android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Whatsapp યુઝર્સ માટે મોટા સમાચાર, 1 માર્ચથી સિમ કાર્ડ વગર નહીં ચલાવી શકાય એપ્લિકેશન
calendar_today February 26, 2026

Whatsapp યુઝર્સ માટે મોટા સમાચાર, 1 માર્ચથી સિમ કાર્ડ વગર નહીં ચલાવી શકાય એપ્લિકેશન

1 માર્ચ, 2026થી એક નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે, જે હેઠળ કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે સિમ-બાઈન્ડિંગ નિયમોમાં કોઈ છૂટછાટ આપવામાં આવશે નહીં. નવેમ્બરના અંતમાં ટેલિકોમ્યુનિકેશન વિભાગે વોટ્સએપ, ટેલિગ્રામ, સિગ્નલ, સ્નેપચેટ જેવી ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ્સ માટે 'સિમ બાઈન્ડિંગ' લાગુ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ સોશિયલ મીડિયા અને મેસેજિંગ પ્લેટફોર્મ્સને તેને લાગુ કરવા માટે 90 દિવસનો સમય આપવામાં આવ્યો હતો, જેની સમયમર્યાદા 28 ફેબ્રુઆરીએ સમાપ્ત થઈ રહી છે.શું છે સિમ બાઈન્ડિંગ? 1 માર્ચથી સિમ બાઈન્ડિંગ નિયમ લાગુ કરવાનો સમય આવી ગયો છે. આ નિયમ 1 માર્ચથી અમલમાં આવી રહ્યો છે અને કંપનીઓને આ નિયમો પર કોઈ વધારો આપવામાં આવી રહ્યો નથી, જેનો અર્થ છે કે તેમને 1 માર્ચથી સિમ બાઈન્ડિંગ નિયમનું પાલન કરવું પડશે. સિમ બાઈન્ડિંગનો અર્થ એ છે કે તમે WhatsApp અને Snapchat જેવી ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ્સ માટે જે નંબરનો ઉપયોગ કરો છો તેની સાથે સંકળાયેલું સિમ કાર્ડ ડિવાઈસમાં હોવું જોઈએ. જો સિમ કાઢી નાખવામાં આવે, ક્ષતિગ્રસ્ત થઈ જાય અથવા નિષ્ક્રિય થઈ જાય તો WhatsApp, Telegram, Signal અને Snapchat જેવી મેસેજિંગ એપ્સ પણ અક્ષમ થઈ જશે. આનો અર્થ એ છે કે જો તમે WhatsAppનો ઉપયોગ કરવા માગતા હોય તો ફોનમાં તે સિમ કાર્ડ હોવું જોઈએ જેના પર તમે તમારો WhatsApp નંબર એક્ટિવ કર્યો હતો. સિમ એક્ટિવ હોવું જરૂરી અત્યાર સુધી WhatsAppમાં એક સુવિધા હતી જે તમને 6-અંકનો કોડ અથવા OTP દાખલ કરીને એકવાર લોગ ઈન કરવાની મંજૂરી આપતી હતી અને તે જ સિમ સક્રિય છે કે નહીં તે વારંવાર તપાસવાની જરૂર નહોતી. સિમ દૂર કર્યા પછી પણ જો તમે Wi-Fi અથવા ઈન્ટરનેટ દ્વારા WhatsAppનો ઉપયોગ કરવા માગતા હોય તો તે ઉપકરણ પર WhatsApp ચાલી શકતું હતું. નવા નિયમો સાથે, સિમ એક્ટિવ હોવું જોઈએ અને તે જ ઉપકરણ પર હોવું જોઈએ જેના પર તમે WhatsApp વાપરી રહ્યા છો. જો તમારા મોબાઈલ ડિવાઈસમાંથી સિમ કાર્ડ કાઢી નાખવામાં આવે છે તો તમે હવે તે નંબર સાથે ઉપયોગમાં લેવાતી WhatsApp, Snapchat અને Telegram જેવી એપ્સનો ઉપયોગ કરી શકશો નહીં. વધુમાં આ એપ્સના વેબ વર્ઝનમાં દર 6 કલાકે ઓટોમેટિક એકાઉન્ટ લોગ આઉટ થવાની જોગવાઈ પણ છે. વેબ પર એકાઉન્ટનો ઉપયોગ કરવા માટે તમે QR કોડ સ્કેન કરીને 6 કલાક પછી ફરીથી લોગ ઈન કરી શકો છો. નાણાકીય છેતરપિંડીને રોકવા માટે આ નિર્ણય લેવાયો જો તમે જે ફોનમાં WhatsApp વાપરો છો તે જ ફોનમાં સિમ કાર્ડ નાખ્યું હોય તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી અને તમારું WhatsApp કાર્યરત રહેશે. જોકે, જો તમે સિમ કાર્ડ કાઢી નાખો છો તો WhatsApp થોડા સમય માટે નિષ્ક્રિય થઈ શકે છે, અને તમારે સિમ કાર્ડ ફરીથી દાખલ કરીને લોગિન પ્રક્રિયા ફરી શરૂ કરવાની જરૂર પડશે. ઝડપથી વધી રહેલી નાણાકીય છેતરપિંડીને રોકવા માટે ટેલિકોમ્યુનિકેશન વિભાગે ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ્સ માટે સિમ બાઈન્ડિંગ ફરજિયાત કરવાનો નિર્ણય લીધો છે. તાજેતરના સમયમાં સાયબર ક્રાઈમ અને નાણાકીય છેતરપિંડીમાં ઝડપથી વધારો થયો છે. સિમ બાઈન્ડિંગ હેકર્સ સિમ સ્વેપ દ્વારા ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ્સને ઍક્સેસ કરવાથી અટકાવશે, જેનાથી છેતરપિંડી પર કાબુ મળશે.આ પણ વાંચો : Indiaમાં AI યુવાનોની કારકિર્દી પર સંકટ ઉભુ કરશે કે નોકરીની તકો વધારશે?

Read Full Story arrow_forward
NCERT Class 8 Book Controversy: કેવી રીતે તૈયાર થાય છે NCERTનો અભ્યાસક્રમ, કોની છે જવાબદારી?
calendar_today February 26, 2026

NCERT Class 8 Book Controversy: કેવી રીતે તૈયાર થાય છે NCERTનો અભ્યાસક્રમ, કોની છે જવાબદારી?

વિવાદાસ્પદ પ્રકરણ પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શુ હોય છે કાર્ય પદ્ધતિ ? NCERTના 8મા ધોરણના સામાજિક વિજ્ઞાન પુસ્તક પર મોટો વિવાદ ફાટી નીકળ્યો છે. પુસ્તકમાં ન્યાયિક ભ્રષ્ટાચારનો ઉલ્લેખ છે. સુપ્રીમ કોર્ટે આ મામલાની સ્વતઃ નોંધ લીધી છે અને આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. CJI સૂર્યકાંતે જણાવ્યું હતું કે બિનશરતી માફી સ્વીકારવામાં આવશે નહીં. કોર્ટે પુસ્તકના વિવાદાસ્પદ પ્રકરણ પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂક્યો છે. ત્યારે અભ્યાસક્રમ તૈયાર કરવા માટે કોણ જવાબદાર છે. તે અંગે જાણીએ. નિષ્ણાત સમિતિઓની ભૂમિકા ધોરણ 6 થી 12 માટે NCERT અભ્યાસક્રમ તૈયાર કરવા માટે નિષ્ણાત સમિતિઓની રચના કરવામાં આવે છે. આ સમિતિઓ ઇતિહાસ, ભૂગોળ, રાજકીય વિજ્ઞાન, સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન જેવા વિષયો માટે અભ્યાસક્રમ તૈયાર કરે છે. સામાજિક વિજ્ઞાન માટે મિશેલ ડેનિનોની આગેવાની હેઠળ 35 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી. તેમનું કામ એ સુનિશ્ચિત કરવાનું હતું કે અભ્યાસક્રમ નવી શિક્ષણ નીતિ NEP 2020 અને રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખા અનુસાર તૈયાર કરવામાં આવે. અભ્યાસક્રમ તૈયાર થયા પછી, નિષ્ણાતો દ્વારા તેની સમીક્ષા કરવામાં આવી અને પછી NCERT ડિરેક્ટરના ફોરવર્ડ સાથે પ્રકાશિત કરવામાં આવ્યો હતો. વિવાદ અને સુપ્રીમ કોર્ટની સુનાવણી 8મા ધોરણના પાઠ્યપુસ્તકમાં ન્યાયતંત્રની ટીકાત્મક સામગ્રી હતી. CJI સૂર્યકાંતે કહ્યું કે આ એક કાવતરું હોઈ શકે છે અને બિનશરતી માફી સ્વીકારવામાં આવશે નહીં. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભવિષ્યમાં કોઈને પણ આ સંસ્થાની ગરિમાને કલંકિત કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટે વિવાદાસ્પદ પ્રકરણ પર પ્રતિબંધ મૂક્યો. મુખ્ય ન્યાયાધીશે તેને ખૂબ જ ગણતરીપૂર્વકનું પગલું ગણાવ્યું અને કહ્યું કે તેનો હેતુ ન્યાયતંત્રને ભ્રષ્ટ તરીકે દર્શાવવાનો છે. જસ્ટિસ બાગચીએ કહ્યું કે ડિજિટલ યુગમાં, હજારો નકલો ફરતી થઈ હોત, જેના કારણે તપાસ જરૂરી બની ગઈ. આ પણ વાંચોઃ Imran Khan મામલે બ્રિટિશ સંસદમાં ચર્ચા, વિપક્ષી સાંસદોની ઉગ્ર દલીલ  શુ હોય છે કાર્ય પદ્ધતિ ? NCERTના 8મા ધોરણના સામાજિક વિજ્ઞાન પુસ્તક પર મોટો વિવાદ ફાટી નીકળ્યો છે. પુસ્તકમાં ન્યાયિક ભ્રષ્ટાચારનો ઉલ્લેખ છે. સુપ્રીમ કોર્ટે આ મામલાની સ્વતઃ નોંધ લીધી છે અને આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. CJI સૂર્યકાંતે જણાવ્યું હતું કે બિનશરતી માફી સ્વીકારવામાં આવશે નહીં. કોર્ટે પુસ્તકના વિવાદાસ્પદ પ્રકરણ પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂક્યો છે. ત્યારે અભ્યાસક્રમ તૈયાર કરવા માટે કોણ જવાબદાર છે. તે અંગે જાણીએ. નિષ્ણાત સમિતિઓની ભૂમિકા ધોરણ 6 થી 12 માટે NCERT અભ્યાસક્રમ તૈયાર કરવા માટે નિષ્ણાત સમિતિઓની રચના કરવામાં આવે છે. આ સમિતિઓ ઇતિહાસ, ભૂગોળ, રાજકીય વિજ્ઞાન, સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન જેવા વિષયો માટે અભ્યાસક્રમ તૈયાર કરે છે. સામાજિક વિજ્ઞાન માટે મિશેલ ડેનિનોની આગેવાની હેઠળ 35 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી. તેમનું કામ એ સુનિશ્ચિત કરવાનું હતું કે અભ્યાસક્રમ નવી શિક્ષણ નીતિ NEP 2020 અને રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખા અનુસાર તૈયાર કરવામાં આવે. અભ્યાસક્રમ તૈયાર થયા પછી, નિષ્ણાતો દ્વારા તેની સમીક્ષા કરવામાં આવી અને પછી NCERT ડિરેક્ટરના ફોરવર્ડ સાથે પ્રકાશિત કરવામાં આવ્યો હતો. વિવાદ અને સુપ્રીમ કોર્ટની સુનાવણી 8મા ધોરણના પાઠ્યપુસ્તકમાં ન્યાયતંત્રની ટીકાત્મક સામગ્રી હતી. CJI સૂર્યકાંતે કહ્યું કે આ એક કાવતરું હોઈ શકે છે અને બિનશરતી માફી સ્વીકારવામાં આવશે નહીં. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભવિષ્યમાં કોઈને પણ આ સંસ્થાની ગરિમાને કલંકિત કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટે વિવાદાસ્પદ પ્રકરણ પર પ્રતિબંધ મૂક્યો. મુખ્ય ન્યાયાધીશે તેને ખૂબ જ ગણતરીપૂર્વકનું પગલું ગણાવ્યું અને કહ્યું કે તેનો હેતુ ન્યાયતંત્રને ભ્રષ્ટ તરીકે દર્શાવવાનો છે. જસ્ટિસ બાગચીએ કહ્યું કે ડિજિટલ યુગમાં, હજારો નકલો ફરતી થઈ હોત, જેના કારણે તપાસ જરૂરી બની ગઈ. આ પણ વાંચોઃ 

