android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bhavnagar News: માલણકા ગામે રત્નકલાકારની ઘાતકી હત્યા, મિત્રોએ વાડીએ બોલાવી ક્રૂરતાપૂર્વક માર માર્યો
calendar_today February 26, 2026

Bhavnagar News: માલણકા ગામે રત્નકલાકારની ઘાતકી હત્યા, મિત્રોએ વાડીએ બોલાવી ક્રૂરતાપૂર્વક માર માર્યો

ભાવનગર જિલ્લામાં વધુ એક યુવાનની ઘાતકી હત્યાની ઘટના સામે આવી છે. માલણકા ગામે રત્નકલાકાર તરીકે કામ કરતા યુવકને તેના જ મિત્રોએ વાડીએ બોલાવી ક્રૂરતાપૂર્વક માર માર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. હત્યા કરવામાં આવી હોવાની આશંકા પ્રાથમિક માહિતી અનુસાર પ્રેમ પ્રકરણને લઈને વિવાદ થતા હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ વરતેજ પોલીસ સ્ટેશન દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે સંદિગ્ધોને શોધવા અને સમગ્ર મામલાની હકીકત બહાર લાવવા માટે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે.આ પણ વાંચોઃ Railway News: સાબરમતી સ્ટેશન પર રીડેવલપમેન્ટ અંતર્ગત બ્લોકને કારણે આ ટ્રેનો થશે પ્રભાવિત

Read Full Story arrow_forward
Ahmedabad News: આગામી સમયમાં AMC પહેલી મનપા હશે જે ફ્લોટિંગ સોલારથી વીજળી ઉત્પન્ન કરશે
calendar_today February 26, 2026

Ahmedabad News: આગામી સમયમાં AMC પહેલી મનપા હશે જે ફ્લોટિંગ સોલારથી વીજળી ઉત્પન્ન કરશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.હાલમાં મનપા દર મહિને અંદાજે 3.5 કરોડ રૂપિયાનો વીજ ખર્ચ કરે છે. આ ખર્ચ ઘટાડવા અને સ્વચ્છ ઉર્જા તરફ આગળ વધવા માટે શહેરમાં સોલાર પેનલ લગાવવાનું આયોજન બનાવાયું છે. લાંભા અને કાંકરિયા ખાતે ફ્લોટિંગ સોલાર પ્લાન્ટ સ્થાપિત કરવાની યોજના છે. આ ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટ પર પણ ફ્લોટિંગ સોલાર મૂકવા આયોજન તૈયાર થયું છે. સરકારની એજન્સીને કન્સલ્ટન્ટ તરીકે મંજૂરી અપાઈ છે. AMCનું લક્ષ્ય આવનારા સમયમાં પોતાની જરૂરિયાતની 100 ટકા ઉર્જા સ્વયં ઉત્પન્ન કરવાનું છે.આ યોજના અમલમાં આવશે તો મનપા ફ્લોટિંગ સોલારથી વીજળી ઉત્પન્ન કરતી દેશની પહેલી મનપા બનશે. 4 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું બીજી તરફ કાંકરિયા લેક ખાતે આધુનિક વોટર શો શરૂ કરવામાં આવ્યો છે.આ શો અમદાવાદના ઐતિહાસિક વારસાને જીવંત રૂપમાં રજૂ કરશે અને શહેરવાસીઓ સાથે પર્યટકો માટે નવી મનોરંજન સુવિધા બની રહેશે. આ પ્રોજેક્ટ માટે અંદાજે 4 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. વોટર શો સાથે નવી આધુનિક રાઇડ્સ પણ ટૂંક સમયમાં શરૂ કરવાનું આયોજન છે. બાલવાટિકા પછી હવે કાંકરિયા પર્યટકો માટે વધુ આકર્ષણનું કેન્દ્ર બનશે. કેન્ડી મ્યુઝિયમ બનાવવાની પણ ખાસ યોજના તૈયાર કરવામાં આવી છે. તંત્ર દ્વારા તમામ જરૂરી કામોને મંજૂરી આપવામાં આવી છે, જેના કારણે આવનારા સમયમાં કાંકરિયા તળાવ પર પર્યટકોની સંખ્યા વધવાની શક્યતા છે. આ પણ વાંચોઃ Sunetra Pawar બન્યા NCPના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, કાર્યકારી બેઠકમાં લેવાયો નિર્ણય

Read Full Story arrow_forward
Rajkotની ઉત્કર્ષ સ્કૂલ ફરી આવી વિવાદમાં: નિરીક્ષકોની બેદરકારીથી ધોરણ-10ના વિદ્યાર્થીનું પેપર અધૂરું રહ્યું
calendar_today February 26, 2026

Rajkotની ઉત્કર્ષ સ્કૂલ ફરી આવી વિવાદમાં: નિરીક્ષકોની બેદરકારીથી ધોરણ-10ના વિદ્યાર્થીનું પેપર અધૂરું રહ્યું

રાજકોટમાં શિક્ષણ જગતને શરમાવે તેવી ઘટના સામે આવી છે. શહેરની ઉત્કર્ષ સ્કૂલ પરીક્ષા સંચાલનમાં ક્ષતિઓને કારણે ફરી વિવાદના કેન્દ્રમાં આવી છે. ધોરણ-10ની બોર્ડની પરીક્ષા આપી રહેલા એક વિદ્યાર્થીએ શાળાના નિરીક્ષકો (સુપરવાઈઝર) પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે, જેને પગલે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પીડિત વિદ્યાર્થીના જણાવ્યા અનુસાર, પરીક્ષા ખંડમાં હાજર નિરીક્ષકોની બેદરકારીને કારણે તેનું પેપર અધૂરું રહી ગયું છે.ધોરણ 10ના વિદ્યાર્થીએ લગાવ્યો આક્ષેપ વિદ્યાર્થીનો આક્ષેપ છે કે: નિરીક્ષકો દ્વારા પૂરતી સૂચના કે સમય અંગેની સ્પષ્ટતા ન મળતા પેપર પૂર્ણ કરી શકાયું નથી. નિયમ મુજબ નિરીક્ષકે વિદ્યાર્થીની હોલ ટિકિટમાં સહી કરવાની હોય છે, પરંતુ આ કિસ્સામાં હોલ ટિકિટ પર સહી પણ કરવામાં આવી નથી, જે વહીવટી સ્તરે મોટી ચૂક ગણાય છે. વિદ્યાર્થીએ વ્યથા ઠાલવતા પ્રશ્ન ઉઠાવ્યો છે કે, "જો આ બેદરકારીને કારણે હું નપાસ થઈશ, તો તેની જવાબદારી કોની રહેશે?".હોલ ટિકિટમાં સહી પણ ન કરવાનો આક્ષેપવાલીઓએ આ બાબતે શિક્ષણ વિભાગ અને બોર્ડના અધિકારીઓને રજૂઆત કરવાની તજવીજ હાથ ધરી છે. ઉત્કર્ષ સ્કૂલ અગાઉ પણ વિવિધ કારણોસર વિવાદોમાં રહી ચુકી છે, ત્યારે બોર્ડની પરીક્ષા જેવા સંવેદનશીલ સમયે આવી બેદરકારી કેમ દાખવવામાં આવી તે એક મોટો પ્રશ્ન છે. શું અન્યાય પામેલા વિદ્યાર્થીને ન્યાય મળશે? તે જોવાનું રહેશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward