android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bhavnagar: યાર્ડમાં આજથી 7 દિવસનું મિની વેકેશન, હોળી-ધૂળેટીના તહેવારોને લઈ હરાજીના કામકાજ બંધ રહેશે
calendar_today March 2, 2026

Bhavnagar: યાર્ડમાં આજથી 7 દિવસનું મિની વેકેશન, હોળી-ધૂળેટીના તહેવારોને લઈ હરાજીના કામકાજ બંધ રહેશે

હોળી અને ધૂળેટી સહિતના ધાર્મિક તહેવારોને ધ્યાનમાં રાખીને ભાવનગર માર્કેટિંગ યાર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી યાર્ડમાં 7 દિવસનું મિની વેકેશન જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે હરાજીની તમામ કામગીરી બંધ રહેશે.8 માર્ચ સુધી કામકાજ ઠપ્પયાર્ડના સત્તાધીશો દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, 8 માર્ચ સુધી ધાર્મિક તહેવારોના કારણે અનાજ, કઠોળ, કપાસ, તેલીબિયાં અને ડુંગળી સહિતની તમામ જણસીઓની હરાજી બંધ રહેશે. તહેવારોના દિવસોમાં મજૂરો અને વેપારીઓની ગેરહાજરીને જોતા દર વર્ષની જેમ આ વર્ષે પણ વેકેશન રાખવામાં આવ્યું છે.9 માર્ચથી ફરી ધમધમશે યાર્ડમાર્કેટિંગ યાર્ડમાં ફરીથી રાબેતા મુજબનું કામકાજ 9 માર્ચ, સોમવાર થી શરૂ કરવામાં આવશે. જોકે, જે ખેડૂતો પોતાની જણસી વેચવા લાવવા માંગતા હોય, તેઓ માટે 8 માર્ચ, રવિવાર થી યાર્ડમાં જણસીની આવક લેવાનું શરૂ કરી દેવામાં આવશે, જેથી સોમવારે સવારથી જ હરાજી પ્રક્રિયા સરળતાથી ચાલી શકે.ખેડૂતોને ખાસ અપીલયાર્ડના સત્તાધીશોએ વેપારીઓ અને ખેડૂતોને પત્ર દ્વારા અગાઉથી જ જાણ કરી દીધી છે કે રજાના દિવસો દરમિયાન કોઈએ પોતાની જણસી લઈને યાર્ડમાં આવવું નહીં. આ નિર્ણયથી ખેડૂતોને હાલાકી ન પડે અને તેઓ તહેવારની ઉજવણી કરી શકે તેવો હેતુ રાખવામાં આવ્યો છે.આ પણ વાંચો:Junagadh: T-20 વર્લ્ડકપની મેચ પર ઓનલાઇન સટ્ટાનું નેટવર્ક ઝડપાયું, માસ્ટર આઈડી દ્વારા ચાલતા ખેલનો પર્દાફાશ

Read Full Story arrow_forward
Mehsana News: બેચરાજીમાં ત્રણ વ્યાજખોરોના ત્રાસથી યુવકે ઝેરી દવા ગટગટાવીને જીવન ટૂંકાવ્યું
calendar_today March 2, 2026

Mehsana News: બેચરાજીમાં ત્રણ વ્યાજખોરોના ત્રાસથી યુવકે ઝેરી દવા ગટગટાવીને જીવન ટૂંકાવ્યું

ગુજરાતમાં પોલીસે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરી હતી. તે છતાંય લોકો વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાઈને જીવન ટૂંકાવી રહ્યાં છે. મહેસાણાના બેચરાજીમાં વ્યાજખોરોના ત્રાસથી એક યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે વ્યાજખોરો સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. મહેસાણામાં વ્યાજખોરોના ત્રાસથી યુવકનો આપઘાત મહેસાણાના બેચરાજીના રણેલા ગામમાં વ્યાજખોરોના ત્રાસથી સંદિપ પટેલ નામના યુવકે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે. વ્યાજખોરોએ જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા યુવકે ઝેરી દવા ગટગટાવી હતી. પોલીસે તપાસ હાથ ધરતાં મૃતક સંદિપ પટેલના ખિસ્સામાંથી બે પેજની સુસાઈડ નોટ મળી આવી હતી. મોઢેરા પોલીસે આ સુસાઈડ નોટના આધારે યુવરાજસિંહ સોલંકી, શક્તિ સોલંકી અને પ્રકાશસિંહ સોલંકી સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ પણ વાંચોઃ Vadodara News : દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ટેમ્પોમાં ચોરખાનું બનાવીને લઈ જવાનો દારુ ઝડપાયો

Read Full Story arrow_forward
Radhanpur: અરજણસર ગામમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો, 11 જુગારીઓ રંગેહાથ ઝડપાયા
calendar_today March 2, 2026

Radhanpur: અરજણસર ગામમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો, 11 જુગારીઓ રંગેહાથ ઝડપાયા

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં જુગારની બદીને ડામવા માટે પોલીસે કડક વલણ અપનાવ્યું છે. રાધનપુરના અરજણસર ગામમાં એક શખ્સ દ્વારા પોતાના રહેણાંક મકાનમાં બહારથી જુગારીઓને બોલાવી જુગાર રમાડવામાં આવતો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી.રહેણાંક મકાનમાં પોલીસની રેઇડમળેલી બાતમીના આધારે રાધનપુર પોલીસની ટીમે અરજણસર ગામના રહેણાંક વિસ્તારમાં ઓચિંતો દરોડો પાડ્યો હતો. પોલીસની આ રેઇડ દરમિયાન મકાનમાં કુંડાળું વળી હાર-જીતનો જુગાર રમી રહેલા 11 જુગારીઓ ઝડપાઈ ગયા હતા. અચાનક પોલીસ ત્રાટકતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી, પરંતુ પોલીસે તમામની અટકાયત કરી લીધી હતી.મુદ્દામાલ અને કાર્યવાહીપોલીસે જુગારના અખાડા પરથી કુલ ₹14,450 ની રોકડ રકમ કબજે કરી છે. આ સાથે જ જુગાર રમાડનાર મુખ્ય શખ્સ અને અન્ય ખેલાડીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. તહેવારોની મોસમમાં અસામાજિક પ્રવૃત્તિઓ ન વધે તે માટે પોલીસ સતર્ક બની છે.આ પણ વાંચો: Bhavnagar: યાર્ડમાં આજથી 7 દિવસનું મિની વેકેશન, હોળી-ધૂળેટીના તહેવારોને લઈ હરાજીના કામકાજ બંધ રહેશે

Read Full Story arrow_forward