android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Hyderabad : 21 વર્ષીય યૂટ્યૂબરનું શંકાસ્પદ મોત, ફ્લેટમાંથી મળ્યો મૃતદેહ
calendar_today February 26, 2026

Hyderabad : 21 વર્ષીય યૂટ્યૂબરનું શંકાસ્પદ મોત, ફ્લેટમાંથી મળ્યો મૃતદેહ

હૈદરાબાદના મણિકોંડામાં 21 વર્ષીય યૂટ્યૂબરનું શંકાસ્પદ મોત થયું હોવાનો કેસ સામે આવ્યો છે. મૃતકનું નામ બોનૂ કોમાલી છે, તેનો મૃતદેહ ભાડાના એપાર્ટમેન્ટમાંથી મળી આવ્યો છે. આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને મૃતદેહને કબ્જામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. આ મામલે શંકાસ્પદ મોતનો કેસ દાખલ કરીને પોલીસે વધુ તપાસ શરૂ કરી દીધી છે.રાયદુર્ગમ પોલીસ સ્ટેશનના જણાવ્યા મુજબ આ ઘટનાનો ખુલાસો ત્યારે થયો, જ્યારે બોનુ કોમાલીની માતા, જે કુવૈતમાં કામ કરે છે, તેને સવારે એક ટેક્સ્ટ મેસેજ મળ્યો. આ મેસેજમાં કોમાલીએ પોતાની માતા માટે પ્રેમ અને ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારબાદ માતાએ તેને ઘણી વખત ફોન કર્યો પણ કોઈ જવાબ મળ્યો નહીં અને તેને ચિંતા થઈ. તેમને હૈદરાબાદમાં પોતાના સંબંધીઓને જાણકારી આપી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડાયો ત્યારબાદ સંબંધીઓ જ્યારે મણિકોંડા સ્થિત ફ્લેટ પર પહોંચ્યા તો દરવાજો અંદરથી બંધ હતો. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી, પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને દરવાજો તોડીને અંદર પહોંચી તો કોમાલીનો મૃતદેહ મળ્યો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યો છે. શંકાસ્પદ મોતનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. બોનુ કોમાલી મૂળ વિશાખાપટ્ટનમની રહેવાસી હતી, તે હૈદરાબાદમાં સાયન્સ ગ્રેજ્યુએશન કરી રહી હતી. ભણવાની સાથે યૂટ્યૂબ પર પણ એક્ટિવ હતી. લાઈફસ્ટાઈલથી જોડાયેલું કન્ટેન્ટ પોસ્ટ કરતી હતી. મિત્રો અને સંબંધીઓના નિવેદન લઈ રહી છે પોલીસ સોશિયલ મીડિયા પર તેમની સારી હાજરી રહી છે. પ્રાથમિક તપાસમાં એ સંકેત મળી રહ્યા છે કે છેલ્લા કેટલાક મહિનાથી તે ભાવનાત્મક તણાવમાંથી પસાર થઈ રહી હતી. જો કે પોલીસનું કહેવું છે કે કોઈ પણ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા તમામ તથ્યોની પુષ્ટી કરવામાં આવશે. તપાસ હેઠળ પોલીસ તેમના મોબાઈલ ફોનનો ડેટા, કોલ રેકોર્ડ અને સોશિયલ મીડિયા પર ગતિવિધિ શોધી રહી છે. મિત્રો અને સંબંધીઓના નિવેદન નોંધવામાં આવી રહ્યા છે, જેથી ઘટનાની પાછળની પરિસ્થિતિઓને સમજી શકાય. આ પણ વાંચો : Whatsapp યુઝર્સ માટે મોટા સમાચાર, 1 માર્ચથી સિમ કાર્ડ વગર નહીં ચલાવી શકાય એપ્લિકેશન

Read Full Story arrow_forward
Gujarat News : પૂર્વ મુખ્ય ચૂંટણી અધિકારી IAS હરિત શુક્લાને GADમાં મુકવામાં આવ્યા, બે વિભાગના વધારાના ચાર્જ રહેશે
calendar_today February 26, 2026

