હોલિકા દહન સમયે પથ્થરમારો
calendar_today March 2, 2026

Rajkotના ભગવતીપરામાં બે જૂથ વચ્ચે અથડામણ, વાહન પાર્કિંગના વિવાદમાં હોલિકા દહન સમયે પથ્થરમારો

રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં હોળીના તહેવારની ઉજવણી વચ્ચે અચાનક હિંસા ફાટી નીકળતા શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હોલિકા દહનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો તે જ સમયે બે જૂથના યુવકો વચ્ચે નજીવી બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે જોતજોતામાં લોહિયાળ સંઘર્ષમાં ફેરવાઈ ગઈ હતી. આ ઘટનાને પગલે આસપાસના રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને તહેવારનો આનંદ ક્ષણવારમાં ભયમાં ફેરવાઈ ગયો હતો.ભગવતીપરા વિસ્તારમાં બે જૂથ વચ્ચે ઘર્ષણ ઘટના પાછળનું મુખ્ય કારણ વાહન પાર્કિંગ અને જૂની અદાવતમાં સામસામે જવાબ આપવાની બાબત હોવાનું સામે આવ્યું છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વાહનો પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે બે પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી, જે ઉગ્ર બનતા બંને જૂથના શખ્સો હથિયારો અને પથ્થરો સાથે સામસામે આવી ગયા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં યુવકો એકબીજા પર પ્રહારો કરતા જોઈ શકાય છે. જોકે, સ્થાનિક વડીલો અને નાગરિકોએ સમયસૂચકતા વાપરી બંને પક્ષોને છૂટા પાડ્યા હતા. બે જૂથના યુવકોને સ્થાનિકોએ છૂટા પાડ્યા ઘટનાની જાણ થતા જ રાજકોટ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસના ધાડેધાડા ભગવતીપરામાં ઉતારી દેવામાં આવ્યા હતા. હાલમાં સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે. પોલીસે વાયરલ વીડિયોના આધારે તોફાની તત્વોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે. શાંતિ ભંગ કરનારા શખ્સો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara : કલાલી-દરબાર ચોકડી ઉપર બાઇકરે મોપેડ ચાલકને અડફેટે લીધો, બાઈકરનો હેલ્મેટ કેમેરાનો વીડિયો વાયરલ
calendar_today March 2, 2026

Vadodara : કલાલી-દરબાર ચોકડી ઉપર બાઇકરે મોપેડ ચાલકને અડફેટે લીધો, બાઈકરનો હેલ્મેટ કેમેરાનો વીડિયો વાયરલ

વડોદરામાં સ્પોર્ટ્સ બાઈક ચલાવતા એક બાઈકરે કલાલી - દરબાર ચોકડી પર મોપેડ ચાલકને અડફેટે લઈ લીધો હતો. આ ઘટના સંબંધિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.રસ્તામાં મોપેડ ચાલકને લીધો અડફેટે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે એક બાઈકર ફુલ સ્પીડે પસાર થઇ રહ્યો છે. અને બાઈકર પાસેથી પસાર થઇ રહેલા મોપેડ ચાલકને અડફેટે લઇ લે છે શો બાજીનો વિડીયો હવે સજાનું માધ્યમ બનશે સોશયલ મીડિયા ગ્રુપમાં આ વીડિયો અપલોડ કરાતા ઝડપથી આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેના કારણે પોલીસ પણ ચોંકી ઉઠી છે. માંજલપુર પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. શો બાજીનો વિડીયો હવે સજાનું માધ્યમ બનશે આ પણ વાંચો----   Gandhinagar : પ્રદેશ ભાજપે મોરચા પ્રભારીઓના નામની કરી જાહેરાત, ઘણા જૂના નેતાઓને પ્રભારી બનાવવામાં આવ્યા

Read Full Story arrow_forward