android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Anand: અલારસા દૂધ મંડળીમાં 20 લાખનું કૌભાંડ, બોરસદ APMC ચેરમેન સહિત 10 વિરુદ્ધ કોર્ટની નોટિસ
calendar_today March 2, 2026

Anand: અલારસા દૂધ મંડળીમાં 20 લાખનું કૌભાંડ, બોરસદ APMC ચેરમેન સહિત 10 વિરુદ્ધ કોર્ટની નોટિસ

જિલ્લાની સહકારી મંડળીઓમાં ચાલતા ભ્રષ્ટાચારનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બોરસદ તાલુકાની અલારસા દૂધ મંડળીમાં રૂપિયા 20 લાખની મોટી ઉચાપત થઈ હોવાના આક્ષેપ સાથે કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો છે. આ વિવાદમાં બોરસદ APMCના વર્તમાન ચેરમેન અને મંડળીના તત્કાલીન ચેરમેન અશોક મહીડા મુખ્ય ભૂમિકામાં હોવાનું સામે આવ્યું છે.કામ કર્યા વગર જ લાખોની લ્હાણીઆક્ષેપ મુજબ, તત્કાલીન ચેરમેન અશોક મહીડાએ દૂધ મંડળીનું નવું મકાન બનાવવાના બહાને કોઈ પણ પ્રકારનું કામ શરૂ કર્યા વગર જ કોન્ટ્રાક્ટરને ₹20 લાખની ચુકવણી કરી દીધી હતી. સહકારી કાયદાની કલમ 96 હેઠળ આ ગેરરીતિ બદલ બોર્ડ ઓફ નોમિનીઝ કોર્ટમાં દાવો માંડવામાં આવ્યો છે.ભાંડો ફૂટતા પૈસા પરત લેવાની કવાયતજ્યારે આ સમગ્ર મામલો ઉજાગર થયો અને વિરોધ શરૂ થયો, ત્યારે ભીનું સંકેલવા માટે કોન્ટ્રાક્ટર પાસેથી ₹8 લાખ પરત મેળવી લેવામાં આવ્યા હતા. જોકે, હજુ પણ મંડળીના ₹12 લાખ વસૂલવાના બાકી છે. અશોક મહીડા અગાઉ પણ ચેક રિટર્ન કેસમાં વિવાદોમાં રહી ચૂક્યા છે, ત્યારે આ નવા કૌભાંડે સહકારી આલમમાં ચર્ચા જગાવી છે.કોર્ટે પાઠવી નોટિસઆ ગંભીર આક્ષેપોને ધ્યાને લઈ કોર્ટે તત્કાલીન ચેરમેન સહિત કુલ 10 વ્યક્તિઓ વિરુદ્ધ નોટિસ જારી કરી છે. તમામ પક્ષકારોને આગામી 19 માર્ચના રોજ કોર્ટ સમક્ષ હાજર થઈ પોતાનો પક્ષ રાખવા આદેશ કરવામાં આવ્યો છે.આ પણ વાંંચો: Vadodara: લકડીપુલ પાસે રફ્તારનો આતંક, બેફામ બાઈકે બે યુવતીઓને હવામાં ઉડાવી, સમગ્ર ઘટના CCTVમાં કેદ

Read Full Story arrow_forward
Gir Somnath News: કોડિનારમાં સિયા મુસ્લિમોએ ઈરાનના ખામેનેઈના સમર્થનમાં જુલૂસ કાઢ્યું
calendar_today March 2, 2026

Gir Somnath News: કોડિનારમાં સિયા મુસ્લિમોએ ઈરાનના ખામેનેઈના સમર્થનમાં જુલૂસ કાઢ્યું

હાલમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધની સ્થિતિ ચાલી રહી છે. આ દરમિયાન અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈનું મોત નિપજ્યું છે. જેના કારણે યુદ્ધની સ્થિતિ વણસી રહી છે. બીજી તરફ આ યુદ્ધને કારણે મીડલ ઈસ્ટની હવાઈ સેવાઓ પણ ખોરંભાઈ છે. અનેક ગુજરાતીઓ યુદ્ધની સ્થિતિમાં ફસાયા છે. ત્યારે ગુજરાતમાં ઈરાનના ખામેનેઈના સમર્થકો સામે આવ્યા છે. ખામેનેઈના મોત બાદ ગીર સોમનાથના કોડિનારમાં તેના સમર્થનમાં જુલૂસ નીકળ્યું હતું. ગુજરાતમાં ખામનેઈના સમર્થકો કોણ? ગીર સોમનાથના કોડિનારમાં ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈ જે અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં મોતને ભેટ્યા છે. તેમના સમર્થકો દ્વારા જુલૂસ કાઢવામાં આવ્યું હતું. દેશ વિરોધી માનસિકતા ધરાવતા લોકોએ રેલી યોજી હતી. બુખારી મહોલ્લાથી કબ્રસ્તાન સુધી ખામેનેઈના સમર્થનમાં જુલૂસ નીકળ્યું હતું. આ રેલીમાં અમેરિકા અને ઈઝરાયેલ મુર્દાબાદના નારા લાગ્યા હતાં. આ રેલીમાં મોટી સંખ્યામાં સિયા મુસ્લિમો જોડાયા હતાં. આ પણ વાંચોઃ Ahmedabad News: NSUIના પૂર્વ પ્રમુખે મણીનગરમાં નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો, લોકોએ બરાબર મેથીપાક ચખાડ્યો

Read Full Story arrow_forward
Surat: BRTS કોરિડોરમાં રોંગ સાઈડમાં ધસી આવેલા ટેમ્પોએ બસને ઉડાવી, ભયાનક અકસ્માતના CCTV આવ્યા સામે
calendar_today March 2, 2026

Surat: BRTS કોરિડોરમાં રોંગ સાઈડમાં ધસી આવેલા ટેમ્પોએ બસને ઉડાવી, ભયાનક અકસ્માતના CCTV આવ્યા સામે

સુરત શહેરની ઓળખ ગણાતી BRTS બસ સેવા હવે ખાનગી વાહન ચાલકોની બેદરકારીને કારણે જોખમી બની રહી છે. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં પ્રતિબંધિત BRTS કોરિડોરમાં ઘૂસી આવેલા એક ટેમ્પોએ બસને જોરદાર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ હવે સામે આવ્યા છે, જે વાહન ચાલકોની ગંભીર બેદરકારીની સાક્ષી પૂરી રહ્યા છે.સુરતમાં BRTS કોરિડોરમાં અકસ્માત રવિવારે બપોરે જહાંગીરપુરાથી અલથાણ તરફ જઈ રહેલી BRTS બસ જ્યારે કૈલાશનગર પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક રોંગ સાઈડમાં એક ટેમ્પો ધસી આવ્યો હતો. ટેમ્પો ચાલકે બસને એટલી જોરદાર ટક્કર મારી હતી કે બસના આગળના ભાગના કાચના ફુરચા ઉડી ગયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે કાચના ટુકડા રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા અને બસને મોટું નુકસાન થયું હતું.ખાનગી વાહનોનો વધતો ત્રાસસુરત મહાનગરપાલિકા દ્વારા BRTS કોરિડોરમાં ખાનગી વાહનોના પ્રવેશ પર કડક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તેમ છતાં વાહન ચાલકો શોર્ટકટ લેવા અથવા ટ્રાફિકથી બચવા માટે કોરિડોરમાં વાહનો હંકારી રહ્યા છે. આ અગાઉ પણ આવા અનેક અકસ્માતોમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે અથવા ઘાયલ થયા છે.CCTV ફૂટેજમાં કેદ થઈ લાપરવાહીસામે આવેલા CCTV ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતે ટેમ્પો ચાલક ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીને રોંગ સાઈડમાં બસના ટ્રેક પર આવી ગયો હતો. આ અકસ્માત બાદ સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને કોરિડોરમાં ખાનગી વાહનો રોકવા માટે કડક સુરક્ષાની માંગ ઉઠી છે.આ પણ વાંચો: Anand: અલારસા દૂધ મંડળીમાં 20 લાખનું કૌભાંડ, બોરસદ APMC ચેરમેન સહિત 10 વિરુદ્ધ કોર્ટની નોટિસ

Read Full Story arrow_forward