Patan: સમરસ હોસ્ટેલમાં છાત્રોના સ્વાસ્થ્ય સાથે ચેડાં
પાટણના ચોરમારપુરા પાસે આવેલ સરકાર માન્ય સમરસ કુમાર હોસ્ટેલમાં છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓને જમાનાનું યોગ્ય ન આપવામાં આવતું હોવાની ફરીયાદો ઉઠી હતી. જેને લઈ બુધવારે મોડી રાત્રે NSUI અને કોંગ્રેસ યુવા સંગઠનના હોદ્દેદારો હોસ્ટેલમાં પહોંચ્યા હતા. અને રસોડામાં તપાસ હાથ ધરી હતી. જેમાં તાજા બનાવેલ બુંદીના લાડુ પણ કડક લાકડા જેવા બનેલ હોવાનું જાણવા મળ્યું હતું. જેને લઈ થોડી ક્ષણો માટે મામલો ગરમાયો હતો. પરંતુ ભારે સમજાવટ અને યોગ્ય જમવાનું પિરસવાની બાંહેધરી બાદ મામલો થાળે પડયો હતો.પાટણ નજીક ચોરમારપુરા નજીક આવેલ સરકાર માન્ય સમરસ કુમાર હોસ્ટેલમાં 50 થી વધું વિદ્યાર્થીઓ રહે છે. જેમને રોજીંદા નિત્યક્રમ મુજબ આપવામાં આવતું ભોજન કાચુંપાકું અને ગુણવત્તા વિહીન હોવાની વારંવાર રજૂઆતો કરવા છતાં પણ ભોજનની ગુણવત્તા સુધારવામાં નહીં આવતાં આખરે બુધવારે રાત્રે NSUI ના કાર્યકરો અને કોંગ્રેસ યુવા સંગઠનના હોદ્દેદારોએ રૂબરૂ હોસ્ટેલમાં મુલાકાત લઈ રસોડામાં બનતી વાનગીઓ તપાસી હતી. તે દરમિયાન રસોડામાં તૈયાર બુંદીના લાડુ કડક લાકડા જેવા હોવાનો વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો. આ અંગે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે છેલ્લા બે મહિનાથી રોટલી કાચી આવે છે. તથા શાક પણ પાણી જેવું હોય છે. જેમાં જીવાત આવતી હોવાનો આક્ષેપ કર્યો હતો. અને જણાવ્યું હતું કે ઘણાબધા વિદ્યાર્થીઓને જમ્યા બાદ પેટમાં દુખાવો થતો હોય છે. વધુમાં જણાવ્યું હતું કે સવારે બનાવવામાં આવતી ચા માં પણ 90 ટકા પાણીનો ભાગ હોય છે. આ બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ ઉપરથી કોઈ સાંભળતું નથી તેમ જણાવ્યું હતું. રાત્રે NSUI કાર્યકરો અને કોંગ્રેસ યુવા સંગઠનના હોદ્દેદારોએ કરેલી મુલાકાત દરમિયાન મામલો ગરમાયા બાદ ભોજનની ગુણવત્તા સુધારવામાં આવશે તેમ હૈયાધારણ આપી હોવાનું જાણવા મળ્યું હતું. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward