android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Navsari : વોર્ડ નંબર 8 ના રહિશોની સમસ્યા હલ કરવામાં મહાનગરપાલિકા તદ્દન નિષ્ફળ, પાયાની સુવિધા પણ લોકોને મળતી નથી
calendar_today February 26, 2026

Navsari : વોર્ડ નંબર 8 ના રહિશોની સમસ્યા હલ કરવામાં મહાનગરપાલિકા તદ્દન નિષ્ફળ, પાયાની સુવિધા પણ લોકોને મળતી નથી

નવસારી મનપા તંત્ર ને નામોશી વેઠવી પડે તેવી સ્થિતિ સામે આવી છે.રાજ્ય સરકાર મહિલા સુરક્ષા અને સલામતી ની વાતો કરી રહી છે ત્યારે નવસારી શહેર ના એક વિસ્તાર ની મહિલાઓ ને સુરક્ષિત શૌચાલય જેવી પાયા ની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં મનપા તંત્ર ઊણું ઉતર્યું છે. પીવાના પાણી અને ડ્રેનેજ ની સમસ્યા નવસારી શહેરના વોર્ડ નંબર આઠ માં આવેલ વલ્લભ મકનની ચાલ,દેવચંદ ચાલ સહિત ના વિસ્તારમાં રહેતા લોકો વર્ષોથી હાડમારી નો સામનો કરી રહ્યા છે. એક તરફ મનપા તંત્ર શહેર ના વિકાસ ની વાતો કરી રહ્યું છે.ત્યારે આ વિસ્તારમાં મનપા તંત્ર નો કેહવાત વિકાસ સાવ ખાડે ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.આ વિસ્તારમાં વર્ષોથી પીવાના પાણી અને ડ્રેનેજ ની સમસ્યાનો મનપા તંત્ર ઉકેલ લાવી શક્યું નથી.જેના કારણે આ વિસ્તારના અનેક ખુલ્લામાં જાહેરમાં શૌચ ક્રિયા કરવા મજબૂર બન્યા છે.આ સ્થિતિમાં મહિલાઓની હાલત વધુ કફોડી બની છે. રહીશો અનેકવાર મનપા તંત્રને રજૂઆત કરી ચૂક્યા છે નવસારી શહેર ના વોર્ડ નંબર આઠ ના રહીશો અનેકવાર મનપા તંત્રને રજૂઆત કરી ચૂક્યા છે. મનપા કચેરી ખાતે મોરચો માંડી ઉગ્ર વિરોધ પ્રદર્શન પણ કરી ચૂક્યા છે.તેમ છતાં તેમની સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી.ત્યારે મનપા તંત્ર માત્ર ટૂંક સમય સમસ્યાનું સમાધાન લાવવાની ખાતરી આપી રહ્યું છે.  તંત્રનો કહેવાતો વિકાસ માત્ર કાગળ ઉપર શહેરના વોર્ડ નંબર આંઠ ના રહીશો ની સ્થિતિ જોતા નવસારી મનપા તંત્ર નો કહેવાતો વિકાસ માત્ર કાગળ ઉપર હોય તેવું લાગી રહ્યું છે..આ પણ વાંચો----     Gandhinagar : મંત્રી મનિષા વકીલના અસ્પષ્ટ જવાબોથી કોંગ્રેસના ધારાસભ્યો વેલમાં ધસી આવ્યા, પૂર્વ અધ્યક્ષે વકીલને ટોણો માર્યો, ગુજરાતીમાં જવાબ આપો

Read Full Story arrow_forward
Vadodara News: બરોડા ડેરીની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું, 13 બેઠકો માટે 55 ઉમેદવારો મેદાનમાં
calendar_today February 26, 2026

Vadodara News: બરોડા ડેરીની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું, 13 બેઠકો માટે 55 ઉમેદવારો મેદાનમાં

વડોદરા જિલ્લાની સહકારી ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા ગણાતી બરોડા ડેરીની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ થયો છે. આજે ફોર્મ ભરવાની મુદ્દત પૂર્ણ થતા ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે. ડેરીની કુલ 13 બેઠકો માટે કુલ 55 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. હવે આગામી દિવસોમાં ફોર્મની ચકાસણી અને ખેંચવાની પ્રક્રિયા બાદ અંતિમ ઉમેદવારોની યાદી જાહેર થશે.ફોર્મ ભરવાની મુદ્દત આજે પૂર્ણવહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ ચૂંટણીની પ્રક્રિયા નીચે મુજબ આગળ વધશે: 28 ફેબ્રુઆરીના રોજ ભરાયેલા તમામ ફોર્મની કાયદેસરની તપાસ કરવામાં આવશે. 7 માર્ચ સુધી ઉમેદવારો પોતાનું નામાંકન પાછું ખેંચી શકશે. આ તારીખ બાદ જ ખબર પડશે કે કેટલી બેઠકો પર સીધો જંગ જામશે. આ ચૂંટણીમાં સૌથી મહત્વના સમાચાર ઝોન-11 માંથી આવી રહ્યા છે. આ બેઠક પર માત્ર એક જ ફોર્મ ભરાયું છે. બરોડા ડેરીના વર્તમાન વાઈસ ચેરમેન જી. બી. સોલંકીએ આ ઝોનમાંથી ઉમેદવારી નોંધાવી છે.7 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકાશે અન્ય કોઈ પણ ઉમેદવારે ફોર્મ ન ભરતા જી. બી. સોલંકી હવે બિનહરીફ જાહેર થવાની પૂરેપૂરી શક્યતા છે. જો તેમનું ફોર્મ ચકાસણીમાં માન્ય ઠરશે, તો તેઓ બિનહરીફ વિજેતા જાહેર થશે. બરોડા ડેરીની આ ચૂંટણી વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના પશુપાલકો માટે ખૂબ જ મહત્વની છે, કારણ કે આ સત્તા પરિવર્તન ડેરીના વહીવટ અને ભાવ નિર્ધારણ પર સીધી અસર કરે છે. હવે જોવાનું એ રહેશે કે 7 માર્ચ પછી કેટલી બેઠકો પર મતદાનની નોબત આવે છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Punjabમાં ડ્રગ્સ કેસનો આરોપી અમદાવાદથી ઝડપાયો, 45.9 કિલોગ્રામ હેરોઈન, પિસ્તોલ, કારતૂસ જપ્ત
calendar_today February 26, 2026

Punjabમાં ડ્રગ્સ કેસનો આરોપી અમદાવાદથી ઝડપાયો, 45.9 કિલોગ્રામ હેરોઈન, પિસ્તોલ, કારતૂસ જપ્ત

પંજાબમાં નોંધાયેલા ક્રોસ બોર્ડર ડ્રગ્સ અને હથિયાર કેસમાં ફરાર આરોપી રહેમત અલી શેખને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આરોપીની રખિયાલ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું છે. તેની પાસેથી 45.9 કિલોગ્રામ હેરોઈન, એક પિસ્તોલ, જીવંત કારતૂસ અને 4 હેન્ડ ગ્રેનેડ સહિતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.પંજાબથી ભાગી નેપાળ ભાગી ગયો હતો આરોપી પોલીસના જણાવ્યા મુજબ આરોપી પંજાબમાં નોંધાયેલા ગંભીર ડ્રગ્સ અને ગેરકાયદેસર હથિયાર સપ્લાય કેસમાં વોન્ટેડ હતો. તપાસ દરમિયાન ખુલ્યું કે ગુનામાં સંડોવણી બહાર આવતા તે પંજાબમાંથી ફરાર થઈ ગયો હતો અને પહેલા નેપાળ ભાગી ગયો હતો. ત્યારબાદ બિહાર મારફતે ફરી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરીને ગુજરાતમાં આવી છુપાયો હતો. ઈન્ટેલિજન્સ ઈનપુટના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તેની હિલચાલ પર નજર રાખી હતી. ચોક્કસ માહિતીના આધારે રખિયાલ વિસ્તારમાં દરોડો પાડી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો. આંતરરાષ્ટ્રીય કડીઓ હોવાની સંભાવના જપ્ત કરાયેલા નશીલા પદાર્થ અને હથિયારોની આંતરરાષ્ટ્રીય કડીઓ હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ હવે આરોપીની પુછપરછ કરી રહી છે અને તેની સાથે સંકળાયેલા અન્ય શખ્સોની શોધખોળ શરૂ કરી છે. આ કેસમાં રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ પણ જોડાઈ શકે તેવી શક્યતા છે. આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે પંજાબ પોલીસને હવાલે કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે. આ પણ વાંચો : Sanand: માઈક્રોનનો મેગા સેમિકન્ડક્ટર પ્લાન્ટ AI ટેક્નોલોજીના ભવિષ્યને સશક્ત બનાવશે

Read Full Story arrow_forward