Ahmedabad News : સાણંદમાં કરોડોની જમીન હડપ કરવાનો મામલો, પોપ્યુલર ગ્રુપના રમણ પટેલને સજા વિરુદ્ધ અપીલ કરવાના વિલંબને કોર્ટે માફ કર્યો
પોપ્યુલર બિલ્ડર રમણ ભોળીદાસ પટેલ દ્વારા તેમની સજા વિરુદ્ધની અપીલ દાખલ કરવામાં થયેલા ૪૮ દિવસના વિલંબને અમદાવાદ સામ્ય કોટે માફ કર્યો છે. કોર્ટે નોંધ્યું હતું કે, ન્યાયના હિતમાં ટેકનિકલ કારણોસર કોઈના કાયદેસરના અધિકારો છીનવી સકાય નહીં. આ સાથે જ કોર્ટે સ્વીકાર્યું કે આટલા મોટા દસ્તાવેજોના વિશ્લેષણ માટે સમય લાગવો સ્વાભાવિક છે. પરિણામે, કોર્ટે વિલંબ માફ કરી રજિસ્ટ્રીને અપીલની નોંધણી કરવા આદેશ આપ્યો છે સાણંદની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે ગત ૩૦ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ બનાવટી દસ્તાવેજોના આધારે જમીન હડપ કરવાના કેસમાં દોષિત ઠેરવી મહત્તમ ૪ વર્ષની કેદ અને દંડની સજા ફટકારી હતી. આ ચુકાદાને પડકારવા માટે અપીલ દાખલ કરવામાં ૪૮ દિવસનો વિલંબ થયો હતો. જેથી અરજદારના એડવોકેટ એમ.પી. ઓઝાએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે, ટ્રાયલ કોર્ટનો ચુકાદો અત્યંત વિસ્તૃત (૨૦૪ પાનાંનો) હતો અને કેસનું રેકોર્ડ ૪૦૦૦થી વધુ પાનાંનું હોવાથી તેના અભ્યાસમાં સમય લાગ્યો હતો. કાયદાકીય માર્ગદર્શન મેળવવામાં વિલંબ થયો હતો અરજદાર ૭૩ વર્ષના છે અને જેલના પ્રોટોકોલ તેમજ પ્રતિબંધિત એક્સેસને કારણે કાયદાકીય માર્ગદર્શન મેળવવામાં વિલંબ થયો હતો. અપીલ કરવાનો અધિકાર એ બંધારણની કલમ ૨૧ હેઠળ મૂળભૂત અધિકાર છે, જો કે, સામે પક્ષે સરકારી વકીલ પી.પી.એમ. ત્રિવેદીએ આ અરજીનો વિરોધ કરતા જણાવ્યું હતું કે આરોપી પાસે તમામ કાગળો ઉપલબ્ધ હોવા છતાં વિલંબનું યોગ્ય કારણ આપવામાં આવ્યું નથી. જોકે, ગ્રામ્ય કોર્ટે આ બાબતે ઉદાર વલા અપનાવતા જણાવ્યું કે, જ્યારે વ્યક્તિની સ્વતંત્રતાનો પ્રશ્ન હોય ત્યારે કોર્ટે વિલંબ માફ કરવા બાબતે ઉદાર અભિગમ રાખવો જોઈએ. આ પણ વાંચો : Rajkot News : રાજકોટમાં ડબલિંગ ટ્રેકની સુરક્ષા ચકાસણી પૂર્ણ, હવે આ ટ્રેક પર ટ્રેનો 110 કિલોમીટરની ઝડપે દોડશે
Read Full Story arrow_forward