android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: BRTS રુટ પર પ્રતિબંધ હોવા છતાં દોડી રહ્યા છે ખાનગી વાહનો
calendar_today March 2, 2026

Surat News: BRTS રુટ પર પ્રતિબંધ હોવા છતાં દોડી રહ્યા છે ખાનગી વાહનો

સુરત શહેરમાં ટ્રાફિક પોલીસની નિષ્ક્રિયતા સામે આવી છે. શહેરના બીઆરટીએસ કોરિડોરમાં ખાનગી વાહનો બેરોકટોક દોડી રહ્યાં છે. જેના કારણે વારંવાર અકસ્માતોના બનાવો સામે આવતા હોય છે. રવિવારે બપોરે જહાંગીરપુરાથી અલથાણા જતી બસને કૈલાસનગર પાસે અકસ્માત નડ્યો હતો. રોંગ સાઈડમાં આવી રહેલા ટેમ્પોએ બસને ટક્કર મારી હતી. જેના કારણે બસના આગળના ભાગને નુકસાન પહોંચ્યું હતું. ટેમ્પો ચાલકે બસને ટક્કર મારી સુરતમાં જહાંગીરપુરમાં બીઆરટીસ બસના કોરિડોરમાં ખાનગી વાહનો બેરોકટોક દોડી રહ્યાં છે. રવિવારે બપોરના સમયે બીઆરટીએસ કોરિડોરમાં રોંગ સાઈડમાં આવી રહેલા એક ટેમ્પો ચાલકે બસને ટક્કર મારી હતી. જેના કારણે બસના આગળના ભાગને નુકસાન પહોંચ્યું હતું. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. અકસ્માત એટલો ભયંકર હતો કે બસના કાચ તૂટીને રસ્તા પર વેરવિખેર થઈને પડ્યા હતાં. 

Read Full Story arrow_forward
Ahmedabad News: કોલેજિયન યુવતી પાસેથી પ્રોડક્ટમાં રોકાણના બહાને બહેનપણીએ 6 લાખના દાગીના પડાવ્યા
calendar_today March 2, 2026

Ahmedabad News: કોલેજિયન યુવતી પાસેથી પ્રોડક્ટમાં રોકાણના બહાને બહેનપણીએ 6 લાખના દાગીના પડાવ્યા

અમદાવાદ શહેરમાં વધુ એક છેતરપિંડીની ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં કોલેજમાં અભ્યાસ કરતી એક માસૂમ યુવતીને તેની જ મિત્રએ વિશ્વાસમાં લઈને લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. 'ફોર એવર લિવિંગ' નામની પ્રોડક્ટમાં રોકાણ કરવાથી મોટો ફાયદો થશે, તેવી લાલચ આપીને યુવતીના સોનાના દાગીના ગીરવે મુકાવી દેવામાં આવ્યા હતા, જે બાદમાં પરત ન આપીને છેતરપિંડી આચરવામાં આવી છે.બહેનપણી અને તેના સાગરીતે ખેલ્યો ખેલ ઘટનાની મળતી માહિતી અનુસાર, ભોગ બનનાર યુવતીની મિત્ર માલિની પંડ્યાએ તેને પ્રોડક્ટ્સમાં રોકાણ કરવા માટે લલચાવી હતી. રોકાણ માટે નાણાં ન હોવાથી માલિનીએ યુવતીને તેના દાગીના ગીરવે મૂકવા માટે દબાણ કર્યું હતું. આ દરમિયાન જય નાગર નામના યુવકે મધ્યસ્થી બનીને અંદાજે 6 લાખ રૂપિયાની કિંમતના દાગીના લઈ લીધા હતા અને તેના બદલામાં રોકાણ માટે જરૂરી રકમ આપવાનું વચન આપ્યું હતું. રામોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ યુવતીએ જ્યારે પોતાના દાગીના કે તેના બદલામાં મળવાપાત્ર રકમની માંગણી કરી, ત્યારે માલિની અને જયે તેને ગોળ-ગોળ જવાબો આપી છેતરપિંડી કરી હતી. અંતે ન્યાય ન મળતા યુવતીએ અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીની કલમો હેઠળ ગુનો નોંધી માલિની પંડ્યા અને જય નાગરની શોધખોળ હાથ ધરી છે. આ કિસ્સો સોશિયલ મીડિયા કે મિત્ર વર્તુળમાં થતા આંધળા વિશ્વાસ સામે લાલબત્તી સમાન છે. પોલીસ હાલ આ મામલે વધુ પુરાવા એકત્ર કરી રહી છે. આ પણ વાંચો - Ahmedabad : વિદ્યાના ધામને કલંકિત કરતી ઘટના, ગુજરાત કોલેજ કેમ્પસમાં દારૂની ખાલી બોટલો મળી

Read Full Story arrow_forward
Gandhinagar News : ગુજરાત શહેરી વિકાસ મિશન (GUDM)ને મળશે બેસ્ટ કમ્યુનિટી ઇમ્પેક્ટ પ્રોજેક્ટ એવોર્ડ
calendar_today March 2, 2026

Gandhinagar News : ગુજરાત શહેરી વિકાસ મિશન (GUDM)ને મળશે બેસ્ટ કમ્યુનિટી ઇમ્પેક્ટ પ્રોજેક્ટ એવોર્ડ

તેના માટે ગુજરાત શહેરી વિકાસ મિશન (GUDM) દ્વારા મોટા શહેરોની સાથે રાજ્યના નગરપાલિકા ક્ષેત્રોમાં પણ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને યોગ્ય આયોજનથી નાગરિકોની સુખાકારીમાં વધારો કરવામાં આવી રહ્યો છે. અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ કમાન્ડ અને કન્ટ્રોલ સેન્ટરનું નિર્માણ શહેરી વિકાસ માટે રાજ્ય સરકારના આયોજનની નોંધ લઇને ઇન્ડિયા વોટર ફાઉન્ડેશન (IWF) દ્વારા ગુજરાતની 156 નગરપાલિકાઓમાં ગટર નેટવર્કની સફાઈ કામગીરીના નિરીક્ષણ માટે બનાવવામાં આવેલા ઇન્ટિગ્રેટેડ કમાન્ડ અને કન્ટ્રોલ સેન્ટર માટે ‘બેસ્ટ કમ્યુનિટી ઇમ્પેક્ટ પ્રોજેક્ટ એવોર્ડ’આપવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી કનુભાઇ દેસાઇના દિશાનિદર્શનમાં અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ કમાન્ડ અને કન્ટ્રોલ સેન્ટરનું નિર્માણ કરીને ટેક્નોલોજીના ઉપયોગથી કામગીરીને વધુ સુદૃઢ બનાવવામાં આવી છે. રાજ્યની નગરપાલિકાઓમાં ગટર નેટવર્કનું મેન્ટેનન્સ વધુ સારી રીતે થઇ રહ્યું છે પાણીના પુન:ઉપયોગના લીધે લાખો લીટર પાણીને બચાવવામાં પણ સફળતા મળી છે. ટેક્નોલોજીના સમન્વયથી વધુ સારી રીતે કામગીરીનું નિરીક્ષણ શક્ય બન્યું છે અને પર્યાવરણને અનુકૂળ શહેરી વિકાસના વિઝનને સાર્થક બનાવવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારની આ કામગીરીની નોંધ લઇને બેસ્ટ કમ્યુનિટી ઇમ્પેક્ટ પ્રોજેક્ટ માટેનો જ્યુરી એવોર્ડ આપવામાં આવ્યો છે. ઇન્ડિયા વોટર ફાઉન્ડેશન દ્વારા 6 અને 7 માર્ચના રોજ નવી દિલ્હી ખાતે વોટર ટ્રાન્સવર્સાલિટી ગ્લોબલ એવોર્ડ્સ અને કોન્ક્લેવ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ક્લેવ દરમિયાન GUDMને ‘બેસ્ટ કમ્યુનિટી ઇમ્પેક્ટ પ્રોજેક્ટ એવોર્ડ’ આપવામાં આવશે. આ પણ વાંચો : Ahmedabad News : 8 વર્ષના બાળકનો જોખમી મોટા આંતરડાનો પોલીપ (ગાંઠ) સફળતાપૂર્વક ઓપન સર્જરી વગર એન્ડોસ્કોપીથી દૂર કરાઈ

Read Full Story arrow_forward