Morbi: ટંકારાના સાવડીમાં તસ્કરોએ 16 વીજપોલ પરથી 1800 મીટર તારની ચોરી કરી, PGVCLને લાખોનું નુકસાન
મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં તસ્કરોએ હવે વીજ કંપનીને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. સાવડી ગામની સીમમાં આવેલી PGVCLની લાઈનમાંથી મોટા પાયે વીજ તારની ચોરી થવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. તસ્કરોએ રાત્રિના અંધકારનો લાભ લઈ લાખોની કિંમતના એલ્યુમિનિયમ વાયરની ચોરી કરી છે.PGVCLની લાઈનમાંથી વીજ તારની ચોરીટંકારાના સાવડી ગામ પાસે આવેલા અરણેશ્વર ફીડર હેઠળની વીજ લાઈનમાં આ ચોરી થઈ છે. તસ્કરોએ આયોજનબદ્ધ રીતે 16 જેટલા વીજપોલ પરથી વાયર કાપી નાખ્યા હતા. કુલ 15 ગાળામાં ફેલાયેલા અંદાજે 1800 મીટર લાંબા એલ્યુમિનિયમ વાયરની ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા છે.PGVCL દ્વારા કાયદેસરની કાર્યવાહીઆ ઘટનાની જાણ થતા જ PGVCLના નાયબ ઇજનેર અશ્વિન ભુવાએ તાત્કાલિક સ્થળ તપાસ કરી હતી. પ્રાથમિક અંદાજ મુજબ, ચોરાયેલા વાયરની કિંમત રૂપિયા 1.94 લાખ જેટલી થાય છે. આ મામલે તેમણે ટંકારા પોલીસ મથકે સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવી છે.ટંકારા પોલીસે નાયબ ઇજનેરની ફરિયાદના આધારે ઇલેક્ટ્રિસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો છે. .આ પણ વાંચો: Ahmedabad: સરદારનગરની ગાંધી કોલોનીમાં PCBના દરોડા, બિયરના 333 ટીન સાથે મકાન માલિકની ધરપકડ
Read Full Story arrow_forward