Sabarkantha News: ઝેરી નકલી દૂધ બનાવનાર આરોપી રાકેશ પટેલના 2 દિવસના રિમાન્ડ મંજૂર
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સલાલ ગામે ડિટર્જન્ટ અને યુરિયા ખાતર જેવા જોખમી કેમિકલ્સનો ઉપયોગ કરીને નકલી દૂધ બનાવવાનું જે ભયાનક કૌભાંડ ઝડપાયું હતું, તેના મુખ્ય આરોપીને પોલીસે કોર્ટમાં રજૂ કર્યો છે. આરોપી રાકેશ પટેલ ઉર્ફે ધમાને પોલીસે ચુસ્ત બંદોબસ્ત સાથે કોર્ટ સમક્ષ રજૂ કરી ગહન પૂછપરછ માટે 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. પોલીસની દલીલો અને ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને કોર્ટે આરોપી રાકેશ પટેલના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.કોર્ટે આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા પોલીસ હવે આ 48 કલાક દરમિયાન આરોપી પાસેથી એ જાણવાનો પ્રયાસ કરશે કે આ ઝેરી દૂધ ક્યાં-ક્યાં સપ્લાય કરવામાં આવતું હતું અને આ કૌભાંડમાં તેની સાથે અન્ય કયા શખ્સો સામેલ છે. ઉલ્લેખનીય છે કે, રાકેશ પટેલ સલાલ વિસ્તારમાં એક ગુપ્ત નેટવર્ક ચલાવતો હતો, જ્યાં તે દૂધની માત્રા વધારવા અને ફેટ લાવવા માટે ડિટર્જન્ટ પાવડર અને યુરિયા ખાતરનું મિશ્રણ કરતો હતો. આ નકલી દૂધ સીધું લોકોના રસોડા સુધી પહોંચતું હતું, જે બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય માટે અત્યંત ઘાતક સાબિત થઈ શકે છે.રિમાન્ડ દરમિયાન ખુલાસાઓ થવાની સંભાવનારિમાન્ડ દરમિયાન આ નકલી દૂધ સપ્લાયના આખા નેટવર્કનો પર્દાફાશ થવાની પૂરેપૂરી સંભાવના છે. પોલીસને આશંકા છે કે આ માત્ર એક નાનું કેન્દ્ર નથી, પરંતુ તેની પાછળ કોઈ મોટું સિન્ડિકેટ કામ કરી રહ્યું હોઈ શકે છે. તપાસનીશ અધિકારીઓના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં આ કેસમાં અન્ય ધરપકડો પણ થઈ શકે છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward