android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat : પહેલા રાષ્ટ્રગાન વગાડાશે કે રાષ્ટ્રગીત ? સરકારે બહાર પાડી માર્ગદર્શિકા
calendar_today February 26, 2026

Gujarat : પહેલા રાષ્ટ્રગાન વગાડાશે કે રાષ્ટ્રગીત ? સરકારે બહાર પાડી માર્ગદર્શિકા

ગુજરાત માહિતી ખાતાએ ‘વંદે માતરમ’ તથા રાષ્ટ્રગીતના ગાન અને સન્માન અંગે મહત્વપૂર્ણ સૂચનાઓ જાહેર કરતી અખબારી યાદી પ્રસિદ્ધ કરી છે. જાહેર યાદીમાં નાગરિકોને રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન પ્રત્યે યથોચિત આદર જાળવવા અપીલ કરવામાં આવી છે.રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન બંને વગાડવા મુદ્દે નિર્દેશ માર્ગદર્શિકા મુજબ જ્યારે પણ રાષ્ટ્રગીત વાગે કે ગવાય ત્યારે તમામ નાગરિકોએ સાવધ સ્થિતિમાં ઊભા રહી સન્માન વ્યક્ત કરવું જરૂરી રહેશે. રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન બંને વગાડવાના હોય તેવી પરિસ્થિતિમાં પ્રથમ રાષ્ટ્રગીત અને ત્યારબાદ રાષ્ટ્રગાન વગાડવાની વ્યવસ્થા રાખવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. શૈક્ષણિક સંસ્થાઓ માટે પણ વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. શાળાઓમાં દરરોજ દિવસની શરૂઆત રાષ્ટ્રગીતના ગાન સાથે કરવી જરૂરી ગણાવવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય ભાવના અને શિસ્તનો વિકાસ થાય. નાગરિક સન્માન સમારોહ સમયે રાષ્ટ્રગીત વગાડી શકાશે જાહેર યાદીમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે જો કોઈ ફિલ્મના ભાગરૂપે રાષ્ટ્રગીત વાગતું હોય તો દર્શકોએ ઊભા થવાની ફરજિયાત જરૂર નથી. જોકે, રાષ્ટ્રીય પ્રતીકો પ્રત્યે સન્માન જાળવવાની નૈતિક જવાબદારી સૌની છે. તમામ સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને જાહેર કાર્યક્રમોના આયોજકોને આ સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કર્યો છે, જેથી રાષ્ટ્રીય ગૌરવ અને એકતા વધુ મજબૂત બને. માર્ગદર્શિકા અનુસાર નીચેની પરિસ્થિતિઓમાં રાષ્ટ્રગીત વગાડી શકાશે નાગરિક સન્માન સમારોહ દરમિયાન રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલના સત્તાવાર આગમન અને વિદાય સમયે રાષ્ટ્રીય ધ્વજને પરેડમાં લાવવામાં આવે ત્યારે દૂરદર્શન અને આકાશવાણી પર રાષ્ટ્રપતિના સંબોધન પહેલાં અને પછીઆ પણ વાંચો : Prantij: નકલી દૂધ અને છાસના કાળા કારોબારમાં હવે મોટા ખુલાસા થશે, મુખ્ય સૂત્રધાર અને ડેરીના સંચાલકને પોલીસે ઝડપી લીધો

Read Full Story arrow_forward
Banaskantha : ડીસાની રાજપુર ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી, જમીન પ્લોટિંગ સહિતની પ્રક્રિયા હાથ ધરાશે
calendar_today February 26, 2026

Banaskantha : ડીસાની રાજપુર ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી, જમીન પ્લોટિંગ સહિતની પ્રક્રિયા હાથ ધરાશે

બનાસકાંઠા જિલ્લાના ડીસાની રાજપુર ટાઉન પ્લાનિંગ (T.P.) સ્કીમને રાજ્ય સરકારે મંજૂરી આપી છે.શહેરી વિકાસ-શહેરી ગૃહનિર્માણ વિભાગનો નિર્ણય  આ નિર્ણય શહેરી વિકાસ અને ગૃહનિર્માણ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે, જે શહેરની વિકાસ અને નિયોજનને પ્રોત્સાહિત કરવા માટે મહત્વપૂર્ણ પગલું છે. જમીન પ્લોટિંગ સહિતની પ્રક્રિયા શરૂ આ નિર્ણય નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમના ધોરણો હેઠળ લેવામાં આવ્યો. રાજપુરના વિકાસ માટે જમીન પ્લોટિંગ સહિતની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. નગર નિયોજક- પાલનપુરની T.P.O. તરીકે નિમણૂંક ઉલ્લેખનીય છે કે, નગર નિયોજક તરીકે પાલનપુરની T.P.O. (ટાઉન પ્લાનિંગ ઓથોરિટી) તરીકે નિમણૂક કરવામાં આવી છે. રાજ્યપાલના હુકમ બાદ આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો રાજ્યપાલના હુકમ બાદ આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો, અને આના દ્વારા રાજપુરમાં શહેરી અને ઔદ્યોગિક વિકાસને વેગ મળશે..આ પણ વાંચો----    Gandhinagar : મંત્રી મનિષા વકીલના અસ્પષ્ટ જવાબોથી કોંગ્રેસના ધારાસભ્યો વેલમાં ધસી આવ્યા, પૂર્વ અધ્યક્ષે વકીલને ટોણો માર્યો, ગુજરાતીમાં જવાબ આપો

Read Full Story arrow_forward
Gir Somnath News: તાલાલામાં પોલીસનું મેગા સર્ચ ઓપરેશન, લિસ્ટેડ બુટલેગરના ઘરેથી હથિયારો મળ્યા
calendar_today February 26, 2026

Gir Somnath News: તાલાલામાં પોલીસનું મેગા સર્ચ ઓપરેશન, લિસ્ટેડ બુટલેગરના ઘરેથી હથિયારો મળ્યા

ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા તાલાલા શહેરમાં હાથ ધરવામાં આવેલા મેગા કોમ્બિંગ ઓપરેશન દરમિયાન મોટી સફળતા મળી છે. તાલાલા શહેરના સંવેદનશીલ ગણાતા સિદીવાડા વિસ્તારમાં સર્ચ દરમિયાન એક કુખ્યાત બુટલેગરના રહેણાંક મકાનમાંથી ઘાતક હથિયારો મળી આવતા ચકચાર મચી જવા પામી છે.પલંગ નીચે છુપાવેલી તલવારો ઝડપાઈ પોલીસની ટીમે જ્યારે સિદીવાડા વિસ્તારમાં રહેતા લિસ્ટેડ બુટલેગર અલ્તાફ ઉર્ફે ડાગલાના ઘરે રેડ કરવામાં આવી ત્યારે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન રૂમમાં રાખેલા સેટી પલંગની નીચે સંતાડીને રાખવામાં આવેલી 2 ધારદાર તલવારો મળી આવી હતી. પોલીસે તુરંત જ આ હથિયારો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બુટલેગર વિરૂદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો અલ્તાફ ઉર્ફે ડાગલો પોલીસ ચોપડે લિસ્ટેડ બુટલેગર છે અને તેના ઘરેથી ગેરકાયદેસર હથિયારો મળી આવતા પોલીસે તેની વિરૂદ્ધ આર્મ્સ એક્ટ (હથિયાર ધારા) મુજબ ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, SP જયદીપસિંહ જાડેજાની સૂચનાથી ચાલી રહેલા આ કોમ્બિંગ ઓપરેશનનો મુખ્ય હેતુ આવા અસામાજિક તત્વો પર લગામ કસવાનો છે. આ પણ વાંચો - Gir Somnath News: એક્શન મોડમાં તાલાલા પોલીસ, SP જયદીપસિંહ જાડેજાનું મેગા કોમ્બિંગ ઓપરેશન

Read Full Story arrow_forward