android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Railway News : રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવએ અમદાવાદ-ધોલેરા સેમી હાઈ સ્પીડ રેલ કનેક્ટિવિટી પ્રોજેક્ટની સમીક્ષા કરી
calendar_today March 2, 2026

Railway News : રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવએ અમદાવાદ-ધોલેરા સેમી હાઈ સ્પીડ રેલ કનેક્ટિવિટી પ્રોજેક્ટની સમીક્ષા કરી

માહિતી અને પ્રસારણ તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવે પશ્ચિમ રેલવેના અમદાવાદ-ધોલેરા સેમી હાઇ સ્પીડ રેલ કનેક્ટિવિટી પ્રોજેક્ટ અંતર્ગત સરખેજ-ધોલેરા ડબ્લિંગ સાથે નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC) અને ધોલેરા એરપોર્ટ વચ્ચેના SPUR લાઇન (134 કિ.મી.)ના કાર્યની પ્રગતિની સમીક્ષા કરી. ઝડપી કનેક્ટિવિટી પ્રદાન કરવાનું કાર્ય પણ કરશે આ પ્રોજેકટ આ પ્રસંગે વેદ પ્રકાશ, મંડળ રેલ પ્રબંધક અમદાવાદ, નિર્માણ વિભાગ અને મંડળના અધિકારીઓ હાજર હતા. આ પ્રોજેક્ટ સમગ્ર દેશમાં સેમી હાઇ સ્પીડ રેલનું પ્રોટોટાઇપ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. ઉપરાંત, આ અમદાવાદ અને ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રીજન વચ્ચે ઉત્તમ અને ઝડપી કનેક્ટિવિટી પ્રદાન કરવાનું કાર્ય પણ કરશે. સરખેજ–ધોલેરા સેમી હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ 01-સરખેજ–ધોલેરા બ્રોડ ગેજ સેક્શન પર 1676 મીમી બ્રોડ ગેજ પર વિકસાવવામાં આવનાર વિશ્વની પહેલી સેમી હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ સિસ્ટમ હશે, જેની મહત્તમ સંભવિત ગતિ 220 કિમી/કલાક રહેશે. 02-મિશ્રિત યાતાયાત (Mixed Traffic) સિસ્ટમ – આ પહેલી SHSR સિસ્ટમ હશે જેમાં માલગાડી 100 કિમી/કલાક અને યાત્રી ટ્રેન 220 કિમી/કલાકની ગતિ સાથે એક જ ટ્રેક પર સંચાલિત થશે. પરિયોજનાની ઉપયોગિતા ધોલેરાને સેમિકન્ડક્ટર ઉદ્યોગ અને સોલર એનર્જી ઘટકોના ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર બનાવવા માટે આ પરિયોજના મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ગુજરાત દેશના સૌર ઊર્જાની સ્થાપિત ક્ષમતા ધરાવતા અગ્રણી રાજ્યોમાંનું એક છે. સૌર ઊર્જા ક્ષમતા વધારવાની મહત્ત્વાકાંક્ષી યોજનાઓને કારણે સોલર ઘટકોની માંગ સતત વધી રહી છે। આ પરિયોજના દ્વારા ઉદ્યોગોને આંતરિક બજાર સુધી ઝડપી અને સુગમ કનેક્ટિવિટી મળશે. અમદાવાદ જેવા મોટા શહેરથી ધોલેરા જેવા વિકસતા સેટેલાઇટ શહેર સુધી કુશળ માનવ સંસાધનોનું અવરજવર સરળ બનશે. જેનાથી ઉદ્યોગોને પ્રશિક્ષિત અને યોગ્ય કાર્યબળની ઝડપથી ઉપલબ્ધ થશે. આ પરિયોજના પ્રસ્તાવિત લોજિસ્ટિક્સ ઝોન અને મલ્ટી-મોડલ કનેક્ટિવિટી દ્વારા ઉદ્યોગોને સપ્લાયર્સ અને બજારો સાથે નિર્બાધ રૂપથી જોડશે.ઉદ્યોગોને સપ્લાયર્સ અને બજારો સાથે નિર્બાધ રૂપથી જોડશે ફોર-લેન એક્સેસ કંટ્રોલ્ડ એક્સપ્રેસવે, સેમી હાઈ સ્પીડ રેલ અને વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર સાથેના જોડાણથી દેશના આંતરિક બજાર અને નિકાસ દ્વાર જેવા જવાહરલાલ નેહરુ પોર્ટ સુધી ઝડપી પહોંચ સુનિશ્ચિત થશે. સરખેજ–ધોલેરા સેમી હાઈ સ્પીડ રેલ પરિયોજના ઉત્કૃષ્ટ કનેક્ટિવિટી, કુશળ માનવ સંસાધન અને આધુનિક લોજિસ્ટિક્સ દ્વારા ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજનને સેમિકન્ડક્ટર અને સોલર મેન્યુફેક્ચરિંગનું સશક્ત ઔદ્યોગિક કેન્દ્ર બનાવવામાં સહાયક સાબિત થશે. આ પણ વાંચો : Sarangpur News : હોળી નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા તથા સિંહાસને ગુલાબના ફૂલોનો શણગાર કરાયો

Read Full Story arrow_forward
Surat: AMNS તોડફોડ કાંડ બાદ પોલીસનો માનવીય અભિગમ, કામદારોને અનાજની કીટ વહેંચી જીત્યા દિલ
calendar_today March 2, 2026

Surat: AMNS તોડફોડ કાંડ બાદ પોલીસનો માનવીય અભિગમ, કામદારોને અનાજની કીટ વહેંચી જીત્યા દિલ

હજીરા સ્થિત AMNS કંપનીમાં તાજેતરમાં થયેલી તોડફોડ અને આગજનીની ઘટના બાદ વિસ્તારમાં પ્રવર્તતી તંગદિલી દૂર કરવા માટે સુરત પોલીસે પ્રશંસનીય પહેલ કરી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતના કાફલાએ કામદારોની વિવિધ કોલોનીઓની મુલાકાત લીધી હતી અને તેમની સાથે સીધો સંવાદ સાધ્યો હતો.અનાજ કીટનું વિતરણ અને સમજાવટપોલીસ દ્વારા માત્ર સુરક્ષા જ નહીં, પરંતુ માનવીય અભિગમ દાખવીને જરૂરિયાતમંદ કામદારોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓએ કામદારોને સમજાવ્યું હતું કે "પોલીસ તમારી મિત્ર છે, દુશ્મન નહીં." કામદારોને પડતી મુશ્કેલીઓ અને સુવિધાઓ બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી અને ખાતરી અપાઈ હતી કે તેમને તમામ જરૂરી સુવિધાઓ મળે તેવા પ્રયાસો કરવામાં આવશે.કડક ચેતવણી સાથે શાંતિની અપીલએક તરફ જ્યારે પોલીસ મિત્રતાનો હાથ લંબાવ્યો, તો બીજી તરફ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કડક સૂચના પણ આપી હતી. પોલીસે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જો કોઈ પણ વ્યક્તિ કાયદો હાથમાં લેશે કે હિંસા આચરશે તો પોલીસ તેની સામે અત્યંત કડક કાર્યવાહી કરશે. આ સમજાવટ બાદ કામદારોએ પણ શાંતિપૂર્ણ રીતે કામ કરવાની અને સહયોગ આપવાની ખાતરી આપી હતી.તાળીઓના ગડગડાટથી સ્વાગતપોલીસની આ સકારાત્મક અને સુરક્ષાત્મક કામગીરીથી પ્રભાવિત થઈને કામદારોએ પોલીસ કાફલાનું તાળીઓના ગડગડાટ સાથે સ્વાગત કર્યું હતું. હાલમાં AMNS કંપની અને આસપાસની કોલોનીઓમાં અજંપાભરી શાંતિ વચ્ચે પોલીસનું સતત ફૂટ પેટ્રોલિંગ ચાલુ છે.આ પણ વાંચો:Surat: SMCના ગારબેજ ડમ્પરે મોપેડ ચાલકને કચડ્યો, ઉધનામાં મોડી રાત્રે અકસ્માતમાં યુવકનું કરુણ મોત

Read Full Story arrow_forward
Morbi News : મોરબીના ટંકારામાં PGVCLના એલ્યુમિનિયમ તારની ચોરી, ટંકારા પોલીસે નોંધ્યો ગુનો
calendar_today March 2, 2026

Morbi News : મોરબીના ટંકારામાં PGVCLના એલ્યુમિનિયમ તારની ચોરી, ટંકારા પોલીસે નોંધ્યો ગુનો

મોરબીના ટંકારાના વિવિધ વિસ્તારમાં 5560 મીટર એલ્યુમિનિયમ તારની ચોરી થઈ છે અને પીજીવીસીએલના જે વાયરો છે તેની ચોરી થઈ હોવાની વાત સામે આવી છે, તો ઘટનાની જાણ થતા પીજીવીસીએલના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને પોલીસને જાણ કરી હતી. મોરબીના ટંકારામાં એલ્યુમિનિયમ તારની ચોરી ટંકારા પીજીવીસીએલના નાયબ ઇજનેર અશ્વિન ભુવાએ 3.95 લાખનાં વીજતારની ચોરીની ફરીયાદ નોંધાવી છે અને મિતાણાના નાના ડેમ પાસે, હિરાપર પાટીયા પાસે, અરણેશ્વર ફીડર સહિત અલગ અલગ વિસ્તારોમાં એલ્યુમિનિયમ વાયરની ચોરી થઈ છે, ટંકારાના વિવિધ વિસ્તારમાં એલ્યુમિનિયમ વાયરની ચોર ટોળકીનો તરખાટ સામે આવ્યો છે અને ટંકારા પોલીસે ઈલેક્ટ્રીસિટી એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ગઈકાલે પણ ટંકારાના સાવડીમાં તસ્કરોએ 16 વીજપોલ પરથી 1800 મીટર તારની ચોરી થઈ મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં તસ્કરોએ હવે વીજ કંપનીને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. સાવડી ગામની સીમમાં આવેલી PGVCLની લાઈનમાંથી મોટા પાયે વીજ તારની ચોરી થવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. તસ્કરોએ રાત્રિના અંધકારનો લાભ લઈ લાખોની કિંમતના એલ્યુમિનિયમ વાયરની ચોરી કરી છે. આ પણ વાંચો : Railway News : રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવએ અમદાવાદ-ધોલેરા સેમી હાઈ સ્પીડ રેલ કનેક્ટિવિટી પ્રોજેક્ટની સમીક્ષા કરી

Read Full Story arrow_forward