android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Sanand: માઈક્રોનનો મેગા સેમિકન્ડક્ટર પ્લાન્ટ AI ટેક્નોલોજીના ભવિષ્યને સશક્ત બનાવશે
calendar_today February 26, 2026

Sanand: માઈક્રોનનો મેગા સેમિકન્ડક્ટર પ્લાન્ટ AI ટેક્નોલોજીના ભવિષ્યને સશક્ત બનાવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભગીરથ પ્રયાસોથી ભારત હવે નેશનલ સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત સેમિકન્ડક્ટર ચીપ ઉત્પાદન ક્ષેત્રમાં પણ ડંકો વગાડવા તૈયાર છે. આગામી 28 ફેબ્રુઆરી 2026ના રોજ ગુજરાતના સાણંદ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માઈક્રોન ટેક્નોલોજીના અદ્યતન ATMP (એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ) પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. સાણંદમાં માઈક્રોન સેમિકન્ડક્ટર ટેક્નોલોજી ઈન્ડિયા પ્રા. લિમિટેડ દ્વારા રૂપિયા 22,516 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે અને ગુજરાતમાં માઈક્રોનની ATMP સુવિધાના શરૂ થવાથી ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે નવી ક્રાંતિનો શુભારંભ થશે.માઈક્રોનના સાણંદ પ્લાન્ટમાં 2000 લોકોની ટીમ કાર્યરત સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાત સમગ્ર દેશમાં નેતૃત્વની ભૂમિકામાં છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સઘન પ્રયાસોથી સાણંદમાં માઈક્રોનનો પ્લાન્ટ નિર્ધારિત સમયસીમામાં કાર્યરત થવા જઇ રહ્યો છે. આ પ્લાન્ટ એક ATMP (એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ) સુવિધા છે જેમાં SSD (સોલિડ સ્ટેટ ડ્રાઇવ-હાર્ડ ડિસ્ક ડ્રાઇવ પ્રકારનું સ્ટોરેજ માટેનું આધુનિક ઉપકરણ) અને રેમ પ્રકારના DRAM અને NAND ઉત્પાદનો તૈયાર કરવામાં આવશે. સાણંદ પ્લાન્ટમાં અત્યારે 2000 લોકોની ટીમ કાર્યરત છે, જેમાં આગામી સમયમાં 5,000 લોકોને સીધી રોજગારીની તકો ઉપલબ્ધ બનશે. માઈક્રોન ટીમ દ્વારા જણાવ્યા અનુસાર અહીં દિવ્યાંગ નાગરિકો પણ ઓપરેટર અને ટેક્નિશિયન તરીકે કામ કરે છે અને કૌશલ્યથી સજ્જ તમામ પ્રકારના નાગરિકો માટે નોકરીની તકો ઉપલબ્ધ છે. સાણંદ પ્લાન્ટમા બનતા ઉત્પાદનો AI ટેક્નોલોજી માટે જરૂરી માઇક્રોન ટેક્નોલોજીના પ્રમુખ અને સીઈઓ, સંજય મેહરોત્રાએ જણાવ્યું હતું કે આજની ટેકનોલોજીમાં ખાસ કરીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં મેમરી અને સ્ટોરેજ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે જણાવ્યું કે મજબૂત મેમરી અને સ્ટોરેજ સપોર્ટ વિના AI પ્રણાલીઓ યોગ્ય રીતે કાર્ય કરી શકતી નથી. જેમ જેમ AI વધુ ઝડપી અને રિઅલ-ટાઇમ પ્રતિભાવો આપવાનું શરૂ કરે છે, તેમ તેને વધારે અને વધુ અદ્યતન મેમરીની જરૂરિયાત પડે છે. ATMP પ્લાન્ટમાં કેવી રીતે કાર્ય થાય છે? ATMP પ્લાન્ટની કામગીરી વેફર ચીપ્સથી શરૂ થાય છે. સૌથી પહેલા આપણે એ સમજીએ કે ATMP સુવિધા સુધી પહોંચ્યા પહેલા આ ચીપ્સ કેવી રીતે બને છે. સેમિકન્ડક્ટર ચીપ બનાવવાની પ્રક્રિયા રેતીથી (Sand) શરૂ થાય છે. સૌથી પહેલા રેતીમાંથી પ્યૉર સિલિકોનને અલગ કરવામાં આવે છે. આ સિલિકોનને ઓગાળીને તેનું સિલિન્ડર બનાવવામાં આવે છે જેને ઇનગોટ કહેવામાં આવે છે. આ સિલિન્ડરને કાપીને તેમાંથી બારીક પ્લેટ્સ બનાવવામાં આવે છે, જેને વેફર્સ કહેવાય છે. ત્યારબાદ ફેબ્રિકેશન પ્લાન્ટમાં આ વેફર્સ પર ઇલેક્ટ્રિક પેટર્ન પ્રિન્ટ કરવામાં આવે છે અને ઘણા આવરણો (લેયર્સ) તેના પર ચડાવવામાં આવે છે. આ આવરણોને ફોટોલિથોગ્રાફી દ્વારા યોગ્ય રીતે ગોઠવવાથી વેફર્સ પર ટ્રાન્ઝિસ્ટર્સ બને છે. તેના દ્વારા વેફર્સ પર મેમરી બને છે અને આ વેફર્સમાં મેમરી ચીપ ગોઠવાઇ જાય છે. ત્યારબાદ વેફર્સના નાના ચોરસ ટુકડા કરવામાં આવે છે જેને ચીપ કહેવાય છે. આ ચીપ ત્યારબાદ ATMP પ્લાન્ટમાં પહોંચે છે. અહીં પહેલા તેની એસેમ્બલી કરવામાં આવે છે.ત્યારબાદ ટેસ્ટિંગના તબક્કામાં તેની સ્પીડ, મેમરી અને કામગીરીનું સંપૂર્ણ ટેસ્ટિંગ કરવામાં આવે છે. ત્યારબાદ તેનું વિગતવાર માર્કિંગ કરીને છેલ્લે પેકેજિંગ કરવામાં આવે છે, જેથી એ માર્કેટમાં પહોંચી શકે. સાણંદ પ્લાન્ટમાં સમગ્ર વિશ્વભરના માર્કેટને અનુરૂપ ઇન્ટિગ્રેટેડ સર્કિટ પેકેજ, મોડ્યુલ અને સોલિડ સ્ટેટ ડ્રાઇવ્સનું નિર્માણ કરવામાં આવશે. તેના માટે માઇક્રોનની વૈશ્વિક ફેક્ટરીઓમાં નિર્મિત અદ્યતન DRAM અને NAND વેફર્સ મેળવીને તેમને ફાઇનલ મેમરી ઉત્પાદનોમાં પરિવર્તિત કરવામાં આવશે. આ ઉત્પાદનો AI ક્ષેત્રમાં મેમરી અને સ્ટોરેજની વધી રહેલી માંગને પૂરી પાડવામાં મદદરૂપ બનશે. આ પણ વાંચો : Gujarat : પહેલા રાષ્ટ્રગાન વગાડાશે કે રાષ્ટ્રગીત ? સરકારે બહાર પાડી માર્ગદર્શિકા

Read Full Story arrow_forward
Rajkotમાં ડમ્પરનો આતંક: મવડી ચોકડી પાસે એક્ટિવા સવાર માતા-પુત્રને લીધા અડફેટે
calendar_today February 26, 2026

Rajkotમાં ડમ્પરનો આતંક: મવડી ચોકડી પાસે એક્ટિવા સવાર માતા-પુત્રને લીધા અડફેટે

રાજકોટ શહેરમાં બેફામ દોડતા ભારે વાહનો અને ડમ્પરોનો ત્રાસ યથાવત રહ્યો છે. આજે શહેરના રાજકોટના મવડી ચોકડી પાસે આવેલા બાપાસીતારામ ચોક વિસ્તારમાં એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. એક પુરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરે એક્ટિવા પર જઈ રહેલા માતા અને પુત્રને જોરદાર ટક્કર મારી અડફેટે લીધા હતા. આ અકસ્માતને પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.ટૂ-વ્હીલર પર જતા માતા-પુત્રને લીધા અડફેટે અકસ્માત એટલો ભયાનક હતો કે માતા અને પુત્ર બંનેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ સ્થાનિકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી અને ઇજાગ્રસ્ત માતા-પુત્રને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં તેમની હાલત અંગે તબીબી તપાસ ચાલી રહી છે. આ સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે, જેમાં ડમ્પર ચાલકની બેદરકારી સ્પષ્ટપણે જોવા મળી રહી છે. પ્રતિબંધ છતાં શહેરમાં બેફામ ફરી રહ્યાં છે ડમ્પરો સ્થાનિક રહેવાસીઓમાં આ ઘટનાને પગલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે શહેરમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં, ડમ્પરો કોઈ પણ જાતના ડર વગર બેફામ દોડી રહ્યા છે. તંત્રની રહેમનજર હેઠળ નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું હોવાથી નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. ઘટનાની જાણ થતા જ તાલુકા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને CCTV ફૂટેજના આધારે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dwarka : જગત મંદિરમાં ફૂલડોલ ઉત્સવની તૈયારીઓને આખરી ઓપ અપાયો, યાત્રાળુઓ માટે તમામ વ્યવસ્થા કરાઇ
calendar_today February 26, 2026

Dwarka : જગત મંદિરમાં ફૂલડોલ ઉત્સવની તૈયારીઓને આખરી ઓપ અપાયો, યાત્રાળુઓ માટે તમામ વ્યવસ્થા કરાઇ

દ્વારકામાં ફૂલડોલ ઉત્સવની તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.શ્રદ્ધાળુઓ માટે તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. પગપાળા યાત્રિકોની સુવિધા માટે આરોગ્ય અને પાણી સેવાઓના કેમ્પ કાર્યરત કરાયા છે.વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ દ્વારકાધીશ મંદિરમાં આગામી ફૂલડોલ ઉત્સવને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. લાખો ભક્તોના આગમનને પગલે કીર્તિસ્તંભથી લઈને છપ્પન સીડી સુધીના મુખ્ય માર્ગો પર વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી દર્શનાર્થીઓ કોઈપણ અડચણ વગર શાંતિપૂર્ણ રીતે દર્શન કરી શકે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ભીડને નિયંત્રિત કરવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે સુરક્ષા જવાનોનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે, અને સમગ્ર રૂટ પર યાત્રિકોની સુવિધા માટે બેરિકેડિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આરોગ્ય કેમ્પ અને પીવાના પાણીની વ્યવસ્થા દૂર-દૂરથી ચાલીને આવતા હજારો પગપાળા યાત્રિકોની સેવા માટે તંત્ર અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠેર-ઠેર આરોગ્ય કેમ્પ અને પીવાના પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. માર્ગમાં યાત્રિકોને તાત્કાલિક તબીબી સહાય મળી રહે તે માટે આરોગ્ય વિભાગની ટીમોને ખડેપગે રાખવામાં આવી છે. ભક્તોને દર્શન કરવામાં સરળતા રહે અને પીવાના શુદ્ધ પાણીની કોઈ તકલીફ ન પડે તે માટે ખાસ સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે, જેથી ઉત્સવ દરમિયાન ભક્તિમય વાતાવરણ જળવાઈ રહે. આ પણ વાંચો----       Gandhinagar : મંત્રી મનિષા વકીલના અસ્પષ્ટ જવાબોથી કોંગ્રેસના ધારાસભ્યો વેલમાં ધસી આવ્યા, પૂર્વ અધ્યક્ષે વકીલને ટોણો માર્યો, ગુજરાતીમાં જવાબ આપો

Read Full Story arrow_forward