android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Aravalli Hills : સુપ્રીમ કોર્ટે કહ્યું, 'નવા લાઈસન્સ પર પ્રતિબંધ, બનશે હાઈલેવલ કમિટી'
calendar_today February 26, 2026

Aravalli Hills : સુપ્રીમ કોર્ટે કહ્યું, 'નવા લાઈસન્સ પર પ્રતિબંધ, બનશે હાઈલેવલ કમિટી'

સુપ્રીમ કોર્ટે બુધવારે અરવલ્લી ગિરીમાળાના સંરક્ષણ અંગે એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે જ્યાં સુધી અરવલ્લી ગિરીમાળાની ચોક્કસ વ્યાખ્યા નક્કી ન થાય અને સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતોની સમિતિનો અહેવાલ રજૂ ન થાય ત્યાં સુધી કોઈ નવી ખાણકામ લીઝ ઈસ્યુ કરવામાં આવશે નહીં. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે અરવલ્લી ગિરીમાળાની વ્યાખ્યાની ફરીથી તપાસ કરવા માટે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતોની એક સમિતિની રચના કરવામાં આવશે.પર્યાવરણ મંત્રાલય નિષ્ણાત સમિતિ માટે નામો સૂચવશે કોર્ટે કહ્યું કે જ્યાં સુધી પ્રારંભિક મુદ્દાઓનું નિરાકરણ ન આવે ત્યાં સુધી કોઈ નવી ખાણકામ લીઝ ઈસ્યુ કરવામાં આવશે નહીં. પર્યાવરણ મંત્રાલય નિષ્ણાત સમિતિ માટે નામો સૂચવશે. આ કેસમાં સામેલ વરિષ્ઠ વકીલોને નિષ્ણાતોના નામ આપવા માટે પણ કહેવામાં આવ્યું છે. સમિતિનો અહેવાલ રજૂ ન થાય ત્યાં સુધી અરવલ્લી પ્રદેશમાં તમામ નવા ખાણકામ લીઝ પર મોરેટોરિયમ રહેશે. અરવલ્લી શું છે તે હજુ સુધી કોઈને ખબર નથી: CJI સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્તે કહ્યું કે સમસ્યા એ છે કે અરવલ્લી શું છે તે હજુ સુધી કોઈને ખબર નથી. સીજેઆઈએ આ ટિપ્પણી ત્યારે કરી જ્યારે વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ એક ક્લાયન્ટ વતી દલીલ કરી જેણે 10 વર્ષની કાયદાકીય લડાઈ પછી ખાણકામ લીઝ મેળવી હતી. કોર્ટે જણાવ્યું હતું કે હાલમાં કોઈ નવી લીઝ ઈસ્યુ કરવામાં આવશે નહીં અને જે કામગીરી માટે લાઈસન્સ પહેલાથી જ ઈસ્યુ કરવામાં આવ્યા છે તેને પણ રોકવા પડશે. અરવલ્લીની નવી વ્યાખ્યા પર વિવાદ આખો વિવાદ અરવલ્લીની નવી વ્યાખ્યા (100 મીટરનો નિયમ)ની આસપાસ ફરે છે. હવે, ફક્ત તે જ ભૂમિ સ્વરૂપો જે આસપાસની સપાટીથી 100 મીટર કે તેથી વધુ ઉપર છે તેને અરવલ્લી ટેકરીઓ ગણવામાં આવશે. 100 મીટરથી ઓછી ઉંચી ટેકરીઓ હવે અરવલ્લી શ્રેણીમાં આવશે નહીં, જે ત્યાં ખાણકામ, રિયલ એસ્ટેટ અને અન્ય વ્યાપારી પ્રવૃત્તિઓ માટે માર્ગ મોકળો કરી શકે છે. પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે અરવલ્લીના કુલ 1.44 લાખ ચોરસ કિલોમીટરના માત્ર 217 કિલોમીટર અથવા 0.19% વિસ્તારમાં ખાણકામની મંજૂરી છે, કારણ કે અરવલ્લી ટેકરીઓ માપવામાં 100 મીટર ફક્ત જમીનથી શિખર સુધીની ઊંચાઈનો ઉલ્લેખ કરતું નથી.આ પણ વાંચો : Sunetra Pawar બન્યા NCPના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, કાર્યકારી બેઠકમાં લેવાયો નિર્ણય

Read Full Story arrow_forward
Amreli News: સાવરકુંડલા નજીક એસટી બસ અને રીક્ષા વચ્ચે અકસ્માત, 4 મુસાફરો ઈજાગ્રસ્ત
calendar_today February 26, 2026

Amreli News: સાવરકુંડલા નજીક એસટી બસ અને રીક્ષા વચ્ચે અકસ્માત, 4 મુસાફરો ઈજાગ્રસ્ત

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં ઓળીયા અને ચરખડિયા ગામ વચ્ચે એક માર્ગ અકસ્માતની ઘટના બની છે. મહુવા થી જામનગર જતી એસટી બસ અને એક ઓટો રીક્ષા વચ્ચે થયેલા આ અકસ્માતમાં રિક્ષામાં સવાર ચાર મુસાફરોનો આબાદ બચાવ થયો છે.ઓવરટેક કરવા જતાં સર્જાયો અકસ્માત ઘટનાની મળતી મહિતી અનુસાર, મહુવા-જામનગર રૂટની એસ.ટી. બસ જઈ રહી હતી ત્યારે પાછળથી આવતી ઓટો રીક્ષાએ બસને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રયાસમાં રીક્ષા ચાલકે કાબૂ ગુમાવતા રીક્ષા બસ સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે રીક્ષામાં બેઠેલા ચાર પેસેન્જરોને ઈજાઓ પહોંચી હતી, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. 108 મારફતે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઈજાગ્રસ્ત ચારેય પેસેન્જરોને સારવાર અર્થે સાવરકુંડલાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે રોડ પર થોડીવાર માટે વાહનોની લાંબી કતારો લાગી હતી અને ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. સાવરકુંડલા પોલીસ કાફલો પણ તુરંત સ્થળ પર પહોંચી ગયો હતો અને ટ્રાફિક હળવો કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પણ વાંચો - Amreliના ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું, ખેતરોમાં તૈયાર પાક પર 'આફત'ના ઝાપટાં

Read Full Story arrow_forward
Anand News: બાકી બીલના 25 હજાર માંગતા જ અસામાજિક તત્વોએ કેટરિંગના માલિકને માર માર્યો
calendar_today February 26, 2026

Anand News: બાકી બીલના 25 હજાર માંગતા જ અસામાજિક તત્વોએ કેટરિંગના માલિકને માર માર્યો

ગુજરાતમાં અસામાજિક તત્વો સામે કાયદાકિય કાર્યવાહી કરવા સરકારે પોલીસને આદેશ આપ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કહ્યું હતું કે, પોલીસને પડકાર ફેંકનારાને હનુમાનજીની પૂજા કરવી પડશે. ત્યારે આણંદના મંગલપુરામાં જાણે પોલીસનો કોઈ ડર જ ના હોય અને પોલીસને પડકાર ફેંક્યો હોય તેમ અસામાજિક તત્વો બેફામ બન્યાં છે. લુખ્ખા તત્વોએ કેટરિંગના માલિક સહિતના લોકો પર હુમલો કર્યો હતો. બાકી બીલના 22 હજારની ઉઘરાણી કરતાં હુમલો કર્યો હતો. આણંદના મંગલપુરામાં અસામાજિક તત્વો બેફામ આણંદના મંગલપુરામાં અસામાજિક તત્વોએ બાકી બીલના 22 હજાર રૂપિયાની ઉઘરાણી મુદ્દે કેટરિંગના માલિક સહિતના લોકો પર હુમલો કર્યો હતો. ચારથી પાંચ વર્ષ પહેલા કેટરિંગના ઓર્ડરનું બિલ બાકી હતું. કેટરિંગના માલિકે પૈસા માંગતા આરોપીએ મળતિયાઓને બોલાવીને હુમલો કર્યો હતો. હુમલાની આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. પોલીસે ઘટનાને લઈને તપાસ શરૂ કરી છે. આ પણ વાંચોઃ Gujarat : પહેલા રાષ્ટ્રગાન વગાડાશે કે રાષ્ટ્રગીત ? સરકારે બહાર પાડી માર્ગદર્શિકા

Read Full Story arrow_forward