android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gir Somnath News: તાલાલામાં ખાખીનો સપાટો, SPની આગેવાનીમાં 300 જવાનોનું મેગા કોમ્બિંગ
calendar_today February 26, 2026

Gir Somnath News: તાલાલામાં ખાખીનો સપાટો, SPની આગેવાનીમાં 300 જવાનોનું મેગા કોમ્બિંગ

ગીર સોમનાથ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા અને ગુનાખોરીને નાબૂદ કરવાના આશય સાથે પોલીસ અધિક્ષક (SP) જયદીપસિંહ જાડેજાની આગેવાનીમાં તાલાલા પંથકમાં મોટું કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશનથી સમગ્ર પંથકના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.300થી વધુ પોલીસ જવાનો મેદાનમાં તાલાલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હાથ ધરાયેલા આ સર્ચ ઓપરેશનમાં ખુદ 1 SP, 2 DYSP અને 15 જેટલા PSI સહિત LCB-SOGની ટીમો જોડાઈ હતી. કુલ 300થી વધુ પોલીસ જવાનોના કાફલાએ તાલાલાને કિલ્લામાં ફેરવી દીધું હતું અને શંકાસ્પદ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સંવેદનશીલ વિસ્તારોમાં ઘરે-ઘરે તપાસ પોલીસ ટીમોએ ખાસ કરીને સિદીવાડા, નરસંગ ટેકરી, પાણી કોઠા અને વાડલા જેવા વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. પોલીસે ઘરે-ઘરે જઈને તપાસ કરી હતી અને શંકાસ્પદ ઇસમોની કડક પૂછપરછ કરી હતી. આ સાથે જ વાહન ચેકિંગ અને હોટેલ-ગેસ્ટ હાઉસમાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.https://x.com/sandeshnews/status/2026938656540471732 SP જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગુનાખોરી પર અંકુશ મેળવવા અને શાંતિ જળવાઈ રહે તે માટે આગામી સમયમાં પણ આવી કડક કાર્યવાહી ચાલુ રહેશે. આ ઓપરેશનના પગલે અસામાજિક તત્વોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ પણ વાંચો - Talala: જમીન વિવાદમાં લોહિયાળ ખેલ મામલે 4 આરોપીઓ જેલના સળિયા પાછળ, 6 શંકાસ્પદોની પૂછપરછ

Read Full Story arrow_forward
Ahmedabad : સાણંદમાં 28 તારીખે PM મોદીનો ભવ્ય રોડ-શો યોજાશે, સેમિકન્ડક્ટર યુનિટનું લોકાર્પણ કરશે
calendar_today February 26, 2026

Ahmedabad : સાણંદમાં 28 તારીખે PM મોદીનો ભવ્ય રોડ-શો યોજાશે, સેમિકન્ડક્ટર યુનિટનું લોકાર્પણ કરશે

અમદાવાદના સાણંદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 28 તારીખે ભવ્ય રોડ-શો યોજાનાર છે. વડાપ્રધાનનો સાણંદ હેલિપેડથી સભા સ્થળ સુધી રોડ-શો યોજાશે, જેને લઇ સ્થાનિકોમાં ઉત્સાહનો માહોલ છે. આશરે 3 કિમીનો રોડ શો યોજાશેવડાપ્રધાન સાણંદ ખાતે સેમિકન્ડક્ટર યુનિટનું લોકાર્પણ કરશે વડાપ્રધાન સાણંદ ખાતે સેમિકન્ડક્ટર યુનિટનું લોકાર્પણ કરશે. ખાસ કરીને માઈક્રોન પ્લાન્ટના ઉદ્ઘાટનને લઇ દેશ-વિદેશમાં ચર્ચા ચાલી રહી છે. આ પ્રોજેક્ટને ભારત માટે ટેકનોલોજી ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ રોડ-શો અને કાર્યક્રમને સફળ બનાવવા સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા અને જનસભાની તમામ વ્યવસ્થાઓ માટે અધિકારીઓએ સમીક્ષા બેઠક યોજી જરૂરી સૂચનાઓ આપી છે. આ પણ વાંચો----    Gandhinagar : મંત્રી મનિષા વકીલના અસ્પષ્ટ જવાબોથી કોંગ્રેસના ધારાસભ્યો વેલમાં ધસી આવ્યા, પૂર્વ અધ્યક્ષે વકીલને ટોણો માર્યો, ગુજરાતીમાં જવાબ આપો

Read Full Story arrow_forward
Rajkot News : રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન પૂર્ણ, આજી નદીના કાંઠે પ્રોટેકશન દીવાલ બનાવવા વિચારણા
calendar_today February 26, 2026

Rajkot News : રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન પૂર્ણ, આજી નદીના કાંઠે પ્રોટેકશન દીવાલ બનાવવા વિચારણા

રિવરફ્રન્ટ માટે આજી નદી કાંઠો દબાણ મુક્ત થવો જરૂરી છે અને પ્રથમ તબક્કે RMC દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યા છે, રિવરફ્રન્ટ માટે 200 કરોડની ગ્રાન્ટ સરકારે ફાળવી છે અને ડિમોલિશન બાદ આજી નદીના કાંઠે કાટમાળ ફેરવાયો છે અને કાટમાળ ખસેડી લેવા માટે તંત્રએ જહેમત ઉઠાવી પડશે. કુલ મળીને 1504 મકાનોને જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા એ સાથે સલામતીના ભાગરૂપે ડિમોલિશન વિસ્તારની શેરીઓ પાસે પીળા પટ્ટા અને પતરાની આડશો મૂકવામાં આવી હતી અને જાહેર સલામતીના કારણોથી આ વિસ્તારમાં અનધિકૃત લોકો માટે નો-એન્ટ્રી જાહેર કરવામાં આવી હતી. મનપાના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, ગઈ કાલે સોમવારે નદીના પટમાં કાચા છાપરાવાળા મકાનોને પ્રાથમિકતા આપીને એને દુર કર્યા, સાથે ટીપી રોડ પરના દબાણો દૂર કરવાનું ચાલુ કરી દીધેલું. ગઈકાલે ૧૫૦૯માંથી ૧૧૧૯ મકાનોનું ડિમોલીશન કરવામાં આવ્યું હતું. રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન પૂર્ણ ડિમોલિશનને પગલે મહિલાઓ રડી પડી અને મિડીયા સમક્ષ કહ્યું કે, અમારો આશરો છીનવાયો છે, ઘર ચલાવવા મજૂરી કરીએ છીએ અને ઘરે કામ કરી ગુજરાન ચલાવીએ છીએ, અમારો આશરો છીનવાયો, ક્યાં જઇશું તેમ કહી મહિલાઓ રડી પડી હતી. આ પણ વાંચો : Gandhinagar News : ગુજરાતમાં આંગણવાડી ક્ષેત્રે માળખાગત સુધારા માટે રાજ્યમાં 2000 નવા આંગણવાડી કેન્દ્રો બનશે

Read Full Story arrow_forward