android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara News: પત્નીએ રૂપિયા ન આપતા પતિએ કેનાલમાં ઝંપલાવ્યું
calendar_today February 26, 2026

Vadodara News: પત્નીએ રૂપિયા ન આપતા પતિએ કેનાલમાં ઝંપલાવ્યું

વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સેગવા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ક્ષણિક આવેશમાં આવીને 41 વર્ષીય આધેડે કેનાલમાં કૂદીને મોતને વ્હાલું કર્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. હાલ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા મૃતદેહની શોધખોળ હાથ ધરવામાં આવી છે.ઝઘડો કરી ઘરેથી નીકળ્યા બાદ આત્મઘાતી પગલું ઘટનાની મળતી વિગતો અનુસાર, સેગવા ગામના રહેવાસી 41 વર્ષીય દિનેશભાઈ પરમારે પોતાની પત્ની પાસે રૂપિયાની માંગણી કરી હતી. જોકે, પત્નીએ રૂપિયા આપવાની ના પાડતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ ઝઘડા બાદ દિનેશભાઈ ગુસ્સામાં ઘરેથી નીકળી ગયા હતા અને સેગવા-સીમળી પાસેથી પસાર થતી નર્મદા નિગમની કેનાલ પર પહોંચ્યા હતા. બચાવવાના પ્રયાસો નિષ્ફળ, ફાયરની ટીમ એક્શનમાં પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, આધેડ કેનાલની પાળી પર પોતાનું પેન્ટ કાઢીને સીધા પાણીમાં કૂદી પડ્યા હતા. ત્યાં હાજર બે વ્યક્તિઓએ તેમને બચાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી, પરંતુ પાણીનો વેણ એટલો પ્રચંડ હતો કે દિનેશભાઈ તેમાં તણાઈ ગયા હતા અને જોતજોતામાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ વડોદરા અને કરજણ ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. કેનાલના પાણીમાં બોટ ઉતારીને આધેડના મૃતદેહને શોધવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ પણ વાંચો - Vadodaraના સયાજીબાગ ઝૂ માટે એશિયાટિક સિંહની માંગ: સાંસદે પત્ર લખી કરી રજૂઆત

Read Full Story arrow_forward
Kutchમાં પોલીસનું મેગા ઓપરેશન: ભીમાસરમાં 2 એકર જમીન પર લહેરાતું અફીણનું વાવેતર ઝડપાયું
calendar_today February 26, 2026

Kutchમાં પોલીસનું મેગા ઓપરેશન: ભીમાસરમાં 2 એકર જમીન પર લહેરાતું અફીણનું વાવેતર ઝડપાયું

કચ્છ જિલ્લાના ભીમાસર (ભુટકિયા) ગામની સીમમાં ચાલતા એક મસમોટા નશીલા પદાર્થોના ખેતીના રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. રેન્જ આઈ.જી. ચિરાગ કોરડીયાએ પાલનપુર ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં આ અંગેની સત્તાવાર વિગતો આપતા જણાવ્યું હતું કે, સાયબર સેલના પી.આઈ.ને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યારે પોલીસની ટીમ ભીમાસરની સીમમાં તપાસ માટે પહોંચી ત્યારે અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.2 એકર જમીન પર ગેરકાયદેસર વાવેતરખેતરમાં આશરે 2 એકર જમીન પર અફીણ ડોડાનું ગેરકાયદેસર વાવેતર કરવામાં આવ્યું હતું. પોલીસની તપાસમાં કુલ 6273.349 કિલોગ્રામ અફીણ ડોડાનો જથ્થો મળી આવ્યો છે, જેની બજાર કિંમત અંદાજે રૂ. 9 કરોડ 41 લાખ જેટલી આંકવામાં આવી છે. આ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ ત્રણ શખ્સોને પોલીસે સ્થળ પરથી દબોચી લીધા છે. પકડાયેલા આરોપીઓના નામ છે: પ્રભુ સોઢા (ભીમાસર), ઈશ્વર ગોયલ, મનસુખ ગોયલ. આ કામગીરીથી ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટરેન્જ આઈ.જી.ના જણાવ્યા મુજબ આટલા મોટા પાયે અફીણનું વાવેતર કેટલા સમયથી ચાલતું હતું અને આ જથ્થો ક્યાં સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. હાલમાં ત્રણેય આરોપીઓની અટકાયત કરી તેમની સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ સફળ કામગીરીથી ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Morbi : શિવય કોલના કારખાનામાં હત્યા કર્યા બાદ લાશને સળગાવવાનો કિસ્સો, પોલીસે શરુ કરી તપાસ
calendar_today February 26, 2026

Morbi : શિવય કોલના કારખાનામાં હત્યા કર્યા બાદ લાશને સળગાવવાનો કિસ્સો, પોલીસે શરુ કરી તપાસ

મોરબીના પીપળી રોડ પર આવેલ શિવય કોલના કારખાનામાં હત્યાની ઘટના સામે આવી છે. આરોપીએ જમીન  બાબતે હત્યા કરીને લાશ સળગાવી દીધી હોવાનું બહાર આવ્યું છેજમીન લે વેચ અને પૈસાની બાબતમાં માથાકુટ બાદ હત્યા પ્રાથમિક તપાસ મુજબ, જમીન લે વેચ અને પૈસાની બાબતમાં માથાકુટ બાદ આ હત્યા કરવામાં આવી હતી. મૃતકનું નામ તાજ મોહમ્મદ કરીમભાઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસ શરુ પોલીસે ઘટનાના સ્થળ પર લાશનો કબ્જો લઇને તપાસ શરૂ કરી છે. પોલીસે કહ્યું હતું કે પૈસા ચુકવવા ના પડે તે માટે હત્યા કરાઇ છે. સમાજ પ્રમુખે લાશ સ્વીકારવાનો ઈન્કાર કર્યો  જો કે સમાજ પ્રમુખે લાશ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે અને આરોપીઓનો વરઘોડો કાઢવાની માગણી કરી છે.આ પણ વાંચો----    Gandhinagar : મંત્રી મનિષા વકીલના અસ્પષ્ટ જવાબોથી કોંગ્રેસના ધારાસભ્યો વેલમાં ધસી આવ્યા, પૂર્વ અધ્યક્ષે વકીલને ટોણો માર્યો, ગુજરાતીમાં જવાબ આપો

Read Full Story arrow_forward