android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Junagadh: વિસાવદરના ભલગામમાં ગૌશાળાના કબજા મામલે સ્વામિનારાયણ સંતોએ વૃદ્ધને ફટકાર્યો
calendar_today February 28, 2026

Junagadh: વિસાવદરના ભલગામમાં ગૌશાળાના કબજા મામલે સ્વામિનારાયણ સંતોએ વૃદ્ધને ફટકાર્યો

જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ભલગામમાં આવેલી એક ગૌશાળાના વહીવટને લઈને મોટો વિવાદ વકર્યો છે. ગૌશાળા પર કબજો મેળવવા અને નાણાકીય લેતીદેતીના મામલે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા દાદાગીરી કરી એક વૃદ્ધને માર મારવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.જૂનાગઢમાં સંતોની દાદાગીરીમળતી માહિતી મુજબ, ભલગામની આ ગૌશાળાના વહીવટ માટે અગાઉ ₹1 કરોડ જેટલી માતબર રકમ આપી દેવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તેમ છતાં, સ્વામિનારાયણ સંત ચંદ્રપ્રકાશ સ્વામી દ્વારા વધુ ₹35 લાખની માંગણી કરવામાં આવી હતી. આ નાણાકીય વિવાદને કારણે ગૌશાળાના ટ્રસ્ટી અને પ્રમુખ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે અંતે મારામારીમાં પરિણમી હતી.વૃદ્ધ પર હુમલો અને દાદાગીરીગૌશાળાનો કબજો લેવાની લાયસામાં સંતો દ્વારા માન-મર્યાદા નેવે મૂકીને એક વૃદ્ધ વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ મારામારીના દ્રશ્યો જાહેરમાં બનતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સંતોના આ પ્રકારના વર્તનથી ધાર્મિક જગતમાં પણ અનેક સવાલો ઉભા થયા છે.પોલીસ કાર્યવાહીઆ ઘટના બાદ બંને પક્ષો વિસાવદર પોલીસ મથકે પહોંચ્યા હતા. પોલીસે આ મામલે સામસામી ફરિયાદ નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આટલી મોટી રકમની લેતીદેતી પાછળનું મુખ્ય કારણ શું હતું અને કયા આધારે ગૌશાળાના કબજા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું.આ પણ વાંચો:Patan: ચૂંટણી પૂર્વે ભાજપમાં ભંગાણ, વિકાસના કામો ન થતા કાઉન્સિલર નરેશ દવેનું પક્ષમાંથી રાજીનામું

Read Full Story arrow_forward
Vadodaraના સાવલીમાં ફાયરિંગનો મુદ્દો, પોલીસે આરોપી છગન પટેલની કરી ધરપકડ, જુઓ Video
calendar_today February 28, 2026

Vadodaraના સાવલીમાં ફાયરિંગનો મુદ્દો, પોલીસે આરોપી છગન પટેલની કરી ધરપકડ, જુઓ Video

ઈજાગ્રસ્ત નિમેશ બારીયા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને ભાજપના લોગો વાળી નેમપ્લેટ કારમાંથી મળી આવી હતી, ડભોઈથી આવેલી ટોળકી સાથે થયો ઝઘડો અને આર્મ્સ એક્ટ હેઠળ કડક પોલીસ કાર્યવાહી. સાવલી તાલુકાના પોઈચા ખાંડી ગામે ફાર્મ હાઉસ પર ફાયરિંગ પ્રકરણમાં ફાર્મ હાઉસના માલિક અને ભાજપ કિસાન મોરચાના પૂર્વ ઉપપ્રમુખ છગન પટેલની સામે હત્યાની કોશિશ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને ભાદરવા પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મારામારી બાદ આત્મરક્ષા માટે ફાયરિંગ કરાયું હતું વડોદરા જિલ્લા ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખ સી.કે. પટેલના પોઈચા ખાંડી ગામે આવેલા ફાર્મ હાઉસ પર ગતરાત્રે ફાયરિંગ થયું હતું. આ ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, ફાર્મ હાઉસ પર બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પાંચથી વધુ અજાણ્યા ઇસમો ફાર્મમાં ઘૂસી આવ્યા હોવાનું સામે આવ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, મારામારી બાદ આત્મરક્ષા માટે ફાયરિંગ કરાયું હતું. આ પણ વાંચો : Banaskanthaના અંબાજીમાં આદિવાસી બાળાઓનું અનોખુ બેગપાઈપર બેન્ડ, જુઓ Video

Read Full Story arrow_forward
Mahakaleshwar: મહાકાલ ધામમાં નહીં રમાય હોળી, માત્ર હર્બલ ગુલાલનો જ કરાશે ઉપયોગ
calendar_today February 28, 2026

Mahakaleshwar: મહાકાલ ધામમાં નહીં રમાય હોળી, માત્ર હર્બલ ગુલાલનો જ કરાશે ઉપયોગ

આ વર્ષે વિશ્વ પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ બાબા મહાકાલેશ્વર મંદિરમાં હોળીની ઉજવણી પર પ્રતિબંધ રહેશે. ભક્તો મંદિરમાં રંગ કે ગુલાલ લાવી શકશે નહીં. બે વર્ષ પહેલાં, 2024 ના હોળી ઉત્સવ દરમિયાન, ભસ્મ આરતી દરમિયાન ઉપયોગમાં લેવાતા રાસાયણિક પાવડરને કારણે ગર્ભગૃહમાં આગ લાગી હતી. જેમાં 14 લોકો દાઝી ગયા હતા. બે વર્ષ પહેલાં મંદિરમાં લાગેલી આગના ભયાનક દ્રશ્યને કોઈ ભૂલી શક્યું નથી. આને ધ્યાનમાં રાખીને, મંદિર સમિતિ ગયા વર્ષથી મંદિરમાં હોળીની ઉજવણી પર પ્રતિબંધ મૂકી રહી છે. ભક્તોને મંદિરમાં રંગ કે ગુલાલ લાવવાની મંજૂરી નહીં આ વખતે પણ મંદિર સમિતિએ સ્પષ્ટ કર્યું છે કે હોળીના તહેવાર દરમિયાન કોઈપણ ભક્ત રંગ ગુલાલ લઇ જઇ શકશે નહી. ભગવાન માટે નક્કી માત્રામાં હર્બલ ગુલાલ મંદિર સમિતિ ઉપલબ્ધ કરાવશે. પ્રવેશ પહેલાં ભક્તોની તપાસ કરવામાં આવશે અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.મંદિરના કર્મચારીઓ અને અધિકારીઓ માટે પણ નિયમ મંદિરના પ્રશાસક પ્રથમ કૌશિકે જણાવ્યું હતું કે મંદિરમાં હોળીના રંગોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ ફક્ત ભક્તોને જ નહીં પરંતુ મંદિરના તમામ કર્મચારીઓ અને અધિકારીઓને પણ લાગુ પડે છે. દેવતાને અર્પણ કરાયેલા રંગો સિવાય કોઈને પણ મંદિરમાં રંગો લાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. મંદિરમાં એકબીજા પર રંગો લગાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. બધા પ્રવેશ બિંદુઓ પર તપાસ માટે સૂચનાઓ આપવામાં આવી છે. 2 અને 3 માર્ચે ચેકિંગનું આયોજન કરવામાં આવ્યું છે. સીસીટીવી સર્વેલન્સ પણ ચાલુ રહેશે. 1 કિલો ગુલાલ હર્બલ અર્પણ કરાશે મંદિરના સહાયક પ્રશાસક આશિષ ફલવાડિયાએ જણાવ્યું હતું કે મંદિર સમિતિ ભગવાન મહાકાલ માટે પૂજારીના પરિવારને એક કિલો હર્બલ ગુલાલ આપી રહી છે. આનો ઉપયોગ ભસ્મ આરતી, સંધ્યા આરતી અને શયન આરતી દરમિયાન કરવામાં આવશે. મંદિરમાં રંગો પર પ્રતિબંધ મૂકવાનો આદેશ સમગ્ર મંદિર સંકુલને આવરી લે છે જેમાં નંદી હોલ, ગણેશ મંડપ, કાર્તિક મંડપ, સભા મંડપ અને અન્ય વિસ્તારોનો સમાવેશ થાય છે.

Read Full Story arrow_forward