android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News : ગુજરાતમાં આંગણવાડી ક્ષેત્રે માળખાગત સુધારા માટે રાજ્યમાં 2000 નવા આંગણવાડી કેન્દ્રો બનશે
calendar_today February 26, 2026

Gandhinagar News : ગુજરાતમાં આંગણવાડી ક્ષેત્રે માળખાગત સુધારા માટે રાજ્યમાં 2000 નવા આંગણવાડી કેન્દ્રો બનશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'સુપોષિત ભારત'ના વિઝનને વધુ વેગ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં મહિલા અને બાળ કલ્યાણ ક્ષેત્રે રૂ. ૭,૬૯૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આંગણવાડી કેન્દ્રો 'ચાઈલ્ડ ફ્રેન્ડલી' કન્સેપ્ટ પર બનશે આ બાબતે વિગતે માહિતી આપવા માટે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડૉ. મનિષાબેન વકીલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. આંગણવાડી ક્ષેત્રે માળખાગત સુધારા માટે રાજ્યમાં ૨,૦૦૦ નવા આંગણવાડી કેન્દ્રોના બાંધકામ માટે રૂ. ૩૬૦ કરોડની જોગવાઈ, આંગણવાડી કેન્દ્રો 'ચાઈલ્ડ ફ્રેન્ડલી' કન્સેપ્ટ પર બનશે, જેમાં મોડ્યુલર ફર્નિચર, RO મશીન, LED ટીવી સ્ક્રીન અને રેઈન વોટર હાર્વેસ્ટિંગ જેવી આધુનિક સુવિધાઓ મળશે. પ્રોસેસિંગ સિસ્ટમ માટે AI બેઝડ અટેન્ડન્સ સિસ્ટમ વિકસાવવામાં આવી આદિજાતિ વિસ્તારોના ૫૩ ઘટકોમાં દૂધ સંજીવની યોજનાનો વિસ્તાર કરાશે. દૂધમાં ફેટનું પ્રમાણ ૧.૫% થી વધારીને ૩% અને ૪.૫% (પાયલોટ પ્રોજેક્ટ તરીકે નર્મદા, દાહોદ અને ડાંગમાં) કરવા માટે રૂ. ૩૮.૬૪ કરોડની જોગવાઈ, ઓછા વજન ધરાવતા બાળકોના સુધારા માટે હેલ્થ ચેકઅપ અને હોમ વિઝિટ માટેના પોષણ સંગમ કાર્યક્રમો માટે રૂ.૧૬ કરોડ, આંગણવાડીઓ અને પોષણ સ્તરનું સઘન મોનિટરિંગ કરવા માટે પોષણ પ્રગતિ અને નિરીક્ષણ કેન્દ્રની બનાવાશે, આંગણવાડીના બાળકોની હાજરી અને મોનિટરિંગ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ઇમેજ પ્રોસેસિંગ સિસ્ટમ માટે AI બેઝ્ડ અટેન્ડન્સ સિસ્ટમ વિકસાવવામાં આવી છે. પૂરક પોષણ યોજના-THRના પેકેજિંગ પર QR કોડ લગાવાશે રાશનની ચોરી અટકે અને ડિજિટલ ટ્રેકિંગ થઈ શકે તે માટે પૂરક પોષણ યોજના-THRના પેકેજિંગ પર QR કોડ લગાવાશે કિશોરીઓમાં નેતૃત્વના ગુણો વિકસે અને પંચાયતી રાજ તેમજ બાળ અધિકારો પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી બાલિકા પંચાયત યોજના માટે રૂ. ૧.૦૩ કરોડની ફાળવણી, તાલુકા, જિલ્લા અને રાજ્ય સ્તરે શ્રેષ્ઠ કામગીરી કરતી બાલિકા પંચાયતોને સન્માનિત કરાશે આ પરિષદમાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગ સચિવ રાકેશ શંકર સહિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પણ વાંચો : Vadodara News : વડોદરાની MS યુનિવર્સિટીના એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવતું 'મેરી શિક્ષા' AI પોર્ટલ તૈયાર કર્યું

Read Full Story arrow_forward
Patan : ચોરમારપુરા પાસે સમરસ કુમાર હોસ્ટેલમાં જમવાનું યોગ્ય ન મળતા વિદ્યાર્થીઓએ કર્યો હોબાળો
calendar_today February 26, 2026

Patan : ચોરમારપુરા પાસે સમરસ કુમાર હોસ્ટેલમાં જમવાનું યોગ્ય ન મળતા વિદ્યાર્થીઓએ કર્યો હોબાળો

પાટણના ચોરમારપુરા વિસ્તારમાં આવેલ સમરસ કુમાર હોસ્ટેલમાં રહેતા 50 થી વધુ વિદ્યાર્થીઓ ભોજનને લઈને નારાજ થયા હતા અને હોબાળો કર્યો હતો. વિદ્યાર્થીઓએ જણાવ્યા અનુસાર, હોસ્ટેલમાં પીરસવામાં આવતું ભોજન યોગ્ય મળતું નથી.ભોજનમાં શાકભાજી, દાળ, ભાત અને રોટલી કાચી મળે છે વિદ્યાર્થીઓએ જણાવ્યું કે ભોજનમાં શાકભાજી, દાળ, ભાત અને રોટલી કાચી મળે છે, રજૂઆત કર્યા બાદ પણ યોગ્ય ભોજન ન મળવાના કારણે વિદ્યાર્થીઓમાં હોબાળો મચ્યો હતો. તેમને યોગ્ય ભોજન પુરુ પાડવામાં આવે વિદ્યાર્થીઓએ તાત્કાલિક માંગણી કરી કે તેમને યોગ્ય ભોજન પુરુ પાડવામાં આવે. આખરે સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો. આ પણ વાંચો----    Gandhinagar : જિલ્લાઓમાં નેતાજીઓના પ્રોટોકોલ નથી જળવાતા, મંત્રીઓને જિલ્લા પ્રવાસમાં ગરિમાપૂર્ણ આવકાર આપો, સરકારનો પરિપત્ર

Read Full Story arrow_forward
Navsari: ચીખલીના ખાંભડામાં દીપડાનો આતંક, ખેતરમાં કામ કરતા ખેડૂત પર જીવલેણ હુમલો
calendar_today February 26, 2026

Navsari: ચીખલીના ખાંભડામાં દીપડાનો આતંક, ખેતરમાં કામ કરતા ખેડૂત પર જીવલેણ હુમલો

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખાંભડા ગામે દીપડાના હુમલાની ઘટના સામે આવી છે. ખેતરમાં રોજિંદા કામ માટે ગયેલા એક વૃદ્ધ ખેડૂત પર દીપડાએ ઓચિંતો હુમલો કરી દેતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટનાને પગલે સ્થાનિક ખેડૂતો અને રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.ખેતરમાં કામ કરતી વખતે ત્રાટક્યો દીપડોમળતી માહિતી મુજબ, ખાંભડાના કણબીવાડ વિસ્તારમાં રહેતા 73 વર્ષીય નટુ પટેલ આજે પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા. આ દરમિયાન ઝાડીઓમાં છુપાયેલા દીપડાએ અચાનક તેમના પર હુમલો કર્યો હતો. દીપડાએ નટુ પટેલના પેટ અને થાપાના ભાગે જોરદાર પંજા મારતા તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. વૃદ્ધની બૂમો સાંભળીને આસપાસના લોકો દોડી આવતા દીપડો નાસી છૂટ્યો હતો.ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળઇજાગ્રસ્ત નટુ પટેલને તાત્કાલિક ચીખલીની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. વન વિભાગને આ અંગે જાણ કરવામાં આવતા અધિકારીઓ પણ તપાસ માટે દોડી ગયા છે.આ પણ વાંચો: Gandhinagar: રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને ફૂલ અને કિટ આપી પાઠવી શુભેચ્છા

Read Full Story arrow_forward