android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
સુ.નગર તત્કાલિન કલેકટરના PA, જમીન શાખાના કલાર્ક અને મામલતદાર સસ્પેન્ડ
calendar_today February 27, 2026

સુ.નગર તત્કાલિન કલેકટરના PA, જમીન શાખાના કલાર્ક અને મામલતદાર સસ્પેન્ડ

જમીન બિન ખેતી કરવાના કૌભાંડમાં EDની તપાસમાં ત્રણેયની સંડોવણીથી કાર્યવાહીસુરેન્દ્રનગર તત્કાલીન કલેકટર અને નાયબ મામલતદારની ઇડીએ ધરપકડ કર્યા બાદ ધીમેધીમે બિન ખેતી સાથે સંકળાયેલા અધિકારીઓ, કર્મચારીઓને દીલ્હી બોલાવી પુછપરછ કરી નિવેદન લેવાયા હતા. એવામાં ઇડીએ કોર્ટમાં ફરીયાદ દાખલ કર્યા બાદ સુરેન્દ્રનગર તત્કાલીન કલેકટરના પીએ,કલાર્ક અને મામલતદારને સસ્પેન્ડ કરાતા અધિકારીઓમાં ફફળાટ દેખાઇ રહયો છે. સુરેન્દ્રનગર નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ત્યાં ઇડીએ રેડ કર્યા બાદ રોકડ અને બિનખેતીના પુરાવા જપ્ત કરી એસીબીમાં તત્કાલીન કલેકટર સહિત 4 સામે ફરિયાદ દાખલ કરાઇ હતી. અને નાયબ મામલતદાર, તત્કાલિન કલેકટર ધરપકડ કરાયા બાદ જેલમાં મોકલી દેવાયા હતા. આ લોકો પાસેથી મળેલા પુરાવા અને નિવેદનના આધારે ઇડીએ કલેકટર કચેરીના અધિકારી, સ્ટાફ અને વકીલને દીલ્હી બોલાવી પુછપરછ કરી નિવેદન લીધા હતા. ત્યારબાદ ઇડી દ્વારા કોર્ટમાં ફરીયાદ પણ દાખલ કરાઇ છે. ત્યારબાદ મહેસુલ વિભાગ પણ એકશનમાં આવી ગયુ છે. સુરેન્દ્રનગર કલેકટર કે.એસ.યાજ્ઞીક દ્વારા જિલ્લાના તત્કાલીન કલેકટરના પીએ જયરાજસીહ ઝાલા, જમીન શાખાના કલાર્ક મયુરસિંહ ગોહિલને સસ્પેન્ડ કરી દેવાયા છે. જ્યારે તત્કાલીન ચીટનીસ મામલતદાર મયુરભાઇ દવે કે જેમનુ પણ બિન ખેતીની ટકાવારીમાં 5 % લેવામાં નામ હતુ એમને પણ ગાંધીનગર મહેસુલ વિભાગમાંથી સસ્પેન્ડ કરી ડાંગ હેડકવાર્ટર આપ્યાનું પણ જાણવા મળ્યુ છે. આમ બિન ખેતી કૌભાંડમાં સુરેન્દ્રનગર તત્કાલિન કલેકટરથી કલાર્ક સુધી ધરપકડ, જેલવાસ, કોર્ટ અને હવે મહેસુલ વિભાગે કાર્યવાહી કરી સસ્પેન્ડ કરાતા મહેસુલી આલમમાં ફફળાટ વ્યાપી ગયેલ છે. સુરેન્દ્રનગર કલેકટર કે.એસ.યાજ્ઞીકે જણાવેલ કે મારી સત્તામાં આવતા બે કર્મચારી મયુરસિંહ ગોહિલ(કલાર્ક) અને જયરાજસીહ ઝાલા (તત્કાલિન પીએ)ને સસ્પેન્ડ કરી દેવાયા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
માંડલ - દેત્રોજના કુલ પ કેન્દ્ર ઉપર બોર્ડ પરીક્ષાનો પ્રારંભ
calendar_today February 27, 2026

માંડલ - દેત્રોજના કુલ પ કેન્દ્ર ઉપર બોર્ડ પરીક્ષાનો પ્રારંભ

માંડલ : અમદાવાદ ગ્રામ્યના માંડલ અને દેત્રોજ શહેર તેમજ ગ્રામ્યના કુલ પાંચ પરીક્ષા કેન્દ્ર ઉપર ધો. 10ની પરીક્ષામાં પ્રથમ વિષય ગુજરાતીનું પેપર શાંતિપુર્ણ માહોલ વચ્ચે પુર્ણ થયું હતું. ધો.10માં વિદ્યાર્થીઓને પ્રથમ ભાષાનું ગુજરાતી પેપર સરળ હોવાને લઈ પેપર પુર્ણ કરીને બહાર આવતાં વિદ્યાર્થીઓના ચહેરા ઉપર ખુશી છવાયેલી જોવા મળી હતી. પ્રથમ દિવસે માંડલ કેન્દ્ર ઉપર ધો.10ના કુલ 556માંથી 57 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયાં હતાં, ટ્રેન્ટ કેન્દ્ર ખાતે 296માંથી 6 ગેરહાજર, દાલોદ કેન્દ્રમાં 239 પૈકી 5 ગેરહાજર રહ્યાં હતાં. આમ માંડલના ત્રણેય કેન્દ્રોમાં મળીને કુલ 1091માંથી 1023 વિદ્યાર્થીઓએ પ્રથમ ભાષાનું ગુજરાતી પેપર આપ્યું હતું. જ્યારે 68 ગેરહાજર નોંધાયા હતાં. જ્યારે ધો.12(સામાન્ય પ્રવાહ)ના માંડલ કેન્દ્ર ઉપર 165 માંથી માત્ર 1 વિદ્યાર્થી ગેરહાજર નોંધાયો હતો. દેત્રોજ ભાવસાર વિદ્યા મંદિર કેન્દ્રમાં ધો.10માં 418 હાજર અને 9 ગેરહાજર નોંધાયા અને ગ્રામ્યના કટોસણ રોડની પંચશીલ હાઈસ્કુલ કેન્દ્ર ઉપર 270માંથી 17 ગેરહાજર નોંધાયાં હતાં.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
વલ્લભીપુર કેનાલમાં સમારકામ થશે
calendar_today February 27, 2026

વલ્લભીપુર કેનાલમાં સમારકામ થશે

ધંધૂકા શહેરમાં પાણીની ગંભીર સમસ્યા સર્જાવાની ભીતિ : સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર જિલ્લાના કેનાલ આસપાસના ખેડૂતોને પણ હાલાકી થઈ શકે છેવલ્લભીપુર બ્રાંચ નર્મદા કેનાલમાં તાત્કાલિક જરૂરી રીપેરિંગ કામ હાથ ધરવામાં આવશે. 118 કિમી લાંબી આ કેનાલ સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ અને ભાવનગર જિલ્લામાંથી પસાર થાય છે અને લખતર, લીમડી, ધંધૂકા, બરવાળા તથા વલ્લભીપુર તાલુકાના લોકો માટે પીવાનું પાણી તેમજ સિંચાઈ માટે અત્યંત મહત્વપૂર્ણ સ્ત્ર્રોત છે. કેનાલના પુલ-પુલિયા, માળખાકીય ભાગોની સફઈ, રીપેરિંગ તથા સમારકામ કરવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ કેનાલ તા. 1લી માર્ચ, 2026થી તા. 15મી જૂન, 2026 સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેનાલ બંધ રહેતા ખાસ કરીને અમદાવાદ જિલ્લાના ધંધૂકા શહેરમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થવાની શક્યતા છે. ઉપરાંત સિંચાઈ માટે પાણી મળવામાં વિલંબ થતાં ખેડૂતોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તંત્ર દ્વારા આ કેનાલના તમામ લાભાર્થીઓને આગોતરું આયોજન કરવા, પાણીનો સંયમિત ઉપયોગ કરવા તેમજ સ્થાનિક તંત્ર સાથે સહકાર આપવા પણ તાકીદ કરવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward