android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Indian Army: હવે રિટાયરમેન્ટ બાદ ભારતીય રેલ્વેમાં ગુંજશે નિવૃત્ત જવાનોની દેશભક્તિ, આ રીતે મળશે રોજગાર
calendar_today February 26, 2026

Indian Army: હવે રિટાયરમેન્ટ બાદ ભારતીય રેલ્વેમાં ગુંજશે નિવૃત્ત જવાનોની દેશભક્તિ, આ રીતે મળશે રોજગાર

ભારતીય સેનામાં દેશભક્તિ અને શિસ્ત સાથે સેવા આપતા "અગ્નિવીર" અને અન્ય સૈન્ય કર્મચારીઓ માટે કેન્દ્ર સરકાર તરફથી એક ખૂબ જ મહત્વપૂર્ણ અને આશ્વાસન આપનારા સમાચાર આવ્યા છે. દેશની સરહદોનું રક્ષણ કર્યા પછી, જ્યારે આ બહાદુર સૈનિકો નાગરિક જીવનમાં પરત ફરે છે, ત્યારે તેમની કારકિર્દીની સુરક્ષા માટે ભારતીય સેના અને રેલ્વે મંત્રાલયે એક વિશેષ વ્યૂહાત્મક ભાગીદારી કરી છે. ભારતીય સેના અને રેલ્વે મંત્રાલય વચ્ચે MOU પર કરાયા હસ્તાક્ષર તાજેતરમાં ભારતીય સેના અને રેલ્વે મંત્રાલય વચ્ચે "સહકારનું માળખું" (Framework of Cooperation) નામના એક ખાસ સમજૂતી પત્ર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરારનો મુખ્ય ઉદ્દેશ્ય સેનામાંથી નિવૃત્ત થઈ રહેલા સૈનિકો અને ખાસ કરીને ચાર વર્ષની સેવા પૂર્ણ કરનારા અગ્નિવીરોને રેલ્વેના વિશાળ નેટવર્કમાં રોજગારની શ્રેષ્ઠ તકો પૂરી પાડવાનો છે. સેનાના વરિષ્ઠ નેતૃત્વ અને રેલ્વેના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલી આ યોજના સૈનિકોના ઉજ્જવળ ભવિષ્યની ખાતરી આપે છે. આ પહેલના મુખ્ય પાસાઓ અને ફાયદા: 1. માહિતીનું આદાન-પ્રદાન: ઘણીવાર સૈનિકો નિવૃત્તિ પછી યોગ્ય માહિતીના અભાવે સારી નોકરીથી વંચિત રહી જતા હોય છે. આ કરાર હેઠળ, રેલ્વેમાં પડતી ખાલી જગ્યાઓ અને ભરતી પ્રક્રિયા વિશેની સચોટ માહિતી સૈનિકોને સમયસર પૂરી પાડવામાં આવશે. 2. સ્કિલ મેપિંગઃ સૈનિકો પાસે ટેકનિકલ, ઓપરેશનલ અને મેનેજમેન્ટનું અદભૂત કૌશલ્ય હોય છે. રેલ્વેમાં એક એવી સિસ્ટમ વિકસાવવામાં આવશે જે નિવૃત્ત સૈનિકોની લશ્કરી કુશળતાને અનુરૂપ રેલ્વેના પદો (જેમ કે સિક્યુરિટી, ટેકનિકલ સુપરવિઝન, લોજિસ્ટિક્સ) સાથે જોડશે. 3. શિસ્ત અને કાર્યક્ષમતાનો લાભ: રેલ્વે એ દેશની જીવનરેખા છે, જેને એવા કર્મચારીઓની જરૂર છે જે સમયપાલન અને શિસ્તમાં માનતા હોય. સૈનિકોથી વધુ શિસ્તબદ્ધ અન્ય કોઈ હોઈ શકે નહીં. આ કરારથી રેલ્વેને તૈયાર અને તાલીમબદ્ધ માનવબળ મળશે, જે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ કામ કરવા સક્ષમ હશે.આ પણ વાંચોઃ Health Tips : વધુ પડતો સ્ટ્રેસ નોતરી શકે છે આ ગંભીર બિમારી, જાણો કેવી રીતે માનસિક હેલ્થને સારી રાખવી?

Read Full Story arrow_forward
Sabarkantha: કેબલ વાયરના બંડલમાં બનાવેલા ચોર ખાનામાંથી 88 લાખનો દારૂ ઝડપાયો, બાડમેરના બે આરોપીની ધરપકડ
calendar_today February 26, 2026

Sabarkantha: કેબલ વાયરના બંડલમાં બનાવેલા ચોર ખાનામાંથી 88 લાખનો દારૂ ઝડપાયો, બાડમેરના બે આરોપીની ધરપકડ

હોળી-ધુળેટીના તહેવારો નજીક આવતા જ રાજ્યમાં દારૂની હેરાફેરી અટકાવવા પોલીસ એલર્ટ મોડ પર છે. સાબરકાંઠા એલસીબીની ટીમે ગાંભોઈ હાઇવે પર નાકાબંધી દરમિયાન એક ટ્રકને આંતરીને દારૂની હેરાફેરીની અત્યંત ચાલાકીભરી પદ્ધતિનો પર્દાફાશ કર્યો છે. બૂટલેગરોએ કેબલ વાયરના મોટા ગોળાકાર બંડલની અંદર ખાસ ચોર ખાના બનાવી દારૂ છુપાવ્યો હતો.કેબલ રોલની આડમાં 'ચોર ખાનું'એલસીબીની ટીમે બાતમીના આધારે ગાંભોઈ પાસે વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન એક ટ્રક અટકાવી તેની તલાશી લેતા તેમાં મોટા કેબલ વાયરના રોલ ભરેલા હતા. જોકે, ઊંડાણપૂર્વક તપાસ કરતા જાણવા મળ્યું કે આ વાયરના બંડલની વચ્ચે ખાલી જગ્યા કરી દારૂ છુપાવવામાં આવ્યો હતો. પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૂની કુલ 471 પેટી અને 7,272 બોટલો ઝડપી પાડી છે.88 લાખથી વધુનો મુદ્દામાલઝડપાયેલા દારૂની બજાર કિંમત અંદાજે ₹68,77,020 થાય છે. આ ઉપરાંત પોલીસે ટ્રક અને અન્ય સામાન મળી કુલ ₹88,82,020 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. બૂટલેગરો પોલીસને છેતરવા માટે કાયદેસરની બિલ્ટી અને ઇ-વે બિલનો સહારો લઈ આ જથ્થો અમદાવાદ તરફ લઈ જઈ રહ્યા હતા.આ ગુનામાં સંડોવાયેલા રાજસ્થાનના બાડમેર જિલ્લાના બે રીઢા આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હોળીના તહેવાર પહેલા જ દારૂના મોટા સપ્લાયને રોકીને એલસીબીએ બૂટલેગરોના નેટવર્કને મોટો ઝટકો આપ્યો છે.આ પણ વાંચો: Sabarkantha: પીપળીયા ગામે ખેતરમાં દીપડાના આંટાફેરા,વન વિભાગ પાસે પાંજરું મૂકવા ઉગ્ર માગ

Read Full Story arrow_forward
Botad: હિટ એન્ડ રનના નામે હત્યાના પ્રયાસનો પર્દાફાશ, બાઇક સવાર પર કાર ચઢાવનાર બે આરોપી ઝડપાયા
calendar_today February 26, 2026

Botad: હિટ એન્ડ રનના નામે હત્યાના પ્રયાસનો પર્દાફાશ, બાઇક સવાર પર કાર ચઢાવનાર બે આરોપી ઝડપાયા

બોટાદ શહેરના સાળંગપુર રોડ પર ગત 15 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે બનેલી જીવલેણ હુમલાની ઘટનામાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. બાઇક પર જઈ રહેલા શબ્બીરભાઈ નિયાતર પર કાર ચઢાવી તેમને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરનારા 4 આરોપીઓ પૈકી બે આરોપીઓને બોટાદ પોલીસે ઝડપી પાડ્યા છે.પોલીસની કાર્યવાહી અને રીકન્સ્ટ્રક્શનપોલીસે આ ગુનામાં સંડોવાયેલા ફિરોઝ ઉર્ફે કાજી કુરેશી અને તોસીફ રજાકભાઇ જાંગડની ધરપકડ કરી છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ઘટનાની ચોક્કસ કડીઓ મેળવવા માટે પોલીસે બંને આરોપીઓને સાળંગપુર રોડ પર ઘટનાસ્થળે લાવીને સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ દરમિયાન પોલીસે આરોપીઓએ કઈ રીતે કાર ચઢાવી અને હુમલો કર્યો તેની ઝીણવટભરી માહિતી એકઠી કરી હતી.બાઇક પર ફોરવ્હીલર કાર ચઢાવી દીધીગત 15 ફેબ્રુઆરીની વહેલી સવારે જ્યારે શબ્બીરભાઈ નિયાતર પોતાના બાઇક પર જઈ રહ્યા હતા, ત્યારે આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે તેમની પાછળ ફોરવ્હીલર કાર ચઢાવી દીધી હતી. આ હુમલામાં શબ્બીરભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી. શબ્બીરભાઈએ આ મામલે ફિરોઝ ઉર્ફે કાજી, તાહિર ઉર્ફે ફાઈટર, તોસીફ જાંગડ અને સુફિયાન ખલ્યાણી વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી હતી.બાકીના બે આરોપીઓ વોન્ટેડપકડાયેલા બે આરોપીઓની પૂછપરછમાં અનેક મહત્વની વિગતો સામે આવી છે. જોકે, આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓ તાહિર ઉર્ફે ફાઈટર જાંગડ અને સુફિયાન સીરાજભાઈ ખલ્યાણી હજુ પણ પોલીસ પકડથી દૂર છે. બોટાદ પોલીસે આ ફરાર આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને શોધખોળ હાથ ધરી છે.આ પણ વાંચો: Sabarkantha: કેબલ વાયરના બંડલમાં બનાવેલા ચોર ખાનામાંથી 88 લાખનો દારૂ ઝડપાયો, બાડમેરના બે આરોપીની ધરપકડ

Read Full Story arrow_forward