android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bharuch News: અડગ માનવીને હિમાલય પણ નડતો નથી! અકસ્માતમાં ઘાયલ થયા બાદ પણ બોર્ડની પરીક્ષા આપવા પહોંચી વિદ્યાર્થિની
calendar_today February 28, 2026

Bharuch News: અડગ માનવીને હિમાલય પણ નડતો નથી! અકસ્માતમાં ઘાયલ થયા બાદ પણ બોર્ડની પરીક્ષા આપવા પહોંચી વિદ્યાર્થિની

કહેવાય છે કે જો મનમાં મક્કમ મનોબળ હોય તો કુદરત પણ રસ્તો કરી આપે છે. ભરૂચ જિલ્લાના જંબુસરમાં આજે બોર્ડની પરીક્ષા આપવા જતી એક વિદ્યાર્થિની સાથે અકસ્માત સર્જાયો હોવા છતાં, તેણે હિંમત હાર્યા વગર પરીક્ષા આપીને શિક્ષણ પ્રત્યેની પોતાની સમર્પણ ભાવના સાબિત કરી છે.નીલગાયે એક્ટિવાને મારી ટક્કર જંબુસરના લીમજ ગામે રહેતી અને જંત્રાણની વિદ્યાકુંજ વિદ્યાલયમાં ધોરણ 10 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સૃષ્ટિ જીતેન્દ્રભાઈ પટેલ આજે સવારે પોતાની માતા સાથે એક્ટિવા પર સવાર થઈ બોર્ડની પરીક્ષા આપવા કેન્દ્ર પર જઈ રહી હતી. આ દરમિયાન રસ્તામાં અચાનક એક નીલગાયે તેમના વાહનને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સૃષ્ટિ અને તેની માતા બંનેને ઇજાઓ પહોંચી હતી. શિક્ષણ વિભાગ હોસ્પિટલ દોડી આવ્યું ઘટનાની જાણ થતા જ વિદ્યાર્થિનીને તાત્કાલિક જંબુસરની અલ મહમુદ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. વિદ્યાર્થિનીના અકસ્માતના સમાચાર મળતા જ ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) અને જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન હોસ્પિટલ દોડી આવ્યા હતા. અધિકારીઓએ વિદ્યાર્થિનીના સ્વાસ્થ્યની પૃચ્છા કરી હતી અને તેના ભવિષ્યની ચિંતા વ્યક્ત કરી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.https://x.com/sandeshnews/status/2027638177536872904 ઇજાગ્રસ્ત હાલતમાં પણ આપી પરીક્ષા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લીધા બાદ, સૃષ્ટિએ પોતાની હિંમત બતાવી હતી અને વર્ષ બગડે નહીં તે માટે પરીક્ષા આપવાની જીદ કરી હતી. તબીબોની સલાહ અને શિક્ષણ વિભાગના સહયોગથી તે સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચી હતી અને પોતાનું પેપર લખ્યું હતું. સૃષ્ટિની આ હિંમતને સમગ્ર જિલ્લામાં બિરદાવવામાં આવી રહી છે. આ પણ વાંચો - Bharuch: વેડચ પોલીસે 7 મહિનાથી ફરાર દુષ્કર્મના આરોપીની ધરપકડ કરી

Read Full Story arrow_forward
Ahmedabad મહેસાણા હાઈવે પર 3 કાર અને ટ્રક પાછળથી અથડાતાં લાંબો ટ્રાફિકજામ, કાર ચાલકે બ્રેક અચાનક મારતા સર્જાયો અકસ્માત
calendar_today February 28, 2026

Ahmedabad મહેસાણા હાઈવે પર 3 કાર અને ટ્રક પાછળથી અથડાતાં લાંબો ટ્રાફિકજામ, કાર ચાલકે બ્રેક અચાનક મારતા સર્જાયો અકસ્માત

અમદાવાદ-મહેસાણા હાઈવે પર ટોલ ટેક્સ નજીક ત્રણ કાર અને એક ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ભારે ટ્રાફિકજામ સર્જાયો છે.કાર ચાલકે બ્રેક મારતા ત્રણ વાહનો અથડાયા ઘટના મુજબ શનિવારે સવારના સમયે અમદાવાદ-મહેસાણા હાઇવે પર ટોલ ટેક્સ નજીક એક કાર ચાલકે અચાનક બ્રેક મારતાં પાછળથી આવતા ત્રણ વાહનો અથડાયા હતા. હાઇવે પર ભારે ટ્રાફિક જામઆ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનોને નુકસાન થયું છે. અકસ્માત બાદ હાઇવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો ટ્રાફિક રાબેતા મુજબ કરવાના પ્રયાસો અકસ્માતની જાણ થતાં ટોલ રોડ ટીમ અને ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી છે અને વાહનોને હટાવી ટ્રાફિકને નિયંત્રિત કરવાની કામગીરી હાથ ધરાઈ છે. આ પણ વાંચો----     Junagadhમાં ગળેફાંસો ખાઈને યુવતીનો આપઘાત, પોલીસ ભરતીમાં એક - બે માર્કસથી થઈ હતી નાપાસ

Read Full Story arrow_forward
Gir Somnath News:  તાલાલા-પ્રાચી રોડ પર બાઈક અને બોલેરો વચ્ચે અકસ્માત
calendar_today February 28, 2026

Gir Somnath News: તાલાલા-પ્રાચી રોડ પર બાઈક અને બોલેરો વચ્ચે અકસ્માત

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા-પ્રાચી સ્ટેટ હાઇવે પર આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. રોંગ સાઇડમાં ધસી આવેલી એક બોલેરો જીપે બાઇકને જોરદાર ટક્કર મારતા બાઇકચાલક હવામાં ઉછળીને સીધો નદીના પટમાં ફંગોળાયો હતો. આ અકસ્માતમાં બાઇકચાલકને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી છે.હેલ્મેટ બન્યું રક્ષક, પણ હાલત ચિંતાજનક ઘટનાની મળતી માહિતી અનુસાર, ઇજાગ્રસ્ત બાઇકચાલક કોડીનારનો રહેવાસી છે. અકસ્માત એટલો જોરદાર હતો કે, ચાલક રોડ પરથી નીચે નદીમાં પડ્યો હતો. સદનસીબે ચાલકે હેલ્મેટ પહેરેલું હોવાથી માથાના ભાગે ઓછી ઇજાઓ થઈ છે, જે તેના માટે જીવનદાન સાબિત થયું છે. જોકે, શરીરના અન્ય ભાગોમાં ગંભીર ફેક્ચર અને ઇજાઓ હોવાથી તેની હાલત હાલ ચિંતાજનક જણાવવામાં આવી રહી છે. વેરાવળ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ અકસ્માત બાદ સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઇજાગ્રસ્ત યુવકને પ્રાથમિક સારવાર માટે તાલાલા ખસેડવામાં આવ્યો હતો, જ્યાંથી વધુ ગંભીર હાલત જણાતા તેને વેરાવળની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. સ્થાનિકોમાં ભારે રોષ તાલાલા-પ્રાચી સ્ટેટ હાઇવે પર છેલ્લા કેટલાક સમયથી અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે. વાહનચાલકો દ્વારા ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન અને રોંગ સાઇડમાં વાહન ચલાવવાની વૃત્તિને કારણે નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે, જેને લઈ સ્થાનિકોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ પણ વાંચો - Gir Somnath: કોડીનાર પોલીસનું મિશન મહારાષ્ટ્ર, વેશ પલટો કરી 4 દિવસની રેકી બાદ બાહુબલી મુકાદમ ઝડપાયો

Read Full Story arrow_forward