Kalol: 4 ગામને લાંઘણજમાં સમાવવા સામે વિરોધ
રાજ્ય સરકાર દ્વારા મહેસાણા જિલ્લાના લાંઘણજને તાલુકો બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. જે માટે કલોલ તાલુકાના ચાર ગામોનો લાંઘણજ તાલુકામાં સમાવેશ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. જેના પગલે આ ચાર ગામના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અને તેઓ લાંઘણજ ગામમાં પોતાના ગામનો સમાવેશ થાય તેનો વિરોધ કરી રહ્યા છે. આ બાબતે ગામના સરપંચો દ્વારા લાગતા વળગતા તંત્રમાં આવેદનપત્ર આપીને લાંઘણજ ગામમાં સમાવેશ નો વિરોધ કર્યો છે. અને આગામી સમયમાં મક્કમ અને ઉગ્ર લડત આપવા માટે ગ્રામજનો દ્વારા ચીમકી આપવામાં આવી છે. આ અંગે મળતી માહિતી અનુસાર કલોલ તાલુકાના ચાર ગામોનો લાંઘણજ તાલુકામાં સમાવેશ કરવામાં આવશે તેવી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા મહેસાણા જિલ્લાના લાંઘણજ ગામને તાલુકા મથક બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. અને લાંઘણજ ગામમાં કલોલ તાલુકાના ચાર ગામોનો સમાવેશ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. જેમાં વેડા તથા ગોવિંદપુરા વેડા અને હિંમતપુરા વેડા તથા ખોરજ ડાભી ગામનો સમાવેશ થાય છે. ઉપરોકત જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવતા ચાર ગામના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. અને તેઓ લાંઘણજ ગામમાં સમાવેશ નો વિરોધ કરી રહ્યા છે. આ બાબતે ચારે ગામના સરપંચ દ્વારા આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેઓએ પોતાના ગામનો લાંઘણજ તાલુકામાં સમાવેશ કરવામાં ના આવે અને કલોલ તાલુકામાં યથાવત રાખવામાં આવે તેવી માંગણી સાથેનું આવેદનપત્ર જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત અને કલોલ મામલતદારને આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું. કે ચારે ગામના લોકોનો તમામ વ્યવહાર કલોલ તાલુકા સાથે સંકળાયેલ છે. સરકારી કામકાજ હોય કે આર્થિક કામકાજ હોય કે સામાજીક કામકાજ હોય તમામ કામકાજ થી ગ્રામજનો વર્ષોથી કલોલ તાલુકા અને ગાંધીનગરથી ટેવાયેલા છે. અને તેઓનો સમાવેશ લાંઘણજમાં કરવામાં આવે તો તેમના ગામનો વિકાસ રૂંઘાઈ જાય તેમ છે. તેમજ ગ્રામજનોને કામકાજમાં ભારે મુશ્કેલીઓ નો સામનો કરવો પડી શકે તેમ છે. આવા કારણોને લઈને ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. અને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તેમજ સરકાર ગંભીર નોંધ લઈને કોઈ આગામી કાર્યવાહી નહી કરે તો ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન સહિત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડત આપવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward