android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Botad News : બરવાળા તાલુકાનો ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ' 25 એપ્રિલના રોજ યોજાશે
calendar_today March 2, 2026

Botad News : બરવાળા તાલુકાનો ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ' 25 એપ્રિલના રોજ યોજાશે

બરવાળા તાલુકાનાં આ તાલુકા કક્ષાનાં જાહેર ફરિયાદ નિવારણ (“સ્વાગત“) કાર્યક્રમમાં બરવાળા તાલુકાના નાગરીકો તેમને રોજીંદા જીવનને સ્પર્શતા પ્રશ્નો, લાંબા સમયથી પડતર પ્રશ્નો, કે તે સિવાયની અન્ય વ્યકતિગત ફરીયાદ કે જેનો સ્થાનિક તંત્ર દ્વારા અરજી કરવા છતાં નિકાલ ન કરવામાં આવતો હોય તેવા પ્રશ્નો રજૂ કરી શકે છે. બરવાળા તાલુકાનાં સમગ્ર નાગરિકોને રોજીંદા જીવનને સ્પર્શતાં પ્રશ્નોનું નિરાકરણ આવશે સ્થાનિક તંત્રની લોકો પ્રત્યેની જવાબદેહીતા તથા જનસંવેદના ધ્યાને લઇ તમામ પ્રશ્નોનો નિયમોનુસાર નિકાલ કરવામાં આવશે. આવા પ્રશ્નો માટેની અરજી તારીખ ૧૦/૦૩/૨૦૨૬ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય સવારનાં ૧૧:૦૦ કલાકથી સાંજના ૦૫:૦૦ કલાક સુધી સ્વીકારવામાં આવશે. જેની નાગરીકોએ નોંધ લેવા મામલતદાર, બરવાળા દ્વારા જણાવવામાં આવે છે. આ પણ વાંચો : Gandhinagar News : ગુજરાત શહેરી વિકાસ મિશન (GUDM)ને મળશે બેસ્ટ કમ્યુનિટી ઇમ્પેક્ટ પ્રોજેક્ટ એવોર્ડ

Read Full Story arrow_forward
Gujarat News: ફેબ્રુઆરી 2026માં રાજ્યને GST હેઠળ 7598 કરોડની આવક થઈ, ગત વર્ષ કરતાં 19 ટકા વધુ
calendar_today March 2, 2026

Gujarat News: ફેબ્રુઆરી 2026માં રાજ્યને GST હેઠળ 7598 કરોડની આવક થઈ, ગત વર્ષ કરતાં 19 ટકા વધુ

ગુજરાતમાં ફેબ્રુઆરી 2026માં GSTની આવકમાં 19 ટકાનો વધારો થયો છે. રાજ્યને GST હેઠળ 7598 કરોડની આવક થવા પામી છે. ગત વર્ષ થયેલી 6396 કરોડની આવક કરતાં આ વખતે 19 ટકા વધુ થઈ છે. ફેબ્રુઆરી 2026માં રાષ્ટ્રીય કક્ષાએ GSTની આવકનો ગ્રોથ 8 ટકા થયો છે. ગુજરાતને GST હેઠળ 7598 કરોડની આવક થઈ ચાલુ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં ગુજરાતને વેટ હેઠળ 2831 કરોડની આવક થઈ છે. જ્યારે વિદ્યુત શુલ્ક હેઠળ 905 કરોડ અને વ્યવસાય વેરા હેઠળ 23 કરોડની આવક થવા પામી છે. રાજ્યની GSTની આવકમાં વધારો થતાં સરકારે માહિતી જાહેર કરી છે. રાજ્યમાં કર વિભાગને વિવિધ વેરા થકી 11358 કરોડની આવક થઈ છે. આ પણ વાંચોઃ Iran Israel Conflict: દુબઈમાં વિમાની સેવા બંધ હોવાથી અનેક ગુજરાતીઓ ફસાયા, પરત આવવા સરકારને કરી રજૂઆત

Read Full Story arrow_forward
Dwarka News: ભાણવડ પોલીસનો સપાટો, વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી
calendar_today March 2, 2026

Dwarka News: ભાણવડ પોલીસનો સપાટો, વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે પોલીસ સતર્ક બની છે. ભાણવડ પોલીસની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી, ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે ગળું ગામ પાસે એક શંકાસ્પદ i20 કારને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસને જોઈ બુટલેગરે કાર ભગાવતા પોલીસ દ્વારા ફિલ્મી ઢબે પીછો કરવામાં આવ્યો હતો.4.78 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત પોલીસના ડરથી બુટલેગર પોતાની i20 કાર માર્ગ પર જ છોડીને અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો. પોલીસ દ્વારા જ્યારે કારની તલાશી લેવામાં આવી, ત્યારે તેમાંથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની 62 બોટલો મળી આવી હતી. પોલીસે રૂપિયા 28,100ની કિંમતનો દારૂ અને રૂપિયા 4,50,000ની કિંમતની કાર મળી કુલ રૂપિયા 4,78,100નો મુદ્દામાલ કબજે કર્યો છે. બુટલેગરને પકડવા તપાસ તેજ ભાણવડ પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસે ફરાર થઈ ગયેલા બુટલેગરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. ગાડીના રજિસ્ટ્રેશન નંબરના આધારે તેના માલિક સુધી પહોંચવા અને આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તથા કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસની આ ત્વરિત કામગીરીથી સ્થાનિક બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ પણ વાંચો - Dwarka News: ખંભાળીયામાં તસ્કરોનો આતંક, ત્રણ જગ્યાએ કરી ચોરી

Read Full Story arrow_forward