Read Full Story arrow_forward
Gujaratના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની લક્ઝમબર્ગના ગ્રાન્ડ ડચીના નાણાં મંત્રી સાથે મહત્વપૂર્ણ બેઠક
calendar_today February 26, 2026

Gujaratના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની લક્ઝમબર્ગના ગ્રાન્ડ ડચીના નાણાં મંત્રી સાથે મહત્વપૂર્ણ બેઠક

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત જે રીતે આર્થિક અને પર્યાવરણીય ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે, તેનાથી પ્રભાવિત થઈને હવે વિશ્વના ટોચના નાણાંકીય કેન્દ્રો ગુજરાત સાથે જોડાવા આતુર છે. તાજેતરમાં લક્ઝમબર્ગના ગ્રાન્ડ ડચીના નાણાં મંત્રી ગિલિસ રોથ અને તેમના ડેલિગેશને ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી. આ બેઠકમાં ખાસ કરીને ગ્રીન ગ્રોથ અને ઇન્ટરનેશનલ ફાયનાન્સિંગ ક્ષેત્રે સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.લક્ઝમબર્ગની નાણાંકીય તાકાત અને ગુજરાત સાથેના સંબંધો લક્ઝમબર્ગ વિશ્વનું એક અગ્રણી ફાયનાન્સિયલ હબ છે. બેઠક દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે: લક્ઝમબર્ગ 115 બેંકો સાથે આશરે 8 ટ્રિલિયન યુરોનું એસેટ મેનેજમેન્ટ ધરાવે છે. તેમનું રોકાણ અને ફાયનાન્સિયલ સર્વિસીસ નેટવર્ક વિશ્વના 80 જેટલા દેશોમાં ફેલાયેલું છે. આ મજબૂત પૃષ્ઠભૂમિ સાથે લક્ઝમબર્ગ હવે ભારત અને ખાસ કરીને ગુજરાત સાથેના નાણાંકીય સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા ઉત્સુક છે. ગ્રીન ગ્રોથ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પર ભાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગુજરાત 'પ્રુડન્ટ ફાયનાન્સિયલ મેનેજમેન્ટ' ધરાવતું રાજ્ય છે. તેમણે લક્ઝમબર્ગની તજજ્ઞતાનો લાભ લેવા માટે નીચે મુજબના મુદ્દાઓ પર ચર્ચા કરી: ગ્રીન ફાયનાન્સિંગ: ગ્રીન બોન્ડ અને ગ્રીન એનર્જી ક્ષેત્રે લક્ઝમબર્ગના અનુભવનો ગુજરાતને લાભ મળે. મિશન લાઈફ: પર્યાવરણ અનુકૂળ જીવનશૈલી અને ગ્રીન ગ્રોથના વિચારને મ્યુનિસિપલ ગ્રીન બોન્ડ્સ દ્વારા સાકાર કરવો. ઇન્ફ્રાસ્ટ્રક્ચર: લોંગ-ટર્મ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં પરસ્પર સહયોગની સંભાવનાઓ. ગિફ્ટ સિટી (GIFT City): રોકાણનું નવું કેન્દ્ર લક્ઝમબર્ગના નાણાં મંત્રી ગિલિસ રોથે ગિફ્ટ સિટીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, IFSCA અને લક્ઝમબર્ગના CSSF વચ્ચે થયેલા એમ.ઓ.યુ.થી બંને દેશો વચ્ચેનો સહયોગ વધુ ગાઢ બન્યો છે. તેમણે ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ ફાયનાન્સિંગ સેક્ટરમાં વધુ રોકાણ કરવાની તૈયારી દર્શાવી હતી. આગામી કાર્યક્રમો અને આમંત્રણ મુખ્યમંત્રીએ લક્ઝમબર્ગના પ્રતિનિધિ મંડળને આગામી વૈશ્વિક અને પ્રાદેશિક સંમેલનો માટે ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે, સાઉથ અને સેન્ટ્રલ ગુજરાતની વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ. સામા પક્ષ ગિલિસ રોથે પણ મુખ્યમંત્રી અને ગુજરાતના ડેલિગેશનને લક્ઝમબર્ગની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. તેમજ આ બેઠકમાં મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપ, અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward