android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Himatnagar News: સાબર ડેરીમાં ‘ધીંગાણું’, બે ડિરેક્ટરોએ ખુરશીને લાત મારતા જશુ પટેલ ગબડી પડ્યા
calendar_today February 26, 2026

Himatnagar News: સાબર ડેરીમાં ‘ધીંગાણું’, બે ડિરેક્ટરોએ ખુરશીને લાત મારતા જશુ પટેલ ગબડી પડ્યા

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોની સહકારી સંસ્થા 'સાબર ડેરી' અત્યારે દૂધના વ્યવસાયને બદલે ડિરેક્ટરો વચ્ચેની લડાઈને કારણે વિવાદના વંટોળમાં ફસાઈ છે. ડેરીના ચેરમેનની ચેમ્બરમાં જ બે સિનિયર ડિરેક્ટરોએ ભેગા મળીને અન્ય એક ડિરેક્ટર જશુ પટેલ પર હુમલો કરી મારામારી કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ચેરમેનની ચેમ્બરમાં કોઈ ગંભીર મુદ્દે ચર્ચા ચાલી રહી હતી ત્યારે મામલો બિચક્યો હતો.બે સિનિયર ડિરેક્ટર જશુ પટેલ સાથે કરી મારામારીબે સિનિયર ડિરેક્ટરોએ ઉશ્કેરાઈ જઈને જશુ પટેલ સાથે ઝપાઝપી કરી હતી. આ દરમિયાન જશુ પટેલ જે ખુરશી પર બેઠા હતા તેને જોરદાર લાત મારતા તેઓ ખુરશી સાથે નીચે ગબડી પડ્યા હતા. અચાનક થયેલા આ હુમલા અને પટકાવાને કારણે જશુ પટેલને શરીરે સામાન્ય ઈજાઓ પહોંચી છે. આ હંગામા પાછળનું મુખ્ય કારણ સરહદી વિસ્તારમાં દૂધના કલેક્શનમાં થઈ રહેલી ગરબડ હોવાનું મનાઈ રહ્યું છે. હુમલામાં જશુ પટેલને સામાન્ય ઇજાઓ પહોંચીદૂધમાં મિલાવટ કે વજનમાં ગેરરીતિ બાબતે ચાલી રહેલી તપાસ અથવા ચર્ચા દરમિયાન ડિરેક્ટરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે અંતે મારામારીમાં પરિણમી હતી. ચેરમેનની હાજરીમાં જ તેમની ચેમ્બરમાં આ પ્રકારે ડિરેક્ટરો બાખડતા સાબર ડેરીની પ્રતિષ્ઠા પર સવાલ ઉભા થયા છે. ઈજાગ્રસ્ત ડિરેક્ટર જશુ પટેલે હુમલાના આક્ષેપો કર્યા છે, જ્યારે સામે પક્ષે હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા આવી નથી. આ ઘટનાને પગલે સાબરકાંઠાના સહકારી રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Panchmahal News: ગોધરા-શહેરા હાઈવે પર ડિવાઈડર સાથે ટકરાયું બાઈક, બે યુવાનો ઘાયલ
calendar_today February 26, 2026

Panchmahal News: ગોધરા-શહેરા હાઈવે પર ડિવાઈડર સાથે ટકરાયું બાઈક, બે યુવાનો ઘાયલ

પંચમહાલ જિલ્લાના ગોધરા-શહેરા હાઈવે પર આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પંચામૃત ડેરી પાસે એક બાઈક ચાલકે અચાનક સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા બાઈક પૂરઝડપે ડિવાઈડર સાથે ટકરાયું હતું. આ અકસ્માતમાં બાઈક પર સવાર બે વ્યક્તિઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હોવાના અહેવાલ મળી રહ્યા છે.પંચામૃત ડેરી પાસે સર્જાયો અકસ્માત ઘટનાની મળતી વિગતો અનુસાર, ગોધરા-શહેરા હાઈવે પરથી પસાર થઈ રહેલા બાઈક ચાલકની ગફલત કે અન્ય કોઈ કારણસર બાઈકના હેન્ડલ પરનો કાબૂ છૂટી ગયો હતો. બાઈક એટલી ઝડપથી ડિવાઈડર સાથે અથડાયું હતું કે, બાઈક ચાલક અને પાછળ બેઠેલ વ્યક્તિ બંને રોડ પર પટકાયા હતા. અકસ્માત થતા જ પંચામૃત ડેરીની આસપાસના લોકો અને અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા સ્થાનિક લોકોએ તુરંત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઘટના સ્થળે પહોંચેલી મેડિકલ ટીમે બંને ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ઈજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માતને પગલે હાઈવે પર થોડીવાર માટે ટ્રાફિક પ્રભાવિત થયો હતો. આ પણ વાંચો - Panchmahal News: હાલોલ નગરપાલિકામાં ડિજિટલ કૌભાંડ, આ રીતે કરી લાખોની ઉચાપત

Read Full Story arrow_forward
Sanand : GIDCમાં પ્રીમિયમ હોટલ બનાવવા માટે પ્લોટની હરાજી પૂર્ણ, 5 એકર જેટલી જમીન ડેવલપરને ફાળવાઈ
calendar_today February 26, 2026

Sanand : GIDCમાં પ્રીમિયમ હોટલ બનાવવા માટે પ્લોટની હરાજી પૂર્ણ, 5 એકર જેટલી જમીન ડેવલપરને ફાળવાઈ

સાણંદ ઔદ્યોગિક વસાહતમાં કાર્યરત નેશનલ અને મલ્ટીનેશનલ કંપનીઓ માટે સુવિધાઓમાં વધારો કરવાના ઉદ્દેશથી, હોટલ નિર્માણ માટે પ્લોટની હરાજી પૂર્ણ કરવામાં આવી છે. સાણંદ-2 ઔદ્યોગિક વસાહતમાં 20168.54 ચોરસ મીટર (અંદાજિત 5 એકર) જેટલો પ્લોટ વિશેષ રીતે પ્રીમિયમ હોટલ નિર્માણ માટે રિઝર્વ કરવામાં આવ્યો હતો જેની હરાજી 22 ડિસેમ્બર 2025ના રોજ પૂર્ણ કરવામાં આવી છે.ફાઈવ સ્ટાર હોટલ નિર્માણની કામગીરી પ્રગતિમાં આ ઈ-હરાજીમાં મહત્તમ બીડ સાથેના ડેવલપરને નિયમોનુસાર પ્લૉટની ફાળવણી કરવામાં આવી છે. 3થી 5 સ્ટાર હોટલના નિર્માણની કામગીરી શરૂ કરવા માટે કંપનીને ચાર વર્ષનો મોરિટોરિયમ પીરિયડ આપવામાં આવ્યો છે. આ હોટલ સિવાય સાણંદ ઔદ્યોગિક વસાહતની 3 કિલોમીટર નજીક એક ફાઈવ સ્ટાર હોટલ નિર્માણની કામગીરી પણ પ્રગતિમાં છે. 28 ફેબ્રુઆરી 2026ના રોજ સાણંદ ઔદ્યોગિક વસાહતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી માઇક્રોન ટેક્નોલોજીના અદ્યતન સેમિકન્ડક્ટર પ્લાન્ટનો શુભારંભ કરાવશે. ઉદ્યોગોનો સતત વિકાસ થઈ રહ્યો છે આ પ્રકારની વિવિધ મલ્ટીનેશનલ કંપનીઓની હાજરી હોવાથી, અહીં મુલાકાતે આવતા ડેલિગેટ્સ અને કર્મચારીઓને રહેવા માટે આ હોટલની સુવિધા મહત્વપૂર્ણ બનશે. રાજ્યમાં ઉદ્યોગોની જરૂરિયાતને અનુરૂપ સામાજિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ માટે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સઘન પ્રયાસો ચાલી રહ્યા છે. સાણંદ ઔદ્યોગિક વસાહતમાં ઉદ્યોગોની સુવિધા માટે અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવ્યવસ્થિત કનેક્ટિવિટી હોવાથી ઉદ્યોગોનો સતત વિકાસ થઈ રહ્યો છે. અત્યારે સાણંદ ઔદ્યોગિક વસાહતમાં 1150 ઔદ્યોગિક એકમો કાર્યરત છે. સાણંદમાં મહિલાઓ માટે સમર્પિત મહિલા ઔદ્યોગિક પાર્ક બનાવવામાં આવ્યો છે, જેના દ્વારા મહિલાઓને સશક્ત બનાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકારે ઉદ્યોગો માટે અનુકૂળ નીતિઓ બનાવીને ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસના વિઝનને ચરિતાર્થ કર્યું છે.આ પણ વાંચો: Sanand: માઈક્રોનનો મેગા સેમિકન્ડક્ટર પ્લાન્ટ AI ટેક્નોલોજીના ભવિષ્યને સશક્ત બનાવશે

Read Full Story arrow_forward