android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Railway News : સાબરમતી સ્ટેશન પર રીડેવલપમેન્ટ કાર્ય અંતર્ગત બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે
calendar_today February 28, 2026

Railway News : સાબરમતી સ્ટેશન પર રીડેવલપમેન્ટ કાર્ય અંતર્ગત બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે

ટ્રેનોના ઠેરાવ, માર્ગ અને રચના અંગે વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈ તપાસ કરી શકે છે. આંશિક રદ્દ ટ્રેન * 27 ફેબ્રુઆરી 2026ની ટ્રેન સંખ્યા 14821 જોધપુર–સાબરમતી એક્સપ્રેસ આબુ રોડ–સાબરમતી વચ્ચે આંશિક રદ્દ રહેશે. * 28 ફેબ્રુઆરી 2026ની ટ્રેન સંખ્યા 14822 સાબરમતી–જોધપુર એક્સપ્રેસ સાબરમતી–આબુ રોડ વચ્ચે આંશિક રદ્દ રહેશે. સંપૂર્ણ રદ્દ ટ્રેનો * 27 ફેબ્રુઆરી 2026ની ટ્રેન સંખ્યા 79435/79436 સાબરમતી–પાટણ–સાબરમતી ડેમુ રદ્દ રહેશે. * 27 ફેબ્રુઆરી 2026ની ટ્રેન સંખ્યા 69249/69250 સાબરમતી–કાટોસણ રોડ–સાબરમતી મેમુ રદ્દ રહેશે. ટ્રેનોના ઠેરાવ, માર્ગ અને રચના અંગે વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈ તપાસ કરી શકે છે. આ પણ વાંચો : Railway News : ગુજરાતનો હંસલપુર પ્રોજેક્ટ બન્યો વૈશ્વિક બેન્ચમાર્ક, ભારતીય રેલવેએ ઓટોમોબાઇલ લોજિસ્ટિક્સમાં 10 વર્ષમાં નોંધાવી 20 ગણી વૃદ્ધિ

Read Full Story arrow_forward
Railway News : આધુનિકતાની પટરી પર ભીલડી રેલવે સ્ટેશન, પુનર્વિકાસનું 90% કાર્ય પૂર્ણ
calendar_today February 28, 2026

Railway News : આધુનિકતાની પટરી પર ભીલડી રેલવે સ્ટેશન, પુનર્વિકાસનું 90% કાર્ય પૂર્ણ

પશ્ચિમ રેલવેના ભીલડી રેલવે સ્ટેશનનો અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ લગભગ ₹11.00 કરોડના અંદાજિત ખર્ચે વ્યાપક પુનર્વિકાસ કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટનું આશરે 95 ટકા કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે અને બાકીનું કાર્ય ઝડપી ગતિએ પ્રગતિ પર છે. એર-કન્ડિશન્ડ અને નોન-એર-કન્ડિશન્ડ પ્રતીક્ષાલયની સુવિધા ઉપલબ્ધ રહેશે * આધુનિક સ્ટેશન બિલ્ડિંગ: સ્ટેશન પર 18,223 ચોરસ ફૂટ વિસ્તારમાં એક નવું આધુનિક બિલ્ડિંગ બનાવવામાં આવી રહ્યું છે, જેમાં અદ્યતન બુકિંગ ઓફિસ તેમજ એર-કન્ડિશન્ડ અને નોન-એર-કન્ડિશન્ડ પ્રતીક્ષાલયની સુવિધા ઉપલબ્ધ રહેશે. * બહેતર કનેક્ટિવિટી અને એપ્રોચ: યાત્રીઓની સુવિધા માટે 39,288 ચોરસ ફૂટ લાંબા એપ્રોચ રોડની સુધારણા અને પહોળીકરણ કરવામાં આવ્યું છે તેમજ 29,105 ચોરસ ફૂટ વિસ્તારમાં સર્ક્યુલેટિંગ એરિયા અને પાર્કિંગ નો વિકાસ થઈ ચૂક્યો છે. * અદ્યતન પ્રતીક્ષાલય અને શૌચાલય: સ્ટેશન પર 1,582 ચોરસ ફૂટના પ્રતીક્ષાલયનું અપગ્રેડેશન કરવામાં આવ્યું છે અને કુલ 5 શૌચાલય બ્લોકમાંથી 4નું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. * લિફ્ટ અને યાત્રી-અનુકૂળ સુવિધાઓ: તમામ પ્લેટફોર્મ પર લિફ્ટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે તેમજ દિવ્યાંગજનો માટે વિશેષ રેમ્પ, પોર્ચ, સુગમ પ્રવેશ/નિકાસ દ્વાર, અલગ શૌચાલય અને પાર્કિંગ વિકસાવવામાં આવ્યા છે. યાત્રીઓ માટે પૂરતી સંખ્યામાં બેન્ચ પણ લગાવવામાં આવી છે. * પાર્કિંગ અને સૌંદર્યીકરણ: પરિસરમાં ફોર વ્હીલર, ટૂ વ્હીલર અને ઓટો-રિક્ષા માટે અલગ પાર્કિંગ, પ્લેટફોર્મ શેલ્ટરનો વિસ્તાર, હરિત વિસ્તારનું વિકાસ અને સૌંદર્યીકરણનું કાર્ય અંતિમ તબક્કામાં છે. * ભવિષ્યની ક્ષમતાનો વિસ્તરણ: હાલમાં ભીલડી સ્ટેશન પરથી દરરોજ અંદાજે 1,200 મુસાફરોની અવરજવર થાય છે અને 40થી વધુ ટ્રેનોનું આગમન-પ્રસ્થાન તથા ઠેરાવ અહીં થાય છે. આ સ્ટેશનને ભવિષ્યમાં દૈનિક 25,000 મુસાફરોની અવરજવર ક્ષમતાને અનુરૂપ રીતે વિકસાવવામાં આવી રહ્યું છે. * આર્થિક અને વ્યૂહાત્મક મહત્વ: આ સ્ટેશન માલગાડીઓ અને ડબલ સ્ટેક કન્ટેનર ટ્રેનોના સંચાલન માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે. તેનો પુનર્વિકાસ સ્થાનિક સમુદાયને વધુ સારી કનેક્ટિવિટી પ્રદાન કરશે. * સુરક્ષિત અને આધુનિક મુસાફરીનો અનુભવ: પુનર્વિકાસ પૂર્ણ થયા પછી ભીલડી સ્ટેશન યાત્રીઓને વધુ સુરક્ષિત, સુવિધાજનક અને આધુનિક અનુભવ પ્રદાન કરશે, જે પશ્ચિમ રેલવેની આધુનિકીકરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ પણ વાંચો : Railway News : સાબરમતી સ્ટેશન પર રીડેવલપમેન્ટ કાર્ય અંતર્ગત બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે

Read Full Story arrow_forward
Bharuch: ગેરકાયદે કેમિકલયુક્ત પાણી છોડતા પશુઓનો ભોગ લેવાયો, ઝેરી પાણી પીતા 9 કિંમતી ગાયોના મોત
calendar_today February 28, 2026

Bharuch: ગેરકાયદે કેમિકલયુક્ત પાણી છોડતા પશુઓનો ભોગ લેવાયો, ઝેરી પાણી પીતા 9 કિંમતી ગાયોના મોત

ભરૂચના ઔદ્યોગિક વિસ્તાર ઝઘડિયા GIDCમાં પર્યાવરણ અને પશુઓના જીવ સાથે ચેડાં કરતી ચોંકાવનારી ઘટના બની છે. GIDCની ખુલ્લી જગ્યામાં કંપનીઓ દ્વારા છોડવામાં આવેલા ઝેરી કેમિકલયુક્ત પાણીને પીવાથી 9 જેટલી ગીર ગાયોના મોત નીપજ્યા છે. આ ઘટનાએ ઉદ્યોગોની બેદરકારી અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કામગીરી સામે મોટા સવાલો ઊભા કર્યા છે.ઝેરી કેમિકલયુક્ત પાણીને પીવાથી ગાયોના મોત  મળતી માહિતી મુજબ, ઝઘડિયા GIDC વિસ્તારમાં આવેલી સર્જન કેમિકલ અને રંગ કેમિકલ નામની કંપનીઓ દ્વારા ગેરકાયદેસર રીતે કેમિકલયુક્ત દૂષિત પાણી ખુલ્લામાં છોડવામાં આવ્યું હતું. પશુપાલકની ગાયો ચરવા માટે નીકળી હતી ત્યારે આ ઝેરી પાણી પી જવાથી એકસાથે 9 કિંમતી ગીર ગાયોના ટપોટપ મોત થયા હતા.પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવીઆ મામલે પશુપાલક રામજી સિંઘવ દ્વારા ઝઘડિયા જીઆઇડીસી પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં સ્પષ્ટપણે આક્ષેપ કરવામાં આવ્યો છે કે કંપનીઓની બેદરકારીને કારણે જ આ પશુઓના મોત થયા છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો:Gir Somnath: કોડીનાર પોલીસનું મિશન મહારાષ્ટ્ર, વેશ પલટો કરી 4 દિવસની રેકી બાદ બાહુબલી મુકાદમ ઝડપાયો

Read Full Story arrow_forward