android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Agriculture News: મુખ્યમંત્રીએ પ્રાકૃતિક ખેતી સાથે નવા જોડાયેલા ખેડૂતોને 6.97 કરોડની સહાય ચૂકવી
calendar_today February 26, 2026

Agriculture News: મુખ્યમંત્રીએ પ્રાકૃતિક ખેતી સાથે નવા જોડાયેલા ખેડૂતોને 6.97 કરોડની સહાય ચૂકવી

રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને વધુને વધુ ખેડૂતો આ ખેતી અપનાવે તે માટે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ દ્વારા ખેડૂતોને પ્રોત્સાહક સહાય આપવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં રાજ્યમાં પ્રાકૃતિક ખેતીમાં નવા જોડાયેલા 33 જિલ્લાઓના 35829 ખેડૂતોને નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત ખરીફ ઋતુ માટે એક એકર માટે રૂ.2000ની સહાયનું ડી.બી.ટી.થી વિતરણ કર્યું હતું.મુખ્યમંત્રીએ કુલ રૂપિયા 6.97 કરોડની પ્રોત્સાહક સહાય સિંગલ ક્લિકથી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવી હતી. પ્રોત્સાહક સહાય પૂરી પાડવામાં આવે છે રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે હેતુસર ત્રણ-ત્રણ ગ્રામ પંચાયતોના એક ક્લસ્ટર એમ 1015 ક્લસ્ટરમાં પ્રાકૃતિક ખેતી કરવા ઇચ્છુક ખેડૂતોને તાલીમ, માર્ગદર્શન અને પ્રોત્સાહક સહાય પૂરી પાડવામાં આવે છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ લોકોને સ્વાસ્થ્યપ્રદ જીવન માટે બેક ટુ બેઝિકનો મંત્ર અપનાવી પ્રાકૃતિક ખેતીને મિશન મોડમાં ઉપાડી લેવા તથા આવી ખેતીથી ઉત્પાદિત થયેલા ઉત્પાદનોના વ્યાપક ઉપયોગ માટે આહવાન કર્યું છે. પ્રાકૃતિક ખેતી અપનાવીને ભવિષ્યની પેઢીને સુરક્ષિત કરવાનો આત્મસંતોષ મળે તેવું કામ આ ધરતીપુત્રોએ કર્યુ છે. રસાયણમુક્ત ખેતી ખેડૂતો કરતા થાય તેમણે એમ પણ ઉમેર્યું કે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજ્યના ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે પ્રેરિત કરવાનું જન આંદોલન ઉપાડ્યું છે. તેઓ ગામે ગામ જઈને આ માટે માર્ગદર્શન પણ આપે છે.મુખ્યમંત્રીએ કહ્યું કે, પ્રાકૃતિક ખેતી એ હવે સમયની માંગ અને આપણા સ્વાસ્થ્ય માટે અનિવાર્ય બની ગઈ છે ત્યારે જેટલા જલ્દી આ ખેતી તરફ વળીશું તેટલો જલ્દી ફાયદો મળશે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે, ભારત સરકારે દેશી ગાય આધારિત અને સરળતાથી ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરી રસાયણમુક્ત ખેતી ખેડૂતો કરતા થાય તે માટે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ સમગ્ર દેશમાં શરૂ કરાવ્યું છે. રાજ્ય સરકારે રૂ.392 કરોડનું પ્રાવધાન કર્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આપણે રાજ્યમાં આ મિશન હેઠળ ત્રણ-ત્રણ ગ્રામ પંચાયતોના એક એમ કુલ 1015 ક્લસ્ટર કાર્યરત કર્યા છે અને બાકી રહેતી ગ્રામ પંચાયતોમાં પણ ત્રણ-ત્રણ ગ્રામ પંચાયત દીઠ એક એમ 3875 નોન મિશન હેઠળના ક્લસ્ટરની રચના કરી કુલ 4890 જેટલા ક્લસ્ટરની રચના કરી પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાનું આયોજન છે.ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની પ્રત્યક્ષ જાણકારી મળી રહે તે માટે 7100 મોડલ ફાર્મ નિર્માણ થયા છે. આ વર્ષના બજેટમાં પણ પ્રાકૃતિક ખેતીની વિવિધ પ્રવૃત્તિઓ માટે રાજ્ય સરકારે રૂ.392 કરોડનું પ્રાવધાન કર્યું છે. આ પણ વાંચોઃ Railway News: સાબરમતી સ્ટેશન પર રીડેવલપમેન્ટ અંતર્ગત બ્લોકને કારણે આ ટ્રેનો થશે પ્રભાવિત

Read Full Story arrow_forward
Rajkot News:કુવાડવા પાસે સાતડા ગામે 10 કરોડની જમીન ખાલસા કરવા કલેક્ટરે આદેશ કર્યો
calendar_today February 26, 2026

Rajkot News:કુવાડવા પાસે સાતડા ગામે 10 કરોડની જમીન ખાલસા કરવા કલેક્ટરે આદેશ કર્યો

રાજકોટ જિલ્લામાં કરોડોની કિંમતી જમીન મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.કુવાડવા નજીક સાતડા ગામે અંદાજે 6 એકર જમીન ખાલસા કરવાનો આદેશ કલેકટરે કર્યો છે. આ જમીનની બજાર કિંમત આશરે 10 કરોડ રૂપિયા ગણાય છે, જે હવે સરકારી જમીન તરીકે નોંધાઈ ગઈ છે.ઉલ્લેખનીય છે કે, રાજકોટના જંગલેશ્વરમાં પણ હાલમાં ડિમોલિશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લામાં ગેરરીતિઓ સામે કડક સંદેશ મહેસૂલી રેકોર્ડમાં વિસંગતતા અને જમીન સંબંધિત શરતોના ભંગને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.તપાસ દરમિયાન જમીનના હસ્તાંતરણ અને ઉપયોગમાં નિયમોનું ઉલ્લંઘન સામે આવ્યું હતું.લાંબા સમય બાદ વારસદારો દ્વારા કરવામાં આવેલી અરજી પણ ફગાવી દેવામાં આવી છે.કલેકટરના આદેશ બાદ મહેસૂલી વિભાગે જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી જમીન સરકારના નામે દાખલ કરી છે.આ કાર્યવાહીથી જિલ્લામાં ગેરરીતિઓ સામે કડક સંદેશ ગયો છે. જમીનને ખાલસા કરવા કલેક્ટરે આદેશ કર્યો સાતડા ગામના સર્વે-નં 156 પૈકીની જમીનનો ઓર્ડર કરાયો છે.1975માં તત્કાલીન નાયબ કલેકટરના હુકમથી સાથીદારોને જમીન અપાઈ હતી.પાંચાભાઇ ભરવાડને ૬ એકર જમીન મળી હતી.મહેસુલી રેકોર્ડમાં લાંબા સમય સુધી નોંધ ન થઈ હતી. 2017માં મૂળ સાથીદારના વારસદારોએ જમીન પોતાના નામે ચડાવવા અરજી કરી હતી.શરતોનો ભંગ અને વિસંગતતાને કારણે જમીનને ખાલસા કરવા કલેક્ટરે આદેશ કર્યો હતો.આ પણ વાંચોઃRailway News: સાબરમતી સ્ટેશન પર રીડેવલપમેન્ટ અંતર્ગત બ્લોકને કારણે આ ટ્રેનો થશે પ્રભાવિત

Read Full Story arrow_forward
Ahmedabadના કાંકરિયામાં હવે ગુંજશે ઇતિહાસ: 4 કરોડના ખર્ચે ‘વોટર એન્ડ સાઉન્ડ શો’ શરૂ કરાશે
calendar_today February 26, 2026

Ahmedabadના કાંકરિયામાં હવે ગુંજશે ઇતિહાસ: 4 કરોડના ખર્ચે ‘વોટર એન્ડ સાઉન્ડ શો’ શરૂ કરાશે

અમદાવાદનું પ્રખ્યાત પિકનિક સ્પોટ કાંકરિયા તળાવ હવે વધુ આધુનિક અને મનોરંજક બનવા જઈ રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કાંકરિયામાં અત્યાધુનિક વોટર એન્ડ સાઉન્ડ શો શરૂ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. આ શો માત્ર મનોરંજન જ નહીં, પરંતુ લેસર ટેકનોલોજી અને પાણીના ફુવારાના માધ્યમથી અમદાવાદના ભવ્ય ઇતિહાસને પર્યટકો સમક્ષ જીવંત કરશે. આ પ્રોજેક્ટને સાકાર કરવા માટે તંત્ર દ્વારા રૂ. 4 કરોડનું ખાસ બજેટ ફાળવવામાં આવ્યું છે.અમદાવાદના ઇતિહાસને જીવંત કરશે આ શો અગાઉ બાલવાટિકાના નવીનીકરણ બાદ હવે આ વોટર શો કાંકરિયાનું નવું નજરાણું બનશે. આ શોમાં અદ્યતન સાઉન્ડ સિસ્ટમ અને લાઈટિંગનો ઉપયોગ કરવામાં આવશે, જેનાથી રાત્રિના સમયે તળાવનો નજારો જોવાલાયક બની રહેશે. તળાવના પરિસરમાં માત્ર વોટર શો જ નહીં, પરંતુ અન્ય અનેક સુવિધાઓ પણ ઉમેરવામાં આવશે: કેન્ડી મ્યુઝિયમ: બાળકો અને ખાણીપીણીના શોખીનો માટે ખાસ 'કેન્ડી મ્યુઝિયમ' બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. તંત્ર દ્વારા તમામ કામોને મંજૂરી અપાઈનવી આધુનિક રાઈડ્સ: આવનારા દિવસોમાં કાંકરિયા કિડ્સ સિટી અને એડવેન્ચર પાર્કમાં નવી હાઈ-ટેક રાઈડ્સ મૂકવામાં આવશે. પર્યટકોનો વધારો: આ નવા આકર્ષણોને કારણે કાંકરિયા તળાવમાં મુલાકાતીઓની સંખ્યામાં મોટો ઉછાળો આવવાની શક્યતા સેવાઈ રહી છે. તંત્ર દ્વારા તમામ વિકાસલક્ષી કામોને લીલી ઝંડી આપી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં જ આ તમામ સુવિધાઓ જનતા માટે ખુલ્લી મૂકવામાં આવશે. બાલવાટિકા અને પ્રાણીસંગ્રહાલય બાદ હવે આ આધુનિક પ્રોજેક્ટ્સ કાંકરિયાને ગ્લોબલ ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે નવી ઓળખ આપશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward