android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Morbi : જમીનના મામલે હત્યા કરીને મૃતદેહ સળગાવી જમીનમાં દાટી દેવાના ચકચારી કેસમાં 5 આરોપી ઝડપાયા
calendar_today February 28, 2026

Morbi : જમીનના મામલે હત્યા કરીને મૃતદેહ સળગાવી જમીનમાં દાટી દેવાના ચકચારી કેસમાં 5 આરોપી ઝડપાયા

મોરબી શહેરના ચકચારી તાજ મહમંદભાઇ ભટ્ટીની હત્યા કરી લાશ સળગાવી અને દાટીને પુરાવાઓ નાશ કરવાના કેસમાં મોરબી પોલીસે સફળતા મેળવી છે. પૂર્વ આયોજિત કાવતરું રચીને કરવામાં આવેલી આ ઘાતકી હત્યાના મામલે પોલીસે મુખ્ય આરોપીઓ સહિત 5 શખ્સોને દબોચી લીધા છે જ્યારે હજુ બે આરોપીની શોધખોળ ચાલી રહી છે.ઘતકી હત્યામાં 5 આરોપી ઝડપાયા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે 26-2-26 મૃતકના દીકરા રીયાઝ તાજમહંમદભાઈ ભટ્ટીએ 7 આરોપી સામે ફરીયાદ નોંધાવી હતી. પોલીસે તપાસમાં 5 આરોપીઓની ધરપકડ કરી છે જેમાં બાલુભાઈ થોભણભાઈ અઘારા, થોભણભાઈ ઘેલાભાઈ અઘારા, રમેશભાઈ અરજણભાઈ અઘારા, વિશાલ રમેશભાઈ વાધડીયા, અને જયદિપભાઈ કાનાભાઈ સેરશીયાની ધરપકડ કરાઇ છે. જ્યારે ભાવેશ થોભણભાઈ અઘારા અને જીતેશભાઈ બાલુભાઈ જાલરીયા પોલીસ પકડથી બહાર છે. આ આરોપીઓને પકડવા માટે પોલીસે અલગ-અલગ દિશામાં તપાસ હાથ ધરી છે. કેવી રીતે પાર પાડ્યું ઓપરેશન? તાજમહમંદભાઇ ગુમ થયાની 19 ફેબ્રુઆરીએ નોંધ થયા બાદ પોલીસ શકમંદો પર નજર રાખી રહી હતી. શકદાર બાલુભાઈ થોભણભાઈ અઘારાની કડકાઈથી પૂછપરછ કરવામાં આવતા તેણે ભાંગી પડીને હત્યાની કબૂલાત કરી હતી. આરોપીએ કબૂલ્યું હતું કે જમીનના સોદામાં આપેલા 5 લાખ રૂપિયા પરત મેળવવા અને દસ્તાવેજ બાબતે ચાલી રહેલી માથાકૂટનો અંત લાવવા તેમણે આ પ્લાન બનાવ્યો હતો. સંબંધીઓએ સાથે મળીને ખેલ્યો ખૂની ખેલ જમીનના સોદાના 5 લાખ રૂપિયા પરત મેળવવા માટે આ તમામ સંબંધીઓએ એકસંપ થઈને તાજમહમંદભાઇનું અપહરણ કર્યું અને ભડિયાદ પાસેના ફાર્મ હાઉસમાં ઢોર માર મારીને હત્યા નિપજાવી હતી. ત્યારબાદ પુરાવાનો નાશ કરવા લાશને સળગાવીને દાટી દીધી હતી. આરોપીઓમાં પિતા, પુત્ર, ભત્રીજો, ભાઈ, જમાઈ જેવા સભ્યો આ ગુનામાં સામેલ છે. હથિયારો અને વાહનો કબજે પોલીસ હવે પકડાયેલા આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ આ સાથે જ હત્યામાં વપરાયેલા પ્લાસ્ટિકના પાઇપ, લાકડાના બડીકા જેવા હથિયારો તેમજ અપહરણ અને લાશના નિકાલ માટે ઉપયોગમાં લેવાયેલી ફોર્ચ્યુનર જેવી ગાડીઓ કબજે કરવામાં આવી છે.આ પણ વાંચો----      Junagadhમાં ગળેફાંસો ખાઈને યુવતીનો આપઘાત, પોલીસ ભરતીમાં એક - બે માર્કસથી થઈ હતી નાપાસ

Read Full Story arrow_forward
Gandhinagar: ગૌણ સેવા પસંદગી મંડળનો મોટો નિર્ણય, CCE ભરતીમાં નવી 914 જગ્યાઓનો વધારો
calendar_today February 28, 2026

Gandhinagar: ગૌણ સેવા પસંદગી મંડળનો મોટો નિર્ણય, CCE ભરતીમાં નવી 914 જગ્યાઓનો વધારો

ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં વર્ગ- 3 ની સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક સ્તરની જગ્યાઓ માટે ચાલી રહેલી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (CCE) ની ભરતી પ્રક્રિયામાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે કે અગાઉની ખાલી જગ્યાઓમાં નવી 914 જગ્યાઓનો વધારો કરવામાં આવ્યો છે.કુલ જગ્યાઓનો આંકડો 7300 ને પારઅગાઉ આ ભરતી મર્યાદિત સંખ્યામાં જાહેર કરવામાં આવી હતી, પરંતુ હવે નવી જગ્યાઓના ઉમેરા બાદ કુલ ભરતીનો આંકડો વધીને 7338 પર પહોંચ્યો છે. આ વધારાથી હજારોની સંખ્યામાં તૈયારી કરી રહેલા સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારોને સફળ થવાની વધુ તક મળશે.ગ્રુપ-A અને ગ્રુપ-B માં વિભાજનનવી ઉમેરાયેલી જગ્યાઓનું વિભાજન ગ્રુપ A (સિનિયર ક્લાર્ક અને સમકક્ષ પદ) નવી 252 જગ્યાઓનો વધારો. ગ્રુપ B (જુનિયર ક્લાર્ક અને સમકક્ષ પદ) નવી 662 જગ્યાઓનો વધારો કરવામાં આવ્યો છે.વહીવટી પ્રક્રિયા તેજગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ ભરતી પ્રક્રિયા અંતર્ગત પરીક્ષાઓ અને પરિણામોની કામગીરી ખૂબ જ ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારના મહેસૂલ, પંચાયત અને સામાન્ય વહીવટ વિભાગ જેવા મહત્વના વિભાગોમાં આ ભરતી દ્વારા નવા કર્મચારીઓની નિમણૂક કરવામાં આવશે.આ પણ વાંચો: Palitana: શેત્રુંજય પર્વત પર વનરાજના આંટાફેરા, ડુંગરના પગથિયાં ઉતરતા જોવા મળ્યા બે સિંહ

Read Full Story arrow_forward
Amreli News: રાજુલા ગેંગરેપ કેસમાં ઐતિહાસિક ચુકાદો, 4 નરાધમોને 20 વર્ષની જેલ
calendar_today February 28, 2026

Amreli News: રાજુલા ગેંગરેપ કેસમાં ઐતિહાસિક ચુકાદો, 4 નરાધમોને 20 વર્ષની જેલ

અમરેલી મહિલા સુરક્ષા અને સગીરાઓ પર થતા અત્યાચાર મામલે અમરેલીની રાજુલા સેશન્સ કોર્ટ દ્વારા એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપવામાં આવ્યો છે. રાજુલા તાલુકાના માંડળ ગામની સગીરા પર સામૂહિક દુષ્કર્મ ગુજારનાર ચાર આરોપીઓને કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.વીડિયો વાયરલ કરવાની ધમકી આપી 4 વર્ષ કર્યું શોષણ આ કેસની વિગતો મુજબ, નરાધમોએ સગીરાનો અશ્લીલ વીડિયો બનાવી લીધો હતો અને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી સતત ચાર વર્ષ સુધી તેનું શારીરિક શોષણ કર્યું હતું. સગીરા ડરના માર્યા મૌન રહી હતી, પરંતુ આખરે વર્ષ 2022માં તેણે હિંમત એકઠી કરી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોક્સો કોર્ટનો કડક આદેશ રાજુલા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ (સ્પેશિયલ પોક્સો કોર્ટ) દ્વારા આ કેસમાં તમામ પુરાવાઓ અને સાક્ષીઓને ધ્યાને રાખી ચારેય આરોપીઓને તકસીરવાન ઠેરવવામાં આવ્યા હતા. કોર્ટે નોંધ્યું કે, આવા ગુનાઓ સમાજ માટે કલંક સમાન છે. સજાની સાથે સાથે કોર્ટે પીડિતાના પરિવારને 2 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ મહત્વપૂર્ણ હુકમ કર્યો છે. આ ચુકાદાને પગલે પંથકમાં ન્યાયતંત્ર પ્રત્યેનો વિશ્વાસ વધ્યો છે, અને ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.આ પણ વાંચો - Amreli: રાજુલા નજીક હિટ એન્ડ રન, ભાવનગર-સોમનાથ હાઇવે પર અજાણ્યા વાહને યુવાનને કચડ્યો

Read Full Story arrow_forward