android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News : 2026 અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા સાયન્સ, ટેકનોલોજી અને ઇનોવેશન STI નીતિ 2026-2031નું અનાવરણ
calendar_today March 1, 2026

Gandhinagar News : 2026 અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા સાયન્સ, ટેકનોલોજી અને ઇનોવેશન STI નીતિ 2026-2031નું અનાવરણ

આ નવી નીતિની હેતુ ગુજરાતને નવીનતા આધારિત અને ટેક્નોલોજીમાં આગળ રહેનાર રાજ્ય બનાવવાનો છે. રાજ્યના સર્વાગી વિકાસ, ઉદ્યોગોની સ્પર્ધાત્મકતા અને સમાજની પ્રગતિ માટે વિજ્ઞાન અને ટેક્નોલોજીને મજબૂત બનાવવું આ નીતિનું મુખ્ય લક્ષ્ય છે. જ્ઞાન આધારિત અર્થવ્યવસ્થા બનાવવામાં આ નીતિ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે વિકસિત ગુજરાતથી વિકસિત ભારત @2047" ના વિઝનને સાકાર કરવા આ નીતિ રાજ્યને ટેક્નોલોજીમાં આત્મ નિર્ભર બનાવશે અને વૈશ્વિક સ્તરે આગળ વધવામાં મદદરૂપ થશે. ગુજરાત ને જ્ઞાન આધારિત અર્થવ્યવસ્થા બનાવવામાં આ નીતિ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ નીતિનો ખાસ ભાગ છે. ₹1000 કરોડનો “સ્વદેશી અનુસંધાન ફડ", આ ફૂડ દ્વારા કૃત્રિમ બુદ્ધિમત્તા (AI), સેમિકન્ડક્ટર, કવાટમ ટેકક્નોલોજી, બાયોટેકક્નોલોજી, ગ્રીન એનર્જી, ડિફેન્સ ટેકક્નોલોજી, ઇમર્સિવ ટેક્નોલોજી અને અંતરિક્ષ જેવા મહત્વના ક્ષેત્રોમાં સંશોધનને પ્રોત્સાહન મળશે. દર વર્ષે 100થી વધુ ગુણવત્તા સભર સંશોધન પ્રોજેક્ટ્સને મદદ મળશે.યુવાનોને સંશોધન તરફ પ્રોત્સાહિત કરવામાં આવશે રાજ્યમાં ગુજરાત રાજ્ય સંશોધન અને નવીનતા ક્લસ્ટર (GRRICO બનાવવામાં આવશે. શરૂઆત ગાંધીનગર-અમદાવાદ વિસ્તારમાંથી થશે અને ત્યારબાદ વડોદરા-સુરત તથા રાજકોટ-ભાવનગર-જુનાગઢ- જામનગર સુધી તેનો વિસ્તાર કરવામાં આવશે. અદ્યતન લેબ, ટેસ્ટિંગ સુવિધા અને ઉદ્યોગ તથા શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે સહકાર વધારવા માટે ઇનોવેશન અને R&D હબ્સ ઉભા કરાશે. આ પોલીસી અંતર્ગત માનવ સંસાધન વિકાસ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. રાજ્યમાં 2030 સુધી 1 લાખ કુશળ સંશોધકો તૈયાર કરવાનો સંકલ્પ લે છે. દર વર્ષે 250 JRF/SRF/PDF ફેલોશિપ આપવામાં આવશે. "વુમન ઇન ઇનોવેશન" ફેલોશિપ, એકીકૃત ગુજરાત H&D પોર્ટલ અને રાજ્યવ્યાપી STEM પ્રવૃત્તિઓ દ્વારા યુવાનોને સંશોધન તરફ પ્રોત્સાહિત કરવામાં આવશે. ઉદ્યોગ અને એકેડેમિયા વચ્ચે સહકાર વધશે અને વૈશ્વિક સ્પર્ધાત્મકતા મજબૂત બનશે વિજ્ઞાન પ્રત્યે રસ વધે તે માટે STEM લર્નિંગ સેન્ટર્સનો વિસ્તાર કરવામાં આવશે. સાયન્સ સિટી અને જિલ્લા વિજ્ઞાન કેન્નેને વધુ સશક્ત બનાવાશે. મોબાઇલ વિજ્ઞાન પ્રયોગશાળાઓ ભેરા ગામડાં સુધી વિજ્ઞાન પહોંચાડવામાં આવશે અને અનુભૂતિ આધારિત શિક્ષણને પ્રોત્સાહન મળશે. રાજ્યમાં 200થી વધુ IP સુવિધા કેન્દ્રો સ્થાપિત કરવાનો લક્ષ્ય છે, જેથી દર વર્ષે 1000થી વધુ બૌદ્ધિક સંપત્તિ નોંધણીઓ થાય, જેમાં ઓછામાં ઓછા 500 પેટન્ટનો સમાવેશ થાય. આથી ઉદ્યોગ અને એકેડેમિયા વચ્ચે સહકાર વધશે અને વૈશ્વિક સ્પર્ધાત્મકતા મજબૂત બનશે. રાજ્ય 2030 સુધી STI ક્ષેત્રમાં ખર્ચને GSDPના 1% સુધી વધારશે વિવિધ વિભાગોમાં 1% R&D ફાળવણી ફરજિયાત અનાવવામાં આવશે. CSR દ્વારા પણ સંશોધન, નવીનતા અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને ટેકો આપવામાં આવશે.વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ, ગુજરાત સરકાર આ નીતિ અમલમાં મૂકવા માટે નોડલ વિભાગ તરીકે કામ કરશે. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) અમલી એજન્સી રહેશે. ગુજરાત સ્ટેટ રિસર્ચ ફાઉન્ડેશન અને નિષ્ણાતોની ટેકનિકલ સમિતિ માર્ગદર્શન આપશે.ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ 2026 દરમિયાન આ નીતિ જાહેર થવી રાજ્યની વૈજ્ઞાનિક પ્રતિબદ્ધતા અને ટેક્નોલીજીમાં આત્મનિર્ભર બનવાના સંકલ્પનું પ્રતિક છે. આ નીતિ ગુજરાતને નવીનતા આધારિત અને વિશ્વસ્તરીય અર્થવ્યવસ્થા તરફ આગળ વધારશે. આ પણ વાંચો : Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં અંદાજીત 12,600 કિશોરીઓને HPV વેક્સિન અપાશે

Read Full Story arrow_forward
Bhavnagar: સરતાનપર વાવડીમાં SOGના દરોડા, 1.22 કિલો ગાંજા સાથે એક યુવકને દબોચ્યો
calendar_today March 1, 2026

Bhavnagar: સરતાનપર વાવડીમાં SOGના દરોડા, 1.22 કિલો ગાંજા સાથે એક યુવકને દબોચ્યો

ભાવનગર શહેર અને જિલ્લામાં નશાબંધીના અમલ માટે પોલીસ દ્વારા સતત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ દરમિયાન ભાવનગર SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે સરતાનપર વાવડી વિસ્તારમાં દરોડા પાડીને ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડવામાં સફળતા મળી છે.સરતાનપર વાવડી વિસ્તારમાં દરોડાSOGની ટીમને માહિતી મળી હતી કે સરતાનપર વાવડીના વાડી વિસ્તારમાં એક યુવક નશીલા પદાર્થ સાથે હાજર છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા વોચ ગોઠવીને મુકેશભાઈ ગોંડલીયા નામના યુવાનની અટકાયત કરી હતી. તેની તલાશી લેતા તેની પાસેથી અંદાજે 1.223 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો.કુલ મુદ્દામાલની જપ્તીપોલીસે આરોપી પાસેથી ગાંજાનો જથ્થો અને અન્ય ચીજવસ્તુઓ મળી કુલ રૂપિયા 63,000 થી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.સુરત કનેક્શન ખુલ્યુંપોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપી મુકેશને ગાંજાના સેવનની લત હોવાથી તે આ જથ્થો સુરતથી લાવ્યો હોવાનું કબૂલ્યું છે. પોતે નશો કરવા માટે આટલી મોટી માત્રામાં ગાંજો લાવ્યો હતો કે પછી તેની પાછળ અન્ય કોઈ વેચાણનો ઈરાદો હતો, તે દિશામાં SOG પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. આ ઘટનાને પગલે નશાના સોદાગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.આ પણ વાંચો: Junagadh: જેલમાં ટીવી સેટઅપ બોક્સમાંથી મોબાઈલ-સિમકાર્ડ ઝડપાયા, ત્રણ કેદીઓ સામે ફરિયાદ

Read Full Story arrow_forward
Botad News : કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ બોટાદ સાળંગપુર મંદિર ખાતે સ્વદેશી વેચાણ અને પ્રદર્શન મેળાનો શુભારંભ કરાવ્યો
calendar_today March 1, 2026

Botad News : કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ બોટાદ સાળંગપુર મંદિર ખાતે સ્વદેશી વેચાણ અને પ્રદર્શન મેળાનો શુભારંભ કરાવ્યો

જિલ્લા વહીવટી તંત્ર બોટાદ દ્વારા મિશન લાઈફ અંતર્ગત ત્રિદિવસીય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી નિમુબેને જણાવ્યું હતું કે, આ મેળામાં સખી મંડળના ૨૬ સ્ટોલમાં સ્વદેશી ચીજ વસ્તુઓનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. બહેનો દ્વારા હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે જેમાં, પ્રાકૃતિક કૃષિ, મધ, દેશી ઘી, પંચગવ્યથી બનાવેલ અગરબતી, સાબુ, ધૂપ, વિવિધ ફ્લેવરના ખાખરા, મુખવાસ, શાલ, હિંચકા, શો પીસ સહિતની વસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. બહેનોએ પોતાની રીતે વસ્તુઓ બનાવી મંત્રીએ જણાવ્યું હતું કે, હસ્તકલા ઉદ્યોગથી મહિલાઓ આત્મનિર્ભર બને ઉપરાંત પ્રાકૃતિક કૃષિને વેગ મળે તે માટે સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં મિશન લાઇફ અન્વયે મહિલાઓને આત્મનિર્ભર બનવા તક પૂરી પાડવામાં આવે છે. જે અન્વયે બહેનો પોતાની રીતે બનાવેલી વસ્તુઓનું વેચાણ કરી શકે તથા પોતાના કાર્યોથી ઓળખ ઊભી કરી શકે છે. નિમુબેન બાંભણીયાના હસ્તે શુભારંભ કરી મેળો ખુલ્લો મુકાયો હતો આ પ્રસંગે વેચાણ અને પ્રદર્શન મેળાનો કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાના હસ્તે શુભારંભ કરી મેળો ખુલ્લો મુકાયો હતો. તથા કેન્દ્રીય મંત્રીએ સખી મંડળના વિવિધ સ્ટોલની મુલાકાત લીધી અને સખી મંડળની બહેનોએ બનાવેલ ચીજ વસ્તુઓ પર ઉંડાણપૂર્વક ચર્ચા કરી હતી. આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ જેઠીબેન પરમાર, જિલ્લા કલેકટર ડો. જીન્સી રોય, જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાનિયા, નિવાસી અધિક કલેકટ પી.એલ. ઝણકાત, ડી.આર.ડી.એ.ના ડાયરેક્ટર ભાર્ગવ પટેલ, અગ્રણી મયુરભાઈ પટેલ તથા પાલજીભાઈ સહિત બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.આ પણ વાંચો : Gandhinagar News : 2026 અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા સાયન્સ, ટેકનોલોજી અને ઇનોવેશન STI નીતિ 2026-2031નું અનાવરણ

Read Full Story arrow_forward