android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: પાસપોર્ટ અને પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, પોલીસનો કાફલો ઘટના સ્થળે
calendar_today March 2, 2026

Surat News: પાસપોર્ટ અને પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, પોલીસનો કાફલો ઘટના સ્થળે

ડાયમંડ સિટી સુરતમાં છેલ્લા કેટલાક સમયથી બોમ્બના ધમકીભર્યા મેઈલ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. સોમવારે સુરત શહેરની નાનપુરા વિસ્તારમાં આવેલી મુખ્ય પાસપોર્ટ ઓફિસ અને પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ભારે ચકચાર મચી ગઈ છે. ધમકીભર્યો મેઈલ મળતા જ સુરત પોલીસ અને ડોગ સ્ક્વોડની ટીમ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે દોડી ગઈ હતી.નાનપુરા વિસ્તારમાં પોલીસનું સર્ચ ઓપરેશનધમકીભર્યા મેઈલને પગલે નાનપુરા પાસપોર્ટ ઓફિસ અને તેની બાજુમાં આવેલી પોસ્ટ ઓફિસમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. બિલ્ડિંગમાં હાજર તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢી પોલીસની ટિમ દ્વારા ખૂણે-ખૂણે તપાસ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં આ એક અફવા હોવાનું જણાઈ રહ્યું છે, પરંતુ પોલીસ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી.બે દિવસમાં બીજી વખત ધમકી મળતા ચિંતા વધી ચોંકાવનારી વાત એ છે કે, માત્ર બે દિવસ પહેલા જ પાસપોર્ટ ઓફિસને આ પ્રકારનો ધમકીભર્યો મેઈલ મળ્યો હતો. ફરી એકવાર તે જ ઓફિસ અને તેની સાથે પોસ્ટ ઓફિસને ટાર્ગેટ કરવામાં આવતા પોલીસ દ્વારા આ મેઈલના લોકેશન અને આઈપી એડ્રેસના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. વારંવાર મળી રહેલી આ ધમકીઓને પગલે લોકોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. પોલીસ કમિશનરની સૂચના મુજબ સાયબર ક્રાઈમ અને ટેકનિકલ ટીમો આ મેઈલ મોકલનાર શખ્સને ઝડપી પાડવા માટે રાત-દિવસ એક કરી રહી છે. હાલમાં બંને ઓફિસોના પરિસરમાં પોલીસ બંદોબસ્ત સઘન બનાવી દેવામાં આવ્યો છે. આ પણ વાંચો - Surat ક્રાઇમ બ્રાન્ચે સાધુના વેશમાં છેતરપિંડી કરતી 'મદારી ગેંગ'નો કર્યો પર્દાફાશ

Read Full Story arrow_forward
Gandhinagar : પ્રદેશ ભાજપે મોરચા પ્રભારીઓના નામની કરી જાહેરાત, ઘણા જૂના નેતાઓને પ્રભારી બનાવવામાં આવ્યા
calendar_today March 2, 2026

Gandhinagar : પ્રદેશ ભાજપે મોરચા પ્રભારીઓના નામની કરી જાહેરાત, ઘણા જૂના નેતાઓને પ્રભારી બનાવવામાં આવ્યા

ગુજરાત પ્રદેશ ભાજપે વિવિધ મોરચાઓ માટે નવા પ્રભારીના નામોની જાહેરાત કરી છે. આ પ્રભારીઓમાં પક્ષના જૂના નેતાઓની પસંદગી કરાઇ છે.શબ્દશરણ બ્રહ્મભટ્ટ મહિલા મોરચા પ્રભારી જાહેરાત મુજબ પૂર્વ મહામંત્રી શબ્દ શરણ બ્રહ્મભટ્ટને મહિલા મોરચા પ્રભારી મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. તો SC મોરચા પ્રભારી તરીકે પૂર્વ કિસાન મોરચા પ્રમુખને જવાબદારી સોંપાઇ છે. કિરીટ પટેલ યુવા મોરચા પ્રભારી વિસાવદર વિધાનસભા ચૂંટણી ઉમેદવાર અને પૂર્વ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલને યુવા મોરચા પ્રભારી બનાવવામાં આવ્યા છે તો એસ ટી મોરચા જવાબદારી ગીતા બેન રાઠવાને સોંપાઇ છે કિસાન મોરચાના પ્રભારી પદે ભરત પંડ્યા ઉપરાંત કિસાન મોરચાના પ્રભારી પદે ભરત પંડ્યાની નિમણુક કરાઈ છે અને લઘુમતી મોરચાના જવાબદારી રસિક પ્રજાપતિ ને સોંપાઈ છે.આ પણ વાંચો---    Banaskantha : પાલનપુરનો પટેલ પરિવાર દુબઈમાં અટવાયો, યુદ્ધની અસરને લઈને ફ્લાઇટ્સ બંધ થતાં ત્યાં જ રહેવું પડ્યું

Read Full Story arrow_forward
ગુજરાતમાં આધ્યાત્મિકતાની છોળો ઉછળી, ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના ‘સોકિંગ ઇન બ્લિસ’ કાર્યક્રમમાં હજારો ભક્તો ધ્યાન અને જ્ઞાનમાં તરબોળ
calendar_today March 2, 2026

ગુજરાતમાં આધ્યાત્મિકતાની છોળો ઉછળી, ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના ‘સોકિંગ ઇન બ્લિસ’ કાર્યક્રમમાં હજારો ભક્તો ધ્યાન અને જ્ઞાનમાં તરબોળ

વૈશ્વિક આધ્યાત્મિક ગુરુ અને આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના તાજેતરના ગુજરાત પ્રવાસ દરમિયાન સમગ્ર રાજ્યમાં ભક્તિ અને જ્ઞાનનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. વાસદ, સુરત અને અમદાવાદમાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં હજારો સાધકો અને યુવાનોએ ગુરુદેવના સાનિધ્યમાં શાંતિ અને આનંદનો અનુભવ કર્યો હતો.વાસદમાં આધ્યાત્મિક એકતાના દર્શન વાસદ આશ્રમ ખાતે ગુરુદેવે સ્વામિનારાયણ સંપ્રદાયના વરિષ્ઠ સંતો સાથે મુલાકાત કરી હતી, જે આધ્યાત્મિક એકતાનું પ્રતીક બની રહી હતી. અહીં 5,000થી વધુ ભક્તો અને સેંકડો યુવાનો સાથે સંવાદ કરતા ગુરુદેવે જણાવ્યું કે, જીવન દોડ નથી... જ્યારે મનમાં શાંતિ અને ધીરજ હોય, ત્યારે વસ્તુઓ સ્વાભાવિક રીતે પ્રસ્ફૂટિત થાય છે. આ કાર્યક્રમમાં અમેરિકા અને મેક્સિકો જેવા દેશોના આંતરરાષ્ટ્રીય સાધકો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ‘સોકિંગ ઇન બ્લિસ’: અમદાવાદ-સુરતમાં 12,000થી વધુની હાજરી સુરત અને અમદાવાદમાં આયોજિત વિશેષ કાર્યક્રમ ‘સોકિંગ ઇન બ્લિસ’ (Soaking in Bliss) માં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. 12,000 થી વધુ લોકોએ સંગીત, સત્સંગ અને ધ્યાન દ્વારા હળવાશનો અનુભવ કર્યો હતો. ગુરુદેવે હળવી શૈલીમાં જીવનનું દર્શન સમજાવતા કહ્યું કે, "ભગવાન કૃષ્ણ પર સમગ્ર વિશ્વની જવાબદારી હોવા છતાં તેઓ મોરપીછ જેટલા હળવા રહી શકે છે, તો આપણે કેમ નહીં? જાણો કે કોઈ દિવ્ય શક્તિ તમને હંમેશા સહારો આપી રહી છે." હાસ્ય અને સકારાત્મકતાનો સંદેશ ગુરુદેવે વિવિધતામાં એકતાનો મહિમા ગાતા જણાવ્યું કે ઈશ્વરે આ રંગબેરંગી વિશ્વ આનંદ માટે રચ્યું છે. તેમણે યુવાનોને પ્રેરણા આપતા કહ્યું કે જો કોઈ અપશબ્દ કહે, તો સામે સ્મિત આપો; જ્યાં હાસ્ય છે ત્યાં નકારાત્મકતા આપોઆપ ઓગળી જાય છે. પડકારો જ માનવીની સાચી શક્તિ ઉજાગર કરે છે તે વાત પર ભાર મૂકતા તેમણે રામ અને રાવણનું સચોટ ઉદાહરણ આપ્યું હતું. આ યાદગાર પ્રવાસથી ગુજરાતના હજારો લોકોના જીવનમાં નવી આશા અને શાંતિનો સંચાર થયો છે. આ પણ વાંચો - Surat News: પાસપોર્ટ અને પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, પોલીસનો કાફલો ઘટના સ્થળે

Read Full Story arrow_forward