Gujarat News : પૂર્વ મુખ્ય ચૂંટણી અધિકારી IAS હરિત શુક્લાને GADમાં મુકવામાં આવ્યા, બે વિભાગના વધારાના ચાર્જ રહેશે

ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે હરિત શુક્લાના સ્થાને સંદિપ સાંગ્લેને જવાબદારી સોંપવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો હતો. હવે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે સંદિપ સાંગ્લે જવાબદારી નિભાવશે. જ્યારે હરિત શુક્લાને આ જવાબદારીમાંથી મુક્ત કરીને GADમાં મુકવામાં આવ્યા છે. તેમની GADમાં અગ્ર સચિવ તરીકે બદલી કરવામાં આવી છે. હરિત શુક્લા પાસે બે વિભાગના વધારાના ચાર્જ રહેશે IAS અધિકારી હરિત શુક્લાને પોર્ટ એન્ડ ટ્રાંસપોર્ટ વિભાગના અગ્ર સચિવ તરીકેનો વધારાનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો છે. IAS હરિત શુક્લા પાસે બે વિભાગના વધારાના ચાર્જ રહેશે. આ ઉપરાંત સ્પીપાના ડાયરેક્ટર તરીકેનો પણ વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત GAS આઈ.આર.વાળાને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર તરીકેનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જે આગામી ઓર્ડર સુધી ચાલુ રહેશે. આ પણ વાંચોઃ Railway News: સાબરમતી સ્ટેશન પર રીડેવલપમેન્ટ અંતર્ગત બ્લોકને કારણે આ ટ્રેનો થશે પ્રભાવિત

Read Full Story arrow_forward
Kutch News: ભચાઉના રામવાડીમાં ચાર રસ્તા પર એક્ટિવા અને બાઈક વચ્ચે ભયંકર ટક્કર
calendar_today February 26, 2026

Kutch News: ભચાઉના રામવાડીમાં ચાર રસ્તા પર એક્ટિવા અને બાઈક વચ્ચે ભયંકર ટક્કર

કચ્છ જિલ્લાના ભચાઉ શહેરમાં આવેલા રામવાડી વિસ્તારમાં એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. રામવાડી ચાર રસ્તા પાસે પુરપાટ ઝડપે આવી રહેલા એક એક્ટિવા અને બાઈક વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો તીવ્ર હતો કે વાહન સવાર રોડ પર પટકાયા હતા, જેમાં એક મહિલાને શરીરે ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આ ભયંકર અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા એક CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.સ્પીડ બ્રેકરના અભાવે સર્જાયો અકસ્માત વીડિયોમાં જોઈ શકાય છે કે ચાર રસ્તા પર બંને વાહનો એકબીજા સાથે અથડાય છે. અકસ્માત સર્જાતા જ આજુબાજુના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવાની તજવીજ પણ હાથ ધરી હતી. સ્થાનિક રહીશોમાં આ અકસ્માતને પગલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે આ વ્યસ્ત ચાર રસ્તા પર લાંબા સમયથી સ્પીડ બ્રેકર (ગતિરોધક) મૂકવાની માંગ કરવામાં આવી રહી છે, પરંતુ તંત્ર દ્વારા તે દિશામાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.અકસ્માતની ઘટનામાં એક મહિલા ઇજાગ્રસ્ત સ્પીડ બ્રેકરના અભાવે વાહન ચાલકો બેફામ ગતિએ વાહનો હંકારે છે, જેના કારણે નિર્દોષ નાગરિકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. સ્થાનિકોએ માંગ કરી છે કે તંત્ર જાગે અને ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિ ન થાય તે માટે આ ચાર રસ્તા પર તાત્કાલિક સ્પીડ બ્રેકર અને જરૂરી સાઈન બોર્ડ લગાવવામાં આવે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward