android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Morbi News : મોરબીમાં અસામાજિક તત્વોએ 15 જેટલી કારના તોડયા કાચ, પોલીસની સામે સ્થાનિકોમાં ભારે રોષ
calendar_today March 1, 2026

Morbi News : મોરબીમાં અસામાજિક તત્વોએ 15 જેટલી કારના તોડયા કાચ, પોલીસની સામે સ્થાનિકોમાં ભારે રોષ

મોરબીમાં ફરી અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે અને અલગ-અલગ વિસ્તારમાં કારના કાચ તોડી આતંક મચાવ્યો છે, અસામાજિક તત્વોના આતંકથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ વધારવા સ્થાનિકોની માગ છે, રોડ પર રહેલી કારના કાચ તોડયા હોવાની માહિતી સૂત્રો તરફથી સામે આવી છે. મોરબીમાં રાત્રે પોલીસ પેટ્રોલિંગ વધારવા સ્થાનિકોની માગ મોરબી શહેરમાં અસામાજિક તત્વોનો આંતક સામે આવ્યો છે જેમાં રાત્રિ દરમિયાન જુદા-જુદા વિસ્તારોમાં 15 જેટલી કારના કાચ તોડીને નુકસાન પહોંચાડયું છે, શહેરમાં જીઆઇડીસી મેઇન રોડ ,છાત્રાલય રોડ,મુમનગર સહિતના રહેણાંક વિસ્તારોમાં કારના કાચ તોડીને નુકસાન પહોંચાડયું છે, ઘર કે રોડપર પાર્ક કરેલી જુદી જુદી 15 જેટલી કારમાં અજાણ્યો શખ્સો દ્વારા નુકસાન કરાયું છે.મોરબીમાં લોકોનો અસમાજિક તત્વો સામે રોષ તો કારના કાચ તૂટતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી અને પોલીસે પણ સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે, આવા અસામાજિક તત્વોનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવે તેવી માગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે. આ પણ વાંચો : Botad News : કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ બોટાદ સાળંગપુર મંદિર ખાતે સ્વદેશી વેચાણ અને પ્રદર્શન મેળાનો શુભારંભ કરાવ્યો

Read Full Story arrow_forward
Gujarat News: સુરતથી દુબઈ જતી ફલાઈટ રદ થતાં હીરા ઉદ્યોગકારોમાં ચિંતા, રફ હીરાના ટેન્ડરિંગની પ્રક્રિયા અટકી
calendar_today March 1, 2026

Gujarat News: સુરતથી દુબઈ જતી ફલાઈટ રદ થતાં હીરા ઉદ્યોગકારોમાં ચિંતા, રફ હીરાના ટેન્ડરિંગની પ્રક્રિયા અટકી

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ભીષણ યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય વિમાન સેવાઓ ખોરવાઈ છે અને દુબઈ અને અબુ ધાબી એરપોર્ટ બંધ કરવામાં આવ્યા છે,હજારો ભારતીય મુસાફરો એરપોર્ટ પર ફસાયા છે અને તમામ ફ્લાઈટ્સ અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરાઈ છે. આ યુદ્ધની અસર સુરતના હીરા ઉદ્યોગ પર પડી છે. સુરતથી દુબઈ જતી ફ્લાઈટ રદ થતાં હીરાના ઉદ્યોગકારોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. હીરા ઉદ્યોગમાં આર્થિક નુકસાન થવાની શક્યતાઓ છેલ્લા બે ત્રણ વર્ષથી સુરતના હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદીમાં જાણે પડ્યા પર પાટુ હોય તે રીતે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે થયેલા યુદ્ધને કારણે ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. સુરતથી દુબઈ જતી ફ્લાઈટ રદ થતાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. રફ હીરાના ટેન્ડરિંગની પ્રક્રિયા પણ અટકી પડી હોવાનું ઉદ્યોગકારો પાસેથી જાણવા મળ્યું છે. આ યુદ્ધને કારણે હીરા ઉદ્યોગમાં મોટુ આર્થિક નુકસાન થવાની શક્યતાઓ છે. ફ્લાઈટ રદ થતાં હીરા ઉદ્યોગમાં ચિંતાનો માહોલ ઈરાન ઈઝરાયેલ યુદ્ધને લઈને સુરતથી દુબાઈ જતી ફ્લાઈટો આગામી 24 કલાક માટે રદ કરવા મામલે હીરા ઉદ્યોગકારોમાં ચિંતાનો માહોલ છે. દુબઈને રફ હીરાની ઈન્ડસ્ટ્રી માનવામાં આવે છે. જે કોઈ હીરા ઉદ્યોગકારોએ પોતાની ટેન્ડરિંગ પ્રક્રિયા માટેની તારીખ લીધી હોય તેને હવે રદ કરાઈ છે. આ ઉપરાંત ઈઝરાયેલમાં પણ ડિઝાઈનિંગ હીરાનો વેપાર મોટા પ્રમાણમા થાય છે. આ વેપાર ડાયરેક્ટ સુરતથી કરવામાં આવે છે. જો લાંબા ગાળે યુદ્ધ ચાલે તો સુરતના ડાયમંડ ઉદ્યોગમાં ચોક્કસ પણે અસર થશે. આ પણ વાંચોઃ Ahmedabad News : ઈરાન-ઇઝરાયલ યુદ્ધથી વિમાન સેવા પર અસર, અમદાવાદથી ટેકઓફ કરતી 20થી વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ રદ્દ

Read Full Story arrow_forward
Gujarat News: ગઈકાલે ફ્લાઈટ રદ થતાં મક્કામાં 55 જેટલા અમદાવાદીઓ ફસાયા, હોટેલમાં રોકાવાના પણ પૈસા નથી
calendar_today March 1, 2026

Gujarat News: ગઈકાલે ફ્લાઈટ રદ થતાં મક્કામાં 55 જેટલા અમદાવાદીઓ ફસાયા, હોટેલમાં રોકાવાના પણ પૈસા નથી

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ભીષણ યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય વિમાન સેવાઓ ખોરવાઈ છે અને દુબઈ અને અબુ ધાબી એરપોર્ટ બંધ કરવામાં આવ્યા છે,હજારો ભારતીય મુસાફરો એરપોર્ટ પર ફસાયા છે અને તમામ ફ્લાઈટ્સ અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરાઈ છે, ખાડી દેશોમાં અત્યંત ભયાનક સ્થિતિ સર્જાઈ છે અને યુદ્ધના કારણે એરસ્પેસ સંપૂર્ણ ખાલી કરાયા છે.આ દરમિયાન કેટલાક ગુજરાતીઓ પણ ફસાયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. લોકો પાસે પૈસા નથી, રોઝા ચાલી રહ્યા છે યુદ્ધના કારણે મીડલ ઈસ્ટમાં સ્થિતિ વણસી હોવાને કાણે 55 જેટલા અમદાવાદીઓ ફસાઈ ગયા હોવાની તેમના પરિવારજનોમાં ચિંતાનો માહોલ છે. ગઈકાલે ફ્લાઈટ કેન્સલ થતાં એરપોર્ટથી પરત થવાનો વારો આવ્યો હતો. અટવાયેલા ગુજરાતીઓ મક્કા નજીકની એક હોટેલમાં રાકાયા છે. આ લોકો પાસે પૈસા નહીં હોવાથી મુશ્કેલીમાં મુકાયા છે. હાલમાં રોઝા ચાલી રહ્યાં છે અને સ્થાનિક તંત્ર દ્વારા કોઈ મદદ કરવામાં આવી નથી. ફસાયેલા લોકોને મુશ્કેલીઓ પડતી હોવાથી તેમના પરિવારજનોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. પરિવારજનોએ કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે ફસાયેલા લોકો સાથે સંપર્ક કરીને ભારતમાં પરત લાવવામાં આવે.આ પણ વાંચોઃ Gujarat News: સુરતથી દુબઈ જતી ફલાઈટ રદ થતાં હીરા ઉદ્યોગકારોમાં ચિંતા, રફ હીરાના ટેન્ડરિંગની પ્રક્રિયા અટકી

Read Full Story arrow_forward