android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : 8 વર્ષના બાળકનો જોખમી મોટા આંતરડાનો પોલીપ (ગાંઠ) સફળતાપૂર્વક ઓપન સર્જરી વગર એન્ડોસ્કોપીથી દૂર કરાઈ
calendar_today March 2, 2026

Ahmedabad News : 8 વર્ષના બાળકનો જોખમી મોટા આંતરડાનો પોલીપ (ગાંઠ) સફળતાપૂર્વક ઓપન સર્જરી વગર એન્ડોસ્કોપીથી દૂર કરાઈ

આ સિદ્ધિ હોસ્પિટલ માટે ખૂબ ગૌરવપૂર્ણ છે તેમ સિવિલ હોસ્પિટલ રાકેશ જોષીએ જણાવ્યું હતું. કે, વ્યવસાયે ટેલર અને ખાનગી કંપનીમાં કર્મચારી એવા જિગ્નેશ પ્રજાપતિના ૮ વર્ષીય પુત્ર પ્રણવ પ્રજાપતિને છેલ્લા ત્રણ મહિનાથી ગુદામાર્ગથી રક્તસ્રાવ તથા પેટમાં તીવ્ર દુખાવાની સમસ્યા હતી. કોલોનોસ્કોપિક પોલીપેક્ટોમીની આધુનિક પદ્ધતિથી શસ્ત્રક્રિયા કરવામાં આવી સ્થાનિક સ્તરે દવાઓથી સારવાર કરાઈ છતાં રાહત ન મળતા, બાળકને સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવ્યો. વિસ્તૃત તપાસ દરમિયાન બાળકની ટ્રાંસવર્સ કોલોન એટલે કે મોટા આંતરડા ના ભાગમાં એક મોટો પોલીપ હોવાનું નિદાન થયું. તારીખ ૧૨ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ ડૉ. રાકેશ જોશી (બાળરોગ સર્જન), ડૉ. ભૂમિત પટેલ (ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ) અને ડૉ. સીમા ગાંધી (એનેસ્થેટિસ્ટ)ની નિષ્ણાત ટીમ દ્વારા કોલોનોસ્કોપિક પોલીપેક્ટોમીની આધુનિક પદ્ધતિથી શસ્ત્રક્રિયા કરવામાં આવી. હાલ બાળક સંપૂર્ણપણે સ્થિર અને સ્વસ્થ છે ગેસ્ટ્રોફિઝિયન Dr ભૂમિત પટેલ સાથે મળી ને આ પ્રથમ therapeutic કોલોનોસ્કોપી સિવિલ હોસ્પિટલ ના પીડિયાટ્રિક સર્જરી વિભાગમાં કરવામાં આવી. અત્રે ખાસ નોંધનીય બાબત એ છે કે, સિવિલ હોસ્પિટલમાં આટલા મોટા કદના પોલીપને કોલોનોસ્કોપી દ્વારા દૂર કરવાની આ પ્રથમ સફળ ઘટના છે. શસ્ત્રક્રિયા સંપૂર્ણપણે સફળ રહી અને ત્યારબાદનો સમયગાળો કોઈપણ કોમ્પ્લિકેશન વગર પસાર થયો. બાયોપ્સી રિપોર્ટમાં પોલીપ “બિનાઇન” એટલે કે સાદી ગાંઠ હોવાનું પુષ્ટિ થઈ. આ સર્જરી પછી બાળકને હવે ગુદા માર્ગથી કોઈ રક્તસ્રાવ થયો નથી અને હાલ બાળક સંપૂર્ણપણે સ્થિર અને સ્વસ્થ છે તેમ ડોક્ટર જોશી એ જણાવ્યું હતું રાજ્યની સરકારી આરોગ્ય સેવાઓમાં એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન સમાન સિવિલ અમદાવાદમાં આ નવી સુવિધા શરૂ થતાં હવે બાળકોમાં કોલોનિક પોલીપ જેવી જટિલ સમસ્યાઓ તેમજ ડિયગ્નોસ્ટિક કોલોનોસ્કોપી થઈ સક્સે અને ઓપન સર્જરીની જરૂરિયાત ઘટાડાશે અને ઓછા દુખાવા, ઓછા જોખમ અને ઝડપી સ્વસ્થતા સાથે આ સારવાર શક્ય બનશે. સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગની આ ઉપલબ્ધિ રાજ્યની સરકારી આરોગ્ય સેવાઓમાં એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન સમાન છે. આ પણ વાંચો : Ahmedabad News : તથ્ય પટેલે ઈસ્કોન બ્રિજ પર કરેલ અકસ્માતનો કેસ, અત્યાર સુધી 11 સાક્ષીઓએ કોર્ટમાં આપી જુબાની

Read Full Story arrow_forward
Tharad News: જીવના જોખમે મુસાફરી! પિકઅપ ડાલામાં ઘેટાં-બકરાની જેમ પેસેન્જરો ભરાયા
calendar_today March 2, 2026

Tharad News: જીવના જોખમે મુસાફરી! પિકઅપ ડાલામાં ઘેટાં-બકરાની જેમ પેસેન્જરો ભરાયા

બનાસકાંઠાના સરહદી થરાદ અને વાવ પંથકમાં ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડાવતો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. માલસામાનની હેરફેર માટે વપરાતા પિકઅપ ડાલામાં ક્ષમતા કરતા અનેકગણા વધુ મુસાફરોને બેસાડીને 'મોતની મુસાફરી' કરાવવામાં આવી રહી છે. આ વીડિયો વાયરલ થતા સ્થાનિક તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે.નાના બાળકો અને મહિલાઓના જીવ જોખમમાં વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક નાના પિકઅપ ડાલામાં નાના ભૂલકાઓ, મહિલાઓ અને વૃદ્ધોને જોખમી રીતે બેસાડવામાં આવ્યા છે. વાહનની ઉપર અને પાછળ લટકીને મુસાફરી કરતા લોકોના જીવ ગમે ત્યારે જોખમાઈ શકે તેવી સ્થિતિ છે. માત્ર માલસામાન માટે પરવાનગી ધરાવતા આ વાહનોમાં પેસેન્જરોની બેફામ હેરાફેરી થઈ રહી છે. તંત્રની મીઠી નજર હેઠળ કાયદાના ધજાગરા? સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, જવાબદાર તંત્ર અને RTO વિભાગના નાક નીચે આ પ્રકારની જોખમી હેરાફેરી છડેચોક ચાલી રહી છે. સરહદી વિસ્તારમાં વાહન ચાલકો વધુ કમાણીની લાલચમાં નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. સવાલ એ ઉઠી રહ્યો છે કે જો આ મોતની મુસાફરીમાં કોઈ મોટી દુર્ઘટના કે જાનહાની થશે, તો તેનો જવાબદાર કોણ? કડક કાર્યવાહીની માગ વારંવાર બનતી આવી ઘટનાઓ અને વાયરલ વીડિયો બાદ હવે જનતા માંગ કરી રહી છે કે પોલીસ અને RTO વિભાગ માત્ર કાગળ પર નહીં પણ રસ્તા પર ઉતરીને આવા બેફામ વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરે. જો સમય રહેતા આવા જોખમી વાહનો પર લગામ નહીં કસવામાં આવે તો મોટી જાનહાની થવાની ભીતિ સેવાઈ રહી છે. આ પણ વાંચો - Vav Tharad News: ઢીમા ખાતે ઢેમેચા પરિવારે પોલીસ બંદોબસ્ત સાથે ધરણીધર મંદિરમાં પૂજા કરી

Read Full Story arrow_forward
Bharuch News: ભીમપુરા પાસે નર્મદા કેનાલમાં મોટું ગાબડું, હજારો લીટર પાણીનો વેડફાટ
calendar_today March 2, 2026

Bharuch News: ભીમપુરા પાસે નર્મદા કેનાલમાં મોટું ગાબડું, હજારો લીટર પાણીનો વેડફાટ

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ભીમપુરા પાસે પસાર થતી નર્મદા નિગમની નહેરમાં ફરી એકવાર ગાબડું પડવાની ઘટના સામે આવી છે. આ ગાબડાને કારણે હજારો લીટર કિંમતી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, જેને પગલે સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નવાઈની વાત એ છે કે, આ નહેરનું રિપેરિંગ માત્ર એક વર્ષ પહેલાં જ કરવામાં આવ્યું હતું, છતાં ગાબડું પડતા કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઉઠી રહ્યા છે.તંત્રના પાપે ખેડૂતો પાયમાલ નહેરમાં ગાબડું પડવાને કારણે છેવાડાના ગામડાઓના ખેડૂતો સુધી સિંચાઈનું પાણી પહોંચતું અટકી ગયું છે. એક તરફ ખેડૂતો પાણી વિના હેરાન થઈ રહ્યા છે, તો બીજી તરફ તંત્રની બેદરકારીને કારણે પાણી વહી રહ્યું છે. નર્મદા નિગમ દ્વારા નહેરની સાફ-સફાઈના મોટા-મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતામાં નહેરો ઉપર બાવળોની જાળીઓ જામી ગઈ છે, જે તંત્રની નિષ્ફળતા છતી કરે છે. ખેડૂતોએ તાળાબંધીની ચીમકી આ ગંભીર બેદરકારી સામે આમોદ ખેડૂતો મેદાને આવી છે. ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, જો વહેલી તકે નર્મદા નિગમ દ્વારા આ નહેરનું સમારકામ કરવામાં નહીં આવે અને ખેડૂતોને પાણી આપવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ખેડૂતો દ્વારા નર્મદા નિગમની કચેરીને તાળાબંધી કરવામાં આવશે. હાલમાં તો નહેરમાંથી પાણી વહી રહ્યું છે અને ખેડૂતો પોતાનો પાક બચાવવા માટે ચિંતાતુર બન્યા છે. હવે જોવાનું એ રહે છે કે ઊંઘતું તંત્ર આ મામલે કેટલી ઝડપથી સફાળું જાગે છે. આ પણ વાંચો - Bharuch News: અડગ માનવીને હિમાલય પણ નડતો નથી! અકસ્માતમાં ઘાયલ થયા બાદ પણ બોર્ડની પરીક્ષા આપવા પહોંચી વિદ્યાર્થિની

Read Full Story arrow_forward