android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News: પોલીસનો સપાટો, 572 નંગ વિદેશી દારૂની બોટલ સાથે બે ઝડપાયા
calendar_today March 1, 2026

Gandhinagar News: પોલીસનો સપાટો, 572 નંગ વિદેશી દારૂની બોટલ સાથે બે ઝડપાયા

ગાંધીનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે દહેગામ પોલીસને મોટી સફળતા મળી છે. દહેગામ-નરોડા હાઈવે પર બાતમીના આધારે વોચ ગોઠવીને પોલીસ દ્વારા એક હ્યુન્ડાઈ ક્રેટા ગાડીમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. આ કામગીરીમાં પોલીસે કુલ 572 નંગ વિદેશી દારૂની બોટલો સાથે બે રાજસ્થાની શખ્સોની અટકાયત કરી છે.બાતમીના આધારે ઓપરેશન ઘટનાની મળતી માહિતી અનુસાર, ગાંધીનગર જિલ્લાની દહેગામ પોલીસને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, એક સફેદ રંગની ક્રેટા ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો નરોડા તરફ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીને પગલે પોલીસે હાઈવે પર વોચ ગોઠવી હતી. પોલીસને જોઈ બુટલેગરોએ ગાડી ભગાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે સતર્કતા દાખવી ફિલ્મી ઢબે પીછો કરીને વડોદરા પાટીયા નજીક આવેલી 'શ્રી રામ વિલેજ હોટલ' ની સામે ગાડીને આંતરી લીધી હતી. મુદ્દામાલ અને ધરપકડ પોલીસે જ્યારે ગાડીમાં તપાસ કરી ત્યારે તેમાંથી વિદેશી દારૂની કુલ 572 બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત રૂપિયા 4.50 લાખ જેવી થાય છે. પોલીસ દ્વારા દારૂના જથ્થા સાથે હ્યુન્ડાઈ ક્રેટા ગાડી પણ જપ્ત કરી છે. આ ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓની સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી છે. જેમાં રાજુરામ સોગારામ બિશ્નોઈ (રહે. રાજસ્થાન) અને ડાલુરામ જોધારામ જાટ (રહે. રાજસ્થાન)નો સમાવેશ થાય છે. કાયદેસરની કાર્યવાહી ઝડપાયેલા બંને આરોપીઓ વિરૂદ્ધ દહેગામ પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસ દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવી રહી છે. આ પણ વાંચો - Gandhinagar News : 2026 અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા સાયન્સ, ટેકનોલોજી અને ઇનોવેશન STI નીતિ 2026-2031નું અનાવરણ

Read Full Story arrow_forward
Bardoli: બોર્ડની પરીક્ષાના ટેન્શનમાં વિદ્યાર્થિનીનો આપઘાત, કેમેસ્ટ્રીનું પેપર ખરાબ જતાં ભરી લીધું અંતિમ પગલું
calendar_today March 1, 2026

Bardoli: બોર્ડની પરીક્ષાના ટેન્શનમાં વિદ્યાર્થિનીનો આપઘાત, કેમેસ્ટ્રીનું પેપર ખરાબ જતાં ભરી લીધું અંતિમ પગલું

બારડોલીમાંથી એક અત્યંત આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. પરીક્ષાના ભાર અને નિષ્ફળતાના ડરે વધુ એક આશાસ્પદ વિદ્યાર્થિનીનો ભોગ લીધો છે. બારડોલીના ગોપાલનગર વિસ્તારમાં રહેતી અને ધોરણ-12માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીએ કેમેસ્ટ્રીનું પેપર ખરાબ જવાની આશંકામાં પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.બારડોલીમાં વિદ્યાર્થિનીનો આપઘાતમળતી માહિતી મુજબ, મૃતક વિદ્યાર્થિની ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરતી હતી અને આ વર્ષે તે બીજી વખત બોર્ડની પરીક્ષા આપી રહી હતી. ગતરોજ કેમેસ્ટ્રી (રસાયણ વિજ્ઞાન)નું પેપર હતું. પરીક્ષા આપીને ઘરે પરત ફર્યા બાદ તે ખૂબ જ ચિંતિત અને નિરાશ જણાતી હતી. તેને મનમાં એવો ડર પેસી ગયો હતો કે આ વખતે પણ તેનું પેપર ધાર્યા મુજબ ગયું નથી.બેડરૂમમાં પંખે લટકી જીવન ટૂંકાવ્યુંપેપર ખરાબ જવાથી ભારે નાસીપાસ થયેલી વિદ્યાર્થિનીએ કોઈને કંઈ પણ કહ્યા વિના પોતાના બેડરૂમમાં જઈ પંખા સાથે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે પરિવારના સભ્યોને આ અંગે જાણ થઈ ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. દીકરીના આ અંતિમ પગલાંથી પરિવારમાં ભારે આક્રંદ અને શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.આ પણ વાંચો: Gir Somnath: ઉના દુષ્કર્મ કેસમાં આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર, પોલીસ પૂછપરછમાં થશે મોટા ખુલાસા

Read Full Story arrow_forward
Botad News : કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ બોટાદ ખાતે ડો.આંબેડકર ભવનનું ખાતમુહૂર્ત કર્યું
calendar_today March 1, 2026

Botad News : કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ બોટાદ ખાતે ડો.આંબેડકર ભવનનું ખાતમુહૂર્ત કર્યું

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, બોટાદમાં નિર્માણ પામનાર આ ભવન લોકોને ઉપયોગી સાબિત થશે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આ ભવનનો ઉપયોગ શૈક્ષણિક, સામાજિક, સાંસ્કૃતિક સહિતના કાર્યક્રમો માટે થશે. સરકાર દ્વારા અમલી અનેકવિધ યોજનાઓ અંગે ઉપસ્થિતોને માહિતગાર કર્યા આ ભવનમાં મુખ્ય બિલ્ડિંગ, કંપાઉન્ડ વોલ, સંપ, બોર - સબમર્સિબલ પંપ, ડ્રેનેજ લાઇન, ગાર્ડન, ફાયર સેફ્ટી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે. વધુમાં તેઓએ સરકાર દ્વારા અમલી અનેકવિધ યોજનાઓ અંગે ઉપસ્થિતોને માહિતગાર કર્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય મહંત શંભુપ્રસાદજી ટુંડિયાએ પ્રસંગોચિત ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, સૌપ્રથમ ડો. આંબેડકર ભવન બનાવવાનો સંકલ્પ વર્ષ ૨૦૦૨માં તત્કાલીન મુખ્યમંત્રી તથા પ્રવર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો હતો. ત્યારબાદ રાજ્યના અનેક જિલ્લાઓમાં જિલ્લા કક્ષાના ભવનોનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેના અનુસંધાને બોટાદ જિલ્લામાં આગામી સમયમાં ભવન નિર્માણ પામશે જે સમાજને ઉપયોગી થશે. કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુડાનીયાએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. અગ્રણી પાલજીભાઈએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર, પ્રાંત અધિકારી આરતી ગોસ્વામી, તાલુકા પંચાયતના પ્રમુખ મંજુલાબેન બારૈયા, એ.પી.એમ.સી.ના ચેરમેન મનહર માતરિયા અને સુભાષ હુંબલ, અગ્રણીઓ સર્વે વિરેન્દ્રભાઈ ખાચર, ધર્મિષ્ઠાબેન, મયુરભાઈ પટેલ, સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પણ વાંચો : Chotilaમાં સત્યજીવન હોસ્પિટલનું સોનોગ્રાફી રજીસ્ટ્રેશન નાયબ કલેકટરે કર્યુ કાયમી રદ, જુઓ Video

Read Full Story arrow_forward