Patan: ખાતે જિલ્લાકક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
પાટણ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જિલ્લામાંથી કુલ 16 અરજીઓ નોંધાઈ હતી જેમાંથી દસ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા. યોજાયેલ કાર્યક્રમમાં રી સર્વે વાંધા અરજી, મફ્ત ગાળાનો પ્લોટ ફાળવ્યા પછી નોટિસો આપીને હેરાન પરેશાન કરવા બાબતે, પરવાનગી મેળવ્યા સિવાય બીન ખેતી ઉપયોગ, જર્જરિત દિવાલ, સાતબારના પાનામાં ક્ષેત્રફ્ળ અંગેનો સુધારો, ગરામડી ગામનું ડેમ કેનાલ દ્વારા ભરી આપવા બાબત, સરકારી સહાયમાં ગેરરીતિ, પાટણ ટેલિફોન એક્સચેન્જ નજીક આવેલ કેનાલનાળાની સફાઈ કરવા બાબત, રોડ રીપેરીંગ પેચ વર્ક, હિસ્સામાં માપણીમાં વિલંબ, માજી સૈનિકને મફ્ત પ્લોટ આપવા બાબત, બાબરા ગામે ખેતીની જમીનમાં નર્મદાની કચ્છ બ્રાન્ચ કેનાલ ને કારણે મોટાભાગની જમીનમાં વરસાદી પાણીનો નિકાલ ન થતો હોવાની બાબત, પાટણ શહેરની ઇન્દ્રપુરી સોસાયટીમાં ગેરકાયદેસર દબાણ, સાતલપુર તાલુકાના દાત્રાણા ગામમાંથી પસાર થતી માઇનોર કેનાલમાં ભ્રષ્ટાચાર તથા નબળા ગામના લીધે પડેલ ગામડાને કારણે થયેલ નુકસાની ભરપાઈ કરવા બાબતે અરજદારો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જેને લઇ કલેકટર તુષાર ભટ્ટે અરજીઓનો હકારાત્મક અભિગમથી વિચાર કરી સંબંધીત અધિકારીઓને તાત્કાલિક અને અસરકારક રીતે નિકાલ કરવા સૂચના આપી હતી સાથે જ અરજદારોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવે તે માટે ગંભીરતા અને સંવેદનશીલતા સાથે કાર્યવાહી કરવા સૂચના આપી હતી. યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સી.એલ.પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયી, નિવાસી અધિક કલેકટર હિરેન ચૌહાણ સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward