android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Limbdi: માનસિક બીમારીએ લીધો એક જિંદગીનો ભોગ, વઢવાણ પાસે 32 વર્ષીય મહિલાએ ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું
calendar_today March 2, 2026

Limbdi: માનસિક બીમારીએ લીધો એક જિંદગીનો ભોગ, વઢવાણ પાસે 32 વર્ષીય મહિલાએ ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અને વઢવાણ વચ્ચે આજે વહેલી સવારે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વઢવાણ નજીક આવેલા 14 નંબરના રેલવે ફાટક પાસે એક 32 વર્ષીય મહિલાએ ટ્રેન નીચે પડતું મૂકીને પોતાની જીવનલીલા સંકેલી લીધી છે. આ ઘટનાને પગલે રેલવે પોલીસ અને સ્થાનિક તંત્ર ઘટનાસ્થળે દોડી આવ્યું હતું.માનસિક બીમારીએ જીવ લીધોમળતી પ્રાથમિક માહિતી મુજબ, મૃતક મહિલાની ઓળખ સુનિતાબેન અર્જુનભાઈ નગવાડિયા (ઉંમર 32 વર્ષ) તરીકે થઈ છે, જેઓ ખારવા ગામના રહેવાસી હતા. તેઓ છેલ્લા કેટલાક સમયથી માનસિક બીમારીથી પીડાતા હોવાનું જાણવા મળ્યું છે. આજે વહેલી સવારે જ્યારે સુરત-મહુવા ટ્રેન પસાર થઈ રહી હતી, ત્યારે સુનિતાબેને અચાનક ટ્રેક પર પડતું મૂક્યું હતું, જેમાં તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.પોલીસનો તપાસનો ધમધમાટઘટનાની જાણ થતા જ રેલવે પોલીસ અને વઢવાણ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) માટે લીંબડીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. વઢવાણ પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કે આપઘાત પાછળ માનસિક બીમારી સિવાય અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ.આ પણ વાંચો: Surat: BRTS કોરિડોરમાં રોંગ સાઈડમાં ધસી આવેલા ટેમ્પોએ બસને ઉડાવી, ભયાનક અકસ્માતના CCTV આવ્યા સામે

Read Full Story arrow_forward
Bhavnagar News: બનાસ ડેરીના દૂધના ટેન્કરમાં વિદેશી દારૂની હેરાફેરી, 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત
calendar_today March 2, 2026

Bhavnagar News: બનાસ ડેરીના દૂધના ટેન્કરમાં વિદેશી દારૂની હેરાફેરી, 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રાજ્યમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અવનવી તરકીબો અજમાવી રહ્યા છે, પરંતુ સ્ટેટ મોનિટરિંગ સેલે તેમની આ યોજના પર પાણી ફેરવી દીધું છે. ભાવનગરના વરતેજ પાસે SMC ની ટીમ દ્વારા મળેલી ચોક્કસ બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન બનાસ ડેરીના માર્કવાળા દૂધના ટેન્કરમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે.બાડમેરથી ભાવનગર આવી રહ્યો હતો દારૂ ઘટનાની મળતી માહિતી અનુસાર, આ દૂધનું ટેન્કર રાજસ્થાનના બાડમેરથી નીકળ્યું હતું અને ભાવનગર તરફ આવી રહ્યું હતું. પોલીસને શંકા ન જાય તે માટે બુટલેગરોએ દૂધના ટેન્કરનો સહારો લીધો હતો. જોકે, SMC ની ટીમે વોચ ગોઠવીને ટેન્કરને આંતર્યું હતું. ટેન્કરની તપાસ કરતા અંદરથી દૂધને બદલે વિદેશી દારૂની પેટીઓ મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. 78 લાખનો દારૂ અને કુલ 1 કરોડનો મુદ્દામાલ પોલીસ દ્વારા ટેન્કરમાંથી આશરે 78 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કરી લેવામાં આવ્યો છે. દારૂ, ટેન્કર અને અન્ય સામગ્રી મળીને પોલીસે કુલ 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે લીધો છે. આ મામલે પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે અને તેની પૂછપરછ હાથ ધરી છે કે, આ દારૂનો જથ્થો ભાવનગરમાં કોને સપ્લાય કરવાનો હતો. બુટલેગરોની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ બનાસ ડેરીના ટેન્કરનો ઉપયોગ કરીને દારૂની હેરાફેરી કરવાના આ કૌભાંડે સુરક્ષા એજન્સીઓને સતર્ક કરી દીધી છે. SMC ની આ સફળ કાર્યવાહીથી સ્થાનિક પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે. હાલમાં વરતેજ પોલીસ મથકે આ અંગે ગુનો નોંધવાની તજવીજ ચાલી રહી છે. આ પણ વાંચો - Bhavnagar: યાર્ડમાં આજથી 7 દિવસનું મિની વેકેશન, હોળી-ધૂળેટીના તહેવારોને લઈ હરાજીના કામકાજ બંધ રહેશે

Read Full Story arrow_forward
Ahmedabad News : ગુજરાત મહેસૂલ પંચ, અમદાવાદ દ્વારા આગામી 11 મે થી 7 જૂન સુધી ઉનાળુ વેકેશન રહેશે
calendar_today March 2, 2026

Ahmedabad News : ગુજરાત મહેસૂલ પંચ, અમદાવાદ દ્વારા આગામી 11 મે થી 7 જૂન સુધી ઉનાળુ વેકેશન રહેશે

ગુજરાત મહેસૂલ પંચ, અમદાવાદ દ્વારા વર્ષ ૨૦૨૬ માટે ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત હાઈકોર્ટના નોટિફિકેશન અને મહેસૂલ વિભાગના નિયમોને ધ્યાને રાખીને આગામી તા. ૧૧ મે થી ૦૭ જૂન, ૨૦૨૬ દરમિયાન ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે, તેમ ગુજરાત મહેસૂલ પંચ, અમદાવાદની યાદીમાં જણાવાયું છે. અપીલ કે રિવિઝન અરજીઓ વગેરે સ્વીકારવા માટેની વ્યવસ્થા કરવામાં આવી યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર આ વેકેશન દરમિયાન અરજન્ટ હિયરિંગના કેસો જે કામચલાઉ મનાઈ હુકમવાળા તથા જે કેસોમાં વેકેશન પહેલા બંને પક્ષકારોએ સંમતિ આપી હોય અને તે સંમતિ પંચ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવી હોય તેવા કેસો સિવાયની સુનાવણીની કોઈ કામગીરી હાથ ધરવામાં આવશે નહીં. વધુમાં,આ વેકેશન દરમિયાન ગુજરાત મહેસૂલ પંચની કચેરીના કામકાજનો સમય રજાના દિવસો સિવાય સવારે ૧૦:૩૦ કલાકથી સાંજે ૬:૧૦ કલાક સુધીનો રહેશે. આ સમય દરમિયાન અપીલ કે રિવિઝન અરજીઓ વગેરે સ્વીકારવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી અરજદારોને કોઈ મુશ્કેલી ન પડે. આ પણ વાંચો : Dahod News : દાહોદમાં હિટ એન્ડ રનમાં એકનું મોત, કારે રાહદારીને ટક્કર મારી 500 મીટર ઢસડયો

Read Full Story arrow_forward