android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : અમદાવાદમાં વૃદ્ધ દંપતિ ડિજિટલ એરેસ્ટનો ભોગ બનતા બચી ગયા, દંપતિએ સેટેલાઈટ પોલીસનો માન્યો આભાર
calendar_today February 28, 2026

Ahmedabad News : અમદાવાદમાં વૃદ્ધ દંપતિ ડિજિટલ એરેસ્ટનો ભોગ બનતા બચી ગયા, દંપતિએ સેટેલાઈટ પોલીસનો માન્યો આભાર

મહત્વનું છે કે દંપત્તિને છેલ્લા બે દિવસથી આરોપીઓએ ડિજિટલ અરેસ્ટ બનાવી 60 લાખની એફડી તોડાવવા માટે દબાણ કરી રહ્યાં હોવાનું સામે આવ્યુ છે. વર્ષ 2006 થી અમેરિકામાં રહે છે દંપતિ અને છેલ્લા 4 વર્ષથી સારવાર માટે અમદાવાદ આવ્યું છે. પોતાનો બચાવ થતાં દંપતીએ પોલીસનો આભાર માન્યો છે. મની લોન્ડ્રિંગ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી આરોપીઓએ પોલીસ સ્ટેશનમાં પોલીસનો આભાર માની રહેલા આ વૃદ્ધ એનઆરઆઈ રાજેન્દ્ર શેઠ છે, રાજેન્દ્ર શેઠ છેલ્લા 20 વર્ષથી અમેરિકામાં રહે છે અને બીમારીના કારણે છેલ્લા 4 વર્ષથી અમદાવાદમાં રહી રહ્યા છે, રાજેન્દ્ર શેઠને 25 ફેબ્રુઆરીના રોજ સવારે મુંબઈ ક્રાઈમ બ્રાંચના નામે કોલ આવ્યો અને નરેશ ગોયલના મની લોન્ડ્રિંગના કેસમાં તેમના આધારકાર્ડ અને બેંક અકાઉન્ટનો ઉપયોગ થયો છે. જેમાં ધરપકડ કરવાની વાત કરી બનાવટી અધિકારી અને કોર્ટ બતાવી ડરાવ્યા હતા. સેટેલાઈટ પોલીસે દંપતીના રૂપિયા બચાવવા કરી મદદ મહત્વનું છે કે બે દિવસ ડિજિટલ અરેસ્ટ રહેલા દંપતીને કોઈની સાથે વાત કરવા ન દીધી અને રાતે પણ ફોન ચાલુ રખાવ્યો હતો. સાથે જ બે દિવસ દરમિયાન વૃદ્ધની પ્રોપર્ટીની માહિતી મેળવી અને ફોન સતત ચાલુ રખાવી બેંકમાંથી એફડી તોડવા માટે દબાણ કરતા હતા આરોપીએ ડરાવીને વૃદ્ધ પાસેથી 15 લાખની એફડી તોડાવી રૂપિયા સેવિંગ ખાતામાં નખાવ્યા, મહત્વનું છે કે જ્યારે દંપતી બેંકમાં ગયુ ત્યારે પણ ફોન ચાલુ રાખ્યો હતો. જોકે સમગ્ર મામલે સેટેલાઈટ પોલીસને જાણ થતા પોલીસે ત્યાં પહોંચીને વૃદ્ધને બચાવી લીધા અને તેમના રુપિયા પણ. ડિજિટલ એરેસ્ટ જેવું કંઈ હોતું જ નથી સાયબર ગઠીયાઓએ રાજેન્દ્ર ભાઈને એટલા ધમકાવ્યા હતા કે તે 60 લાખની એફડી તોડવાની વાત કરી પરંતુ રાજેન્દ્ર ભાઈએ તેનો વિરોધ કરી મિત્રને વાત કરતા તેમનો બચાવ થયો છે. મહત્વની વાત છે કે, આરોપીએ ફરિયાદીનો ફોન પણ હેક કર્યો હતો. જ્યારે પોલીસ તેમના ઘરે પહોચીં ત્યારે પણ આરોપીઓ ફોન પર વાતચિત કરતા હતા અને પોલીસે ફરિયાદીનો ફોન તોડાવી તેમની સાથે ચાલતી વાતચીત બંધ કરાવી હતી જેથી આ કિસ્સો તમામ લોકો માટે દાખલ રૂપ કિસ્સો છે અને હવે ભોગ બનનાર કહી રહ્યા છે કે, ડિજિટલ અરેસ્ટ જેવો કોઈ મામલો હોતો નથી જેથી તમામે સચેત રહેવુ જરુરી છે. આ પણ વાંચો : Surat News : સુરતમાં રમત રમતમાં ટાબરિયાઓએ વંદે ભારત ટ્રેન પર પથ્થર ફેંકતા પોલીસ થઈ દોડતી

Read Full Story arrow_forward
Palanpur: ગ્રાહક બનીને આવેલા ગઠિયા જ્વેલર્સની દુકાનમાંથી 1.98 લાખના દાગીના સેરવી ગયા
calendar_today February 28, 2026

Palanpur: ગ્રાહક બનીને આવેલા ગઠિયા જ્વેલર્સની દુકાનમાંથી 1.98 લાખના દાગીના સેરવી ગયા

પાલનપુર તાલુકાના કુંભાસણ ગામમાં આવેલી એક જ્વેલર્સની દુકાનમાં ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં બે અજાણ્યા શખ્સો ગ્રાહક હોવાનો ઢોંગ કરીને આવ્યા હતા અને વેપારીની નજર ચૂકવીને સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.ગ્રાહક બનીને આવ્યા અને લૂંટ ચલાવીકુંભાસણ ગામે રહેતા ઈશ્વરભાઈ ઠાકોરની જ્વેલર્સની દુકાનમાં બે અજાણ્યા ઈસમો ખરીદી કરવાના બહાને પ્રવેશ્યા હતા. વેપારી જ્યારે દાગીના બતાવવામાં વ્યસ્ત હતા, ત્યારે આ ગઠિયાઓએ અત્યંત ચાલાકી પૂર્વક હાથફેરો કર્યો હતો. વેપારી કઈ સમજે તે પહેલા જ આ શખ્સો આશરે ₹1.98 લાખની કિંમતના દાગીના લઈને નાસી છૂટ્યા હતા.CCTVમાં કેદ થઈ ચોરીતસ્કરોની આ તમામ હરકતો દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે ગઠિયાઓ વાતચીતમાં વેપારીનું ધ્યાન ભટકાવે છે અને દાગીનાની ચોરી કરે છે. પોલીસે આ ફૂટેજ કબજે કરીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.પોલીસનો કાફલો તપાસમાં જોતરાયોઘટનાની ગંભીરતાને જોતા બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા (SP) દ્વારા તાત્કાલિક અસરથી ગઢ પોલીસ અને એલસીબી (LCB) ની અલગ-અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તેમને ઝડપી પાડવા કવાયત શરૂ કરી છે.આ પણ વાંચો:Amreli: રાજુલા નજીક હિટ એન્ડ રન, ભાવનગર-સોમનાથ હાઇવે પર અજાણ્યા વાહને યુવાનને કચડ્યો

Read Full Story arrow_forward
Botad : લાખણકા ગામે પૈસાની ઉઘરાણીમાં યુવકને ઢોર માર માર્યો, આરોપીઓની ધરપકડ
calendar_today February 28, 2026

Botad : લાખણકા ગામે પૈસાની ઉઘરાણીમાં યુવકને ઢોર માર માર્યો, આરોપીઓની ધરપકડ

બોટાદના ગઢડાના લાખણકા ગામે 20 ફેબ્રુઆરીએ પૈસાની ઉઘરાણીના મામલામાં સાત શખ્સો એક યુવક ઉપર જાહેરમાં લાકડીઓ લઇને તૂટી પડતાં યુવક લોહીલુહાણ થઇ ગયો હતો. આ મામલે પોલીસે તપાસ શરુ કરીને આરોપીનઓને આઝડપી પાડ્યા હતા. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.જાહેરમાં હુમલો સૂત્રોના જણાવ્યા પ્રમાણે, લાખણકા ગામે થયેલા આ બનાવમાં આશરે 7 જેટલા શખ્સો સામેલ હતા. હુમલાનું મુખ્ય કારણ પૈસાની ઉઘરાણી હતી અને યુવક ઉપર જાહેરમાં હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીઓની ધરપકડ પોલીસે ફરિયાદ મળતાં તરત જ કાર્યવાહી શરૂ કરી અને આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. આ પણ વાંચો----     Vadodaraમાં મહિલા સાથે દુષ્કર્મ આચરનારની ધરપકડ, મહિલાનો પીછો કરીને તેના ઘરમાં ઘુસી ગયો હતો

Read Full Story arrow_forward