android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vav-tharad: પરીક્ષામાં મોડા પડેલા છાત્રની વહારે પોલીસ આવી સમયસર કેન્દ્ર પર પહોંચાડયો
calendar_today February 26, 2026

Vav-tharad: પરીક્ષામાં મોડા પડેલા છાત્રની વહારે પોલીસ આવી સમયસર કેન્દ્ર પર પહોંચાડયો

થરાદમાં માનવતા અને પોલીસની સતર્કતાનો ઉત્તમ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલો એક વિદ્યાર્થી કોઈ કારણોસર મોડો પડયો હતો, જેની જાણ થતા જ થરાદ પોલીસે તાત્કાલિક મદદ કરી તેને સુરક્ષિત રીતે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડયો હતો. થરાદ શહેરમાં 112ની ટીમને જાણ થઈ હતી કે એક વિદ્યાર્થી પરીક્ષા કેન્દ્ર પર પહોંચવામાં મોડો પડી રહ્યો છે. સમયની ગંભીરતા સમજીને 112ની ટીમે તુરંત પહોંચી વિદ્યાર્થીને સમયસર મોડલ સ્કૂલ ખાતેના પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડયો હતો. પોલીસની આ ત્વરિત કામગીરીને કારણે વિદ્યાર્થીનું વર્ષ બગડતા બચી ગયું હતું. થરાદ પીઆઈ એ.ટી. પટેલે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, વાવ-થરાદ વિભાગના પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાની સૂચના મુજબ સમગ્ર વિસ્તારમાં પોલીસ એલર્ટ છે. તેમણે ખાસ કરીને ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને અપીલ કરી છે કેજો ટ્રાફ્કિ કે અન્ય કોઈ પણ મુશ્કેલીને કારણે પરીક્ષામાં મોડું થાય તેમ હોય, તો ગભરાયા વગર તુરંત પોલીસનો સંપર્ક કરવો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mahesana: ખેડૂત તાલીમ કેન્દ્રમાં ખેડૂતોએ લીલાં શાકભાજી, ફળ, મસાલા અને છાણાનું વેચાણ કર્યું
calendar_today February 26, 2026

Mahesana: ખેડૂત તાલીમ કેન્દ્રમાં ખેડૂતોએ લીલાં શાકભાજી, ફળ, મસાલા અને છાણાનું વેચાણ કર્યું

મહેસાણા ખાતે ધોબીઘાટ સ્થિત ખેડૂત તાલીમ કેન્દ્રમાં ગુરુવારે સાંજે 4.00 કલાકથી સાંજે 7.00 કલાક દરમ્યાન મહેસાણા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો પોતાની શાકભાજી, ફળ, ધાન્ય-કઠોળ અને હોળી નિમિત્તે દેશી કાંકરેજ ગાયના ગોબરમાંથી બનાવેલ છાણાનું વેચાણ કરવા માટે આવતા હોય છે.પ્રાકૃતિક શાકભાજી ગવાર, કોબીજ, ભીંડી, ટામેટાં, સિમલા મિર્ચા, દૂધી, કારેલા, રીંગણ, પાલક, મેથી, કોથમીર, રવૈયા, બટાકા, તિંડોલા અને ફળોમાં દાડમ, સફરજન, પપૈયું, ખજૂર અને કેળા ઝેરમુકત તાજાં શાકભાજીની ખરીદી કરવા માટે ગ્રાહકોનો ધસારો જોવા મળ્યો હતો. તેમજ મરી મસાલા, સુકાં મરચાં, હળદર, ગોળનું વેચાણ કરવામાં આવ્યું હતું. ગુરુવારના રોજ મહેસાણા ખેડૂત તાલીમ કેન્દ્રમાં પ્રાકૃતિક બજારમાં કડી તાલુકાના લુણાસણના આમોલભાઈ ખડગરે શાકભાજી ગુવાર, ભીંડી, ટામેટાં, સિમલા મિર્ચ, દૂધી, કરેલા, તિંડોલા અને ફળોમાં દાડમ, સફરજન,ખજૂર અને કેળા, વડનગર તાલુકાના સુંઢિયા ગામના લવજીજી ઠાકોર મહાકાલી પ્રાકૃતિક ફાર્મમાંથી રીંગણ, પાલક, મેથી, બટાટા, મરચાં અને પપૈયાં, અમરપુરના રતનસિંહ રાજપૂત કઠોળ, અનાજ, મરી મસાલા અને મેથી, મહેસાણા શહેર નજીક આવેલા તાવડીયામાંથી બ્રિજેશભાઈ બટાટા, કોબીજ, વિસનગર સમર્થ એગ્રોમાંથી શાકભાજી ફળો, કઠોળ, ફીંડલા પલ્પ, છાણા, કડાના પ્રદીપસિંહ ચાવડા કાચા ટામેટા, કોથમીર, મેથી અને રવૈયાનું વેચાણ કર્યું હતું. બોકરવાડાના હર્ષદભાઈ પટેલ મરચાં, ટામેટાં, રીંગણ, ચીકુ, સુકુ મરચું, હળદર અને ગોળ સહિતનાં પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત કૃષિ પેદાશોનું વેચાણ કરવા આવી પહોંચ્યા હતા. પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત શાકભાજી અને ફળફળાદિની માંગ દિન પ્રતિદિન વધી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: હારીજના ઈંટોના ભઠ્ઠા પર ફૂલ જેવા બાળકો પાસે કરાવાતી મજૂરી
calendar_today February 26, 2026

Patan: હારીજના ઈંટોના ભઠ્ઠા પર ફૂલ જેવા બાળકો પાસે કરાવાતી મજૂરી

પાટણ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા અલગ અલગ ઇંટોના ભઠ્ઠા પર મજુરી કામ માટે આવેલા શ્રામિકોના બાળકોને શિક્ષણ મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ ઇંટોના ભઠ્ઠા પર વરવી વાસ્તવિકતા સામે આવી છે. જેમાં હારીજ તાલુકાના અરીઠા ગામના માર્ગ પર આવેલા એક ઇંટના ભઠ્ઠા પર મજુરી કરી રહેલા બે બાળકો સંદેશના કેમેરામાં કેદ થયાં હતાં. જેને લઈ બાળકો પાસે મજુરી કરાવતાં ઇંટોના ભઠ્ઠાના માલિકો સામે કાર્યવાહી કરવામાં આવે તે હિતાવહ જણાઈ રહ્યું છે.પાટણ જીલ્લામાં તથા હારીજ ખાતે ઇંટોના ચિમની ભઠ્ઠા આવેલા છે. જેમાં મોટેભાગે પરપ્રાંતિય મજુરો દ્વારા ભઠ્ઠાઓ પણ મજુરી કરાઈ રહી છે. જેમના સાથે આવેલા નાના બાળકો અભ્યાસ મોકલવાની જગ્યાએ ઇંટોના ભઠ્ઠાના માલિકો દ્વારા તેમને પણ મજુરી કામમાં જોતરવામાં આવતાં હોવાનું સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. તાજેતરમાં જ બાળ મજુરી નાબુદી અભિયાન અંતર્ગત પાટણ જિલ્લામાં જિલ્લા કલેકટર દ્વારા બાળ શ્રામ નાબુદી ટાસ્કફોર્સની રચના કરવામાં આવી હતી અને હારીજ તથા કાકોશી ખાતે અલગ અલગ ઇંટોના ભઠ્ઠા પર બાળમિત્રો મારફ્તે બહારથી મજુરીકામ અર્થે આવેલા શ્રામિકોના બાળકોને પાયાનું શિક્ષણ મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે. પરંતુ હારીજ તાલુકાના અરીઠા ગામના માર્ગ પર એક ઇંટના ભઠ્ઠા પર બે બાળકો મજુરી કરતાં નજરે પડયા હતા. જેને લઈ ઇંટના ભઠ્ઠા માલિક સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward