android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodaraના સયાજીબાગ ઝૂ માટે એશિયાટિક સિંહની માંગ: સાંસદે પત્ર લખી કરી રજૂઆત
calendar_today February 26, 2026

Vadodaraના સયાજીબાગ ઝૂ માટે એશિયાટિક સિંહની માંગ: સાંસદે પત્ર લખી કરી રજૂઆત

વડોદરાના લોકપ્રિય સયાજીબાગ પ્રાણીસંગ્રહાલયમાં ફરી એકવાર સિંહની ગર્જના સંભળાય તે માટે વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ મહત્વની પહેલ કરી છે. સાંસદે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ પત્ર લખીને વડોદરા માટે એશિયાટિક સિંહની જોડી ફાળવવા વિનંતી કરી છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા સયાજીબાગની સિંહણ 'સમૃદ્ધિ'નું સર્પદંશને કારણે અકાળે મોત નીપજ્યું હતું, ત્યારથી અહીં સિંહનો પાંજરો ખાલી જોવા મળી રહ્યો છે.CM સકારાત્મક અભિગમ દાખવ્યો - સાંસદ સાંસદ હેમાંગ જોશીએ આ બાબતે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ આ રજૂઆત પ્રત્યે અત્યંત સકારાત્મક અભિગમ દાખવ્યો છે. મુખ્યમંત્રીએ ખાતરી આપી છે કે આગામી ઉચ્ચસ્તરીય બેઠકમાં આ વિષયને પ્રાધાન્ય આપીને સિંહની ફાળવણી અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. વડોદરાના પ્રવાસન અને પ્રાણીપ્રેમીઓ માટે આ એક આશાસ્પદ સમાચાર છે, કારણ કે સયાજીબાગ ઝૂ એ શહેરનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. સિંહણ 'સમૃદ્ધિ'નું સર્પ દંશથી થયું હતું મો સિંહણ 'સમૃદ્ધિ'ના મૃત્યુ બાદ વડોદરાવાસીઓમાં ઘેરા શોકની લાગણી હતી અને ઝૂમાં સિંહ લાવવાની માંગ ઉઠી હતી. હવે સાંસદની આ સક્રિયતાને પગલે ટૂંક સમયમાં જ ગીરના રાજા સમાન એશિયાટિક સિંહ વડોદરાના મહેમાન બને તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે. આ અંગે વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વન વિભાગ દ્વારા સિંહના સ્થાનાંતરણની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar : ધ્રાંગધ્રા નગરપાલિકાની વર્તમાન ટર્મની અંતિમ સામાન્ય સભા યોજાઇ
calendar_today February 26, 2026

Surendranagar : ધ્રાંગધ્રા નગરપાલિકાની વર્તમાન ટર્મની અંતિમ સામાન્ય સભા યોજાઇ

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નગરપાલિકાની વર્તમાન ટર્મની અંતિમ સામાન્ય સભા યોજાઇ હતી જેમાં 8 કરોડના વિકાસના કાર્યોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.કુલ ૩૬ સુધરાઈ સભ્યો હાજર રહ્યા અંતિમ સામાન્ય સભામાં ધ્રાંગધ્રા નગરપાલિકાના કુલ ૩૬ સુધરાઈ સભ્યો પૈકી ભાજપના ૩૫ અને ૧ કોંગ્રેસ સહિત કુલ ૩૬ સુધરાઈ સભ્યો હાજર રહ્યા હતા. વર્તમાન ટર્મ આગામી ૨૫ માર્ચના રોજ પૂર્ણ થવાની છે  નગરપાલિકાની વર્તમાન ટર્મ આગામી ૨૫ માર્ચના રોજ પૂર્ણ થવાની છે તે પહેલા આજે છેલ્લી સામાન્ય સભા નું આયોજન કરવામાં આવ્યું હતું વિકાસના કામોને મંજૂરી સામાન્ય સભામાં મંજુર થયેલ કામોમાં મુખ્યમંત્રી સડક યોજના હેઠળના રોડ, પાણી પુરવઠા, સ્ટ્રીટ લાઇટ અને ભૂગર્ભ ગટરના કામોનો સમાવેશ થાય છે આ તમામ કામો શહેરના માળખાકીય સુવિધા અને સુધારા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.આ પણ વાંચો----    Gandhinagar : મંત્રી મનિષા વકીલના અસ્પષ્ટ જવાબોથી કોંગ્રેસના ધારાસભ્યો વેલમાં ધસી આવ્યા, પૂર્વ અધ્યક્ષે વકીલને ટોણો માર્યો, ગુજરાતીમાં જવાબ આપો

Read Full Story arrow_forward
Banaskantha News: દિયોદરમાં આંગણવાડી બહેનોનો હલ્લાબોલ, ગરબે ઘૂમી સરકાર સામે નોંધાવ્યો વિરોધ
calendar_today February 26, 2026

Banaskantha News: દિયોદરમાં આંગણવાડી બહેનોનો હલ્લાબોલ, ગરબે ઘૂમી સરકાર સામે નોંધાવ્યો વિરોધ

પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને સમગ્ર રાજ્યમાં આંગણવાડી કાર્યકરો આંદોલન ચલાવી રહ્યા છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા મથકે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ વિરોધ પ્રદર્શનનું અનોખું સ્વરૂપ અપનાવ્યું છે. છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલા આ આંદોલનમાં આજે બહેનોએ તાલુકા પંચાયત કચેરીના પ્રાંગણમાં ગરબા રમીને સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.ચોથા દિવસે પણ આંદોલન યથાવત દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે મોટી સંખ્યામાં એકઠી થયેલી આંગણવાડી કાર્યકર મહિલાઓએ આજે ચોથા દિવસે પણ પોતાની લડત ચાલુ રાખી હતી. સૂત્રોચ્ચાર અને ધરણાંની સાથે સાથે આજે બહેનોએ કચેરીના પ્રાંગણમાં જ રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. કાર્યકરોનું કહેવું છે કે, સરકાર સુધી તેમનો અવાજ પહોંચાડવા અને ઊંઘતી સરકારને જગાડવા માટે તેમણે આ અનોખો માર્ગ અપનાવ્યો છે. સરકારને જગાડવાનો પ્રયાસ આંગણવાડી બહેનોની મુખ્ય માંગણીઓ જેવી કે વેતન વધારો, કાયમી નિમણૂક અને અન્ય ભથ્થાઓ બાબતે હજુ સુધી કોઈ સકારાત્મક નિર્ણય લેવાયો નથી. વિરોધ કરી રહેલી મહિલાઓએ ચીમકી આપી હતી કે, જો આગામી સમયમાં તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો આ આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. દિયોદર તાલુકા પંચાયતમાં ગરબાના તાલે વિરોધ જોઈને સ્થાનિકોમાં પણ આ આંદોલન ચર્ચાનો વિષય બન્યું હતું. આ પણ વાંચો - Banaskantha : ડીસાની રાજપુર ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી, જમીન પ્લોટિંગ સહિતની પ્રક્રિયા હાથ ધરાશે

Read Full Story arrow_forward