android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vav Tharad : મીની દ્વારકા ગણાતા ધરણીધર મંદિર વિવાદમાં પૂજાને લઇ મોટો વિવાદ, વર્તમાન પુજારી અને ટ્રસ્ટીઓ, ધેમેચા પરિવાર સામ-સામે
calendar_today February 26, 2026

Vav Tharad : મીની દ્વારકા ગણાતા ધરણીધર મંદિર વિવાદમાં પૂજાને લઇ મોટો વિવાદ, વર્તમાન પુજારી અને ટ્રસ્ટીઓ, ધેમેચા પરિવાર સામ-સામે

વાવ થરાદના મીની દ્વારકા ગણાતા ધરણીધર ભગવાનના મંદિરમાં મૂર્તિ પૂજાને લઇ એક મોટો વિવાદ ઊભો થયો છે. મંદિરમાં પૂજા બાબતે વર્તમાન પુજારી, ટ્રસ્ટીઓ અને ધેમેચા પરિવાર વચ્ચે વિવાદ સર્જાયો છે.પૂજાના 4 દિવસના વારા નક્કી કરવામાં આવ્યા છેધેમેચા પરિવારનું કહેવું છે કે, પૂજાના 4 દિવસના વારા નક્કી કરવામાં આવ્યા છે, પરંતુ મંદિરમાં પૂજાની બાબતમાં એકતરફી નિર્ણય લેવામાં આવી રહ્યો છે. પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, આ નિર્ણય ન્યાયસંગત નથી કલેક્ટર અને એસપીના કાર્યાલયમાં લેખિતમાં આવેદન વિવાદ વધુ વધતા કલેક્ટર અને એસપીના કાર્યાલયમાં લેખિતમાં આવેદન આપવામાં આવ્યું છે. ધેમેચા પરિવાર દ્વારા નોંધાવવામાં આવેલ આવેદનમાં કહ્યું છે કે જો જરૂરી પડશે તો તેઓ હાઇકોર્ટમાં પણ જશે. અનેક લોકોની આસ્થા સાથે જોડાયેલી છે ઢીમા ખાતેના ધરણીધર ભગવાનના મંદિર જિલ્લાનું એક માત્ર સુપ્રસિદ્ધ મંદિર છે અને અનેક લોકોની આસ્થા તેની સાથે જોડાયેલી છે. ભક્તો આશા રાખે છે કે આ વિવાદનો તાત્કાલિક અંત આવશે અને મંદિરમાં શાંતિ અને સુમેળથી પૂજા થાય.આ પણ વાંચો---     Gandhinagar : મંત્રી મનિષા વકીલના અસ્પષ્ટ જવાબોથી કોંગ્રેસના ધારાસભ્યો વેલમાં ધસી આવ્યા, પૂર્વ અધ્યક્ષે વકીલને ટોણો માર્યો, ગુજરાતીમાં જવાબ આપો

Read Full Story arrow_forward
Botad News : બોટાદમાં વગર પરવાનગીએ સભા-સરઘસ-રેલી-ઉપવાસ  કાઢવા પર પ્રતિબંધ ફરમાવતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ
calendar_today February 26, 2026

Botad News : બોટાદમાં વગર પરવાનગીએ સભા-સરઘસ-રેલી-ઉપવાસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ

જેનાં કારણે તંગદીલી જેવું વાતાવરણ સર્જાય છે, અને આવાં કિસ્સામાં મોટી સંખ્યામાં લોકો દ્વારા તેમની રજુઆત કરતાં વર્ગવિગ્રહ જેવાં બનાવો પણ જિલ્લામાં બનવાની શકયતા રહે છે. તેમજ ભુતકાળના બનાવો ધ્યાને લેતાં કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઉપસ્થિત થતાં હોય છે અને માલ મિલકતને નુકસાન થાય છે. 27 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી જાહેરનામું લાગુ રહેશે તેને ધ્યાને રાખીને બોટાદ જિલ્લાનાં સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા જાહેર સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુસર સભા-સરઘસ-રેલી વગર પરવાનગીએ કાઢવા પર બોટાદ જિલ્લાનાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી.એલ. ઝણકાતે તેમને મળેલી સત્તાની રૂએ બોટાદ જિલ્લાનાં સમગ્ર વિસ્તારમાં તા. ૨૭-૦૨-૨૦૨૬થી તા. ૧૩-૦૩-૨૦૨૬ ( બંને દિવસ સુદ્ધા) સુધી કોઇપણ સભા/સરઘસ/રેલી માટે મનાઇ હુકમ ફરમાવ્યો છે. જાહેરનામાનો ભંગ કરશો તો પગલાં ભરાશે ફરજ ઉપર હોય તેવી ગૃહરક્ષક મંડળીઓ, સરકારી નોકરીએ અવર-જવર કરતી હોય તેવી વ્યક્તિને, કોઈ લગ્નના વરઘોડાને, સ્મશાન યાત્રા કે જેમાં જોડાનાર વ્યક્તિઓને તેમજ સબંધિત તાલુકા એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટ/સક્ષમ અધિકારીની કાયદેસર પરવાનગી મેળવેલા લોકોને ઉક્ત હુકમ લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો કોઇ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને નિયમ મુજબ દંડની સજા થશે. જાહેરનામાનો અમલ અને તેનાં ભંગ બદલના પગલાં લેવાં માટે ફરજ પરનાં કોઇ પણ હેડ કોન્સ્ટેબલને તથા તેનાથી ઉપરનાં અધિકારીને અધિકાર રહેશે. આ પણ વાંચો : Botad News : બોટાદ જિલ્લા સમગ્ર શિક્ષા અંતર્ગત ગવર્નિંગ બોડી અને કારોબારી બેઠક યોજાઈ

Read Full Story arrow_forward
Mahisagar : નરસિંગપુર ગામે પિતાએ જ પુત્રની લાકડીના ફટકા મારી હત્યા કરી, કારણ વાંચીને ચોંકી જશો
calendar_today February 26, 2026

Mahisagar : નરસિંગપુર ગામે પિતાએ જ પુત્રની લાકડીના ફટકા મારી હત્યા કરી, કારણ વાંચીને ચોંકી જશો

સંતરામપુરના નરસિંગપુર ગામે પિતાએ જ પુત્રની લાકડીના ફટકા મારી હત્યા કરી હતી. લગ્નની બાબતે થયેલ ઝઘડાએ જીવલેણ વળાંક લીધો હતો.પુત્રને પિતાએ લાકડીના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દીધો મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના નરસિંગપુર ગામે પિતા-પુત્રના પવિત્ર સંબંધને લજવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પિતાએ જ આવેશમાં આવી પોતાના ૪૨ વર્ષીય પુત્રને માથાના ભાગે લાકડીના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દીધો છે. આ મામલે મૃતકના સગા કાકાએ સંતરામપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. તમો મારા લગ્ન કેમ કરાવતા નથી? તેમ કહી ઝઘડો પ્રાપ્ત વિગતો અનુસાર, નરસિંગપુર પારંગી ફળીયામાં રહેતા મોહનભાઇ કચરાભાઈ ભાભોરે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત તા. ૧૬/૦૨/૨૦૨૬ના રોજ રાત્રીના સમયે તેમના ભાઈ રમેશભાઈ કચરાભાઈ ભાભોરના ઘરે જોરજોરથી બોલાચાલીનો અવાજ આવ્યો હતો. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, રમેશભાઈનો પુત્ર પ્રકાશભાઈ (ઉ.વ. ૪૨) તેના પિતાને "તમો મારા લગ્ન કેમ કરાવતા નથી?" તેમ કહી ઝઘડો કરતો હતો. આ તકરાર દરમિયાન ઉશ્કેરાયેલા પિતા રમેશભાઈએ આવેશમાં આવી પુત્ર પ્રકાશના માથાના ભાગે લાકડીનો જીવલેણ ફટકો મારી દીધો હતો. આઠ દિવસ સુધી મોત સામે જંગ લડ્યા બાદ પ્રકાશનું કરુણ મોત ઘટના બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા પ્રકાશને તાત્કાલિક સંતરામપુર સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. સ્થિતિ વધુ નાજુક જણાતા તેને વડોદરાની એસ.એસ.જી. (SSG) હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. જ્યાં આઠ દિવસ સુધી મોત સામે જંગ લડ્યા બાદ પ્રકાશનું કરુણ મોત નીપજ્યું હતું.સામાન્ય બાબતે પિતા દ્વારા કરવામાં આવેલી આ હત્યાથી સમગ્ર પંથકમાં ગમગીની આ ચકચારી ઘટના અંગે મૃતકના કાકા મોહનભાઇ ભાભોરે પોતાના જ ભાઈ રમેશભાઈ કચરાભાઈ ભાભોર વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. સંતરામપુર પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પુત્રના લગ્ન ન થવાની સામાન્ય બાબતે પિતા દ્વારા કરવામાં આવેલી આ હત્યાથી સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ ગઈ છે.આ પણ વાંચો----    Gandhinagar : મંત્રી મનિષા વકીલના અસ્પષ્ટ જવાબોથી કોંગ્રેસના ધારાસભ્યો વેલમાં ધસી આવ્યા, પૂર્વ અધ્યક્ષે વકીલને ટોણો માર્યો, ગુજરાતીમાં જવાબ આપો

Read Full Story arrow_forward