android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Israel Iran War: લાલ ચોક એરિયા સીલ, ખામેનેઈના મોત પછી શ્રીનગરમાં સઘન બંદોબસ્ત
calendar_today March 2, 2026

Israel Iran War: લાલ ચોક એરિયા સીલ, ખામેનેઈના મોત પછી શ્રીનગરમાં સઘન બંદોબસ્ત

ભારતમાં પણ અનેક સ્થળોએ શિયા સમુદાયના લોકોએ શોક અને નારાજગી વ્યક્ત કરી છે. શ્રીનગરથી લઈને લખનૌ સુધી શિયા મુસ્લિમ સમુદાયના લોકો રસ્તા પર ઉતરી આ ઘટનાનો વિરોધ નોંધાવ્યો હતો.જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં અનેક પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા હવે પ્રદર્શનને ધ્યાનમાં રાખીને જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં અનેક પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. વિરોધ રોકવા માટે Lal Chowk વિસ્તારને પ્રશાસને સીલ કરી દીધો છે. ક્લોક ટાવર આસપાસ પણ સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે. આ ઉપરાંત, સ્કૂલ અને કોલેજોને બે દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે અને કાલે તમામ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. University of Kashmir એ પણ પોતાની પરીક્ષાઓ સ્થગિત કરી દીધી છે.અલગ-અલગ સ્થળોએ વિરોધ ખામેનેઈના નિધનની ખબર બાદથી દેશના અનેક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન થયા છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં પણ શિયા સમુદાયના લોકોએ મોટા પાયે પ્રદર્શન કર્યું હતું. મૌલાના કલ્બે જવાદ સાહેબે લોકોને અપીલ કરતાં રવિવારે દુકાનો બંધ રાખવા અને ત્રણ દિવસના શોકનું પાલન કરવાની માંગ કરી હતી.દક્ષિણ કાશ્મીરના પુલવામા અને કુલગામમાં પણ લોકો એકત્રિત થયા  દક્ષિણ કાશ્મીરના પુલવામા અને કુલગામમાં પણ લોકો એકત્રિત થયા અને ખામેનેઈ માટે દુઆ કરી. પુલવામાના ગંગૂ વિસ્તારમાંથી લઈને મેઈન ચોક સુધી મોટી સંખ્યામાં લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું. દેશના ઉત્તર ભાગોમાં શ્રીનગર, બાંદીપોરા, અનંતનાગ અને ગંદરબલ સહિત અનેક વિસ્તારોમાં આ ઘટનાના વિરોધમાં પ્રદર્શન નોંધાયા હતા.આ પણ વાંચો: Israel Iran War: પુણેના 90 MBA વિદ્યાર્થીઓ, ઠાણેના 23 લોકો દુબઇમાં ફસાયા, વિમાનયાત્રા પર મુશ્કેલી

Read Full Story arrow_forward
કુનો નેશનલ પાર્કમાં બોત્સ્વાનાથી આવ્યા 9 નવા ચિત્તા, વન્ય જીવ સંરક્ષણ અને ખોરાક પાછળના ખર્ચે વધારી ચિંતા, જાણો કેટલો થાય છે ખર્ચ
calendar_today March 2, 2026

કુનો નેશનલ પાર્કમાં બોત્સ્વાનાથી આવ્યા 9 નવા ચિત્તા, વન્ય જીવ સંરક્ષણ અને ખોરાક પાછળના ખર્ચે વધારી ચિંતા, જાણો કેટલો થાય છે ખર્ચ

ભારતમાં ચિત્તાઓના પુનર્વસન પ્રોજેક્ટ વધુ સફળ રહ્યો. મધ્યપ્રદેશમાં આવેલ કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં ફરી એક વખત વિદેશ ચિત્તાઓનો સમાવેશ કરાયો. શ્યોપુર જિલ્લામાં આવેલું કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં 28 ફેબ્રુઆરીનો દિવસ ફરી એક વખત યાદગાર બન્યો. આ ઉદ્યાન ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બન્યું જયારે ત્યાં શનિવારના દિવસે બોત્સ્વાનાથી 9 નવા ચિત્તા ઉદ્યાનમાં લવાયા. ચિત્તાઓ માટે કુનો રાષ્ટ્રીય ઉદ્યાન કુદરતી નિવાસ સ્થાન બની રહ્યું છે. ત્યારે  ચિત્તાઓના પુનર્વસન પાછળ થયેલો ખર્ચ હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે. જાણો ચિત્તાઓના ખોરાક અને પરિવહન પર સરકાર દરરોજ કેટલો ખર્ચ કરી રહી છે. તેને લઈને અત્યારે જોરદાર ચર્ચા થઈ રહી છે.

Read Full Story arrow_forward
Gujarat Latest News updated : અમદાવાદ-ધોલેરા વચ્ચે રેલ કનેક્ટિવિટી વધશે, રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે ધોલેરામાં પ્રોજેક્ટની સમીક્ષા કરી
calendar_today March 2, 2026

Gujarat Latest News updated : અમદાવાદ-ધોલેરા વચ્ચે રેલ કનેક્ટિવિટી વધશે, રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે ધોલેરામાં પ્રોજેક્ટની સમીક્ષા કરી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 02 માર્ચના